________________
ઉધઈનો ઉપદ્રવ આવશે -(૧) સેવકવર્ગ, (૨) રક્ષકવર્ગ અને (૩) રાણીવર્ગ. પહેલા વિભાગનું નામ સેવકવર્ગ પડયું તેનું કારણ એ છે કે, તે ઉધઈના રાફડાની વર્ણવ્યવસ્થામાં શુદ્રોનું કામ કરે છે એટલે કે દૂરથી ખેરાક શોધી લાવે છે અને બીજાં નાનાં કીટકોને ખવરાવી-પીવરાવીને ઉછેરે છે, નવા ખંડ બનાવીને જરૂરીઆત મુજબ રાફડાને વિસ્તાર વધારે છે; ટુંકમાં શહેરસુધરાઈનું કામ તેમને માથે છે.
બીજા વિભાગનાં કીટકે પિતાના રાફડામાં વસેલાં તમામ કીટકોનું રક્ષણ કરે છે અને તેથી તેઓ રક્ષકવર્ગોતરીકે ઓળખાય છે. આ વિભાગના કટકે જ્યારે સેવકવર્ગની ટોળીઓ ખોરાક વગેરે લેવા જાય છે, ત્યારે તેમની સાથે જઈને તેમનું રક્ષણ કરે છે તથા રાફડાના દરવાજા આગળ રહીને બહારથી આક્રમણ કરતાં બીજી કઈ પણ જાતનાં પ્રાણને અટકાવી તેની સામે થવાનું કામ કરે છે.
ત્રીજા વિભાગમાં જેનો જાતીય વિકાસ સંપૂર્ણ થયેલો હોય છે એવી રાણીને મૂકવામાં આવી છે. આ રાણી માત્ર ઈંડાં મૂકવાનું કામ કરે છે. રાણીની ઈંડાં મૂકવાની રીતનું વર્ણન કરતાં પહેલાં સામાન્ય કીટક રાણીપદ કેમ પામે છે તે આપણે જોઈએ.
ચોમાસાની શરૂઆતમાં કેટલીક નર તેમજ માદા ઉધઈને પાંખો આવે છે અને તે પાંખવાળી ઉધઈ રાફડામાંથી ઉડતી માલમ પડે છે. “વો વધે વનમ્” એ સૃષ્ટિના નિયમ પ્રમાણે પક્ષીઓ, દેડકાં, ઘીલોડી તથા વાંદા વગેરે કીટકોને આ પાંખવાળી ઉધઇને ભક્ષ કરવાનું ઘણું ગમે છે અને તેથી રાફડામાંથી નીકળેલાં પાંખવાળાં કીટકામાંથી ઘણાંજ થોડાં આ દુશ્મને ના પંઝામાંથી બચે છે અને બચવા પામેલાં કીટક નરમાદાનાં જોડકાં બનીને પિતાને રહેવા માટે એક સ્થાન પસંદ કરીને ત્યાં દર બનાવી રાફડાની શરૂઆત કરે છે. આ વખત દરમિયાન તેમની પાંખે ખરી પડે છે અને સંભોગ કરી મારા નવા દરમાં ઈંડાં મૂકવાની શરૂઆત કરે છે. ત્યારથી તે રાણી પદને પામે છે. રાણુએ મૂકેલાં ઈંડાંમાંથી સેવક તથા રક્ષકવર્ગ પેદા થાય છે અને એ પ્રમાણે ધીમે ધીમે રાફડાની વૃદ્ધિ થતી જાય છે અને રાફડા કરનારી રાણીનું કદ ક્રમે ક્રમે વધતું. જાય છે તે એટલે સુધી કે, કેટલીક જાતોમાં રાણું વધી વધીને એક જાડા માણસની આંગળી જેવડી બને છે. આવડું કદ થાય છે ત્યારે રાણી દરરોજનાં ૩૦,૦૦૦ લેખે કેટલાંક વરસ સુધી ઈંડાં મૂકવ્યા કરે છે. રાફડાની અંદરની રચના કેવી હોય છે ? રાણીને માટે ઇંડાં મૂકવાના ખંડ કેવા પદાર્થોમાંથી બનાવાય છે; ઇંડાનું કેમ સેવન કરવામાં આવે છે, બચ્ચાંને કેમ ઉછેરવામાં આવે છે અને તેમને મોટાં કરવાને માટે કેવો ખોરાક પસંદ કરીને આપવામાં આવે છે, આવી ને બીજી વિગતોની સામાન્ય ખેડુતોને જાણવાની જરૂર ન હોવાથી આ વિષયમાં વધારે ઉંડા ન ઉતરતાં એટલું જ જણાવીશું કે, રાણીએ મૂકેલાં ઈડાંની સંભાળ રાખી, તેમાંથી નીકળતાં બચ્ચાંની માવજત કરવાનું કામ સેવકવર્ગનું છે. બચ્ચાં મોટાં થાય ત્યારે કયા વર્ગનું કામ કરવાને લાયક બને તે તેમને અપાતા ખોરાક ઉપર આધાર રાખે છે; અને તેથી કરીને રાફડાની અંદર જેવી જરૂર હોય તે પ્રમાણે આ બચ્ચાંઓને સેવક અથવા રક્ષક તરીકે ઉછેરવામાં આવે છે. - આ ઉપરથી જણાશે કે, ઉધઈના રાફડામાં ગમે તેટલી સંખ્યામાં સેવક કે રક્ષકવર્ગના કીટકે વધી શકે છે; પરંતુ રાફડાની સ્થાપક રાણી તે એકની એકજ રહે છે અને તે એકલી જ ઈંડાં મૂકીને રાફડાની વસ્તીમાં વધારે કરી શકે છે. હવે સહેજ વિચાર કરવાથી જણાશે કે, જે રાફડામાંથી રાણી ઉપાડી લેવામાં આવે તો રાફડાની વસ્તી ઉત્તરોત્તર ક્ષીણ થતી જશે અને છેવટે નાશ પામશે; માટે ઉધઈનો ઉપદ્રવ અટકાવવા માટે તેની રાણીને શોધી કાઢી તેનો નાશ કરવો, એ અત્યંત અગત્યનું છે. રાણીને શોધવામાં એટલું ધ્યાનમાં રાખવું જોઇએ કે, જે જાતની ઉધઈ ઉપદ્રવ કરતી હોય તે જાતનીજ રાણુને ઓળખીને મારી નાખવી જોઈએ; નહિ તો કેટલીક વખત એમ બને છે કે, બે જૂદી જૂદી જાત સાથે સાથે રહેતી હોય તો સામાન્ય માણસ એમ માને કે, એક રાણીને નાશ કર્યો એટલે થયું, પરંતુ એમ જાણવું જરૂરી છે કે જે જાતની ઉધઈ ઉપદ્રવ કરતી હેય તે જાતનીજ રાણીને નાશ થવો જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com