________________
શુભસંગ્રહ ભાગ ચોથા
ધંધાવગરનું બને નહિ, તેમજ કોઈ પણ પારકી મહેનતે ચમન ઉડાવે નહિ.
પદ્ધતિસર ઉદ્ધાર જ્યારે આ પદ્ધતિ ચાલુ થશે, ત્યારે ગરીબાઈ નહિ રહે, અન્યાય નહિ થાય અને દાન આપવાની જરૂર પણ નહિ રહે. હૈપ્પીટલે, દવાખાનાં અને એશઆરામની જગ્યાએ સ્ટેજ પૂરી પાડશે. એટલે અમક માણસની સખાવતની કંઈ કિંમતજ નહિ રહે–અલબત્ત, જ્યાં સુધી સમાજની ક્રાંતિ થઈ નથી, ત્યાં સુધી સખાવત કરવી ખરી; પણ વધુ પૈસા ગરીબોનો ઉદ્ધાર કરવા માટે ચળવળ કરવામાં ખર્ચવા જોઈએ. ઘણી વખતે ગરીબોને થોડી મદદ આપવાથી તેમના ઉપર ઉલટી ખરાબ અસર થાય છે. ગરીબો પોતાના હક્કો સમજતા નથી, તેથી પૈસાદારોની સખાવતાથી અંજાઈ જાય છે. અજ્ઞાન મીલમજુરે એમજ સમજે છે કે, અમારા શેઠ કેટલા ભલા છે! અમારા કટુંબોમાટે તેમને કેટલી લાગણી છે. અજ્ઞાન લેકે આવી રીતે માનની લાગણી ધરાવતા થાય એટલે પિતાની સ્થિતિમાં સંતોષ માની, પિતાના માલેકે સામે લડવાનું ભૂલી જાય છે,
પ્રણાલી બદલો હિંદની હાલની સ્થિતિ જોતાં દાન આપવાની જરૂર છે ખરી, પણ તેમ કરવાથી આપણે ગરીબોના હિતની આડે આવીએ છીએ. તેમનામાં સ્વતંત્રતાનાં બીજ રોપવાને બદલે તેમની પરતંત્રતાની વૃત્તિને પિવીએ છીએ. ગરીબાના હિતેચ્છું હશે તે તો આખી પ્રણાલી | પ્રયત્ન કરશે અને તેમના હકકોને માટે લડવા તેમને તૈયાર કરશે. આ ઉપરથી દાન આપવાથી ફાયદા કરતાં ગેરફાયદા વિશેષ જોવામાં આવે છે.
(તા. ૧૯-૬-૧૯૨૮ ના દૈનિક “હિંદુસ્થાન”માં લેખિકાઃ- બી. આર.)
४९-उधईनो उपद्रव
--
—
ગુજરાતનાં અને ખાસ કરીને ઉત્તરગુજરાતનાં ખેતરોમાં ઉધઈનો ઉપદ્રવ માલૂમ પડે છે અને તેથી તૂલોને નુકસાન પણ થાય છે. આ બાબતમાં શું કરવું એવી માહીતી પૂછાવવા માટે ખેડુતો તરફથી અવારનવાર ગુજરાત વિભાગના મદદનીશ જંતુશાસ્ત્રીની કચેરીમાં પણ આવ્યા કરે છે. આથી કરીને સામાન્ય ખેડુતવર્ગની જાણમાટે ઉધઈ સંબંધી સામાન્ય માહીતી અત્રે આપવામાં આવી છે.
આપણે ઉધઈ શબ્દને ઉચ્ચાર કરીએ એટલે સામાન્ય રીતે ઘર અને ખેતરમાં અહીં તહીં જણાતા રાફડામાં રહેતી ઉધઈને ખ્યાલ આવે છે; પરંતુ વસ્તુતઃ તેમ નથી. ઉધઈની ઘણી જૂદી જૂદી જતો હોય છે અને તેમની રહેણીકરણી પણ જૂદી જૂદી રીતની હોય છે. એવી ગણત્રી કરવામાં આવી છે કે, એકલા દક્ષિણ હિંદમાંજ ચાળીસ કે પચાસ જાતની ઉધઈ માલૂમ પડી છે. ફક્ત કઇમતુરના સરકારી ફાર્મ ઉપરથી બાર જૂદી જૂદી જાતે મળી આવી હતી. આમાંની કેટલીક જાતે ઉગતાં તૂલોને નુકસાન કરે છે. કેટલીક ઝાડ પર પડે છે; કેટલીક ઈમારતી લાકડાંમાં છિદ્ર પાડે છે. બીજી કેટલીક એવી હોય છે કે તે ફક્ત સૂકાઈ ગયેલાં લાકડાં અને એવી જ વનસ્પતિ ઉપર પોતાનું ગુજરાન ચલાવે છે અને આ બધાથી જુદા પ્રકારની ઉધઈ થાય છે કે જે ધાસ અને yગ જેવી વનસ્પતિ ખાઈને જીવે છે. આ ઉપરથી જણાશે કે, જ્યારે ઉધઈને ઉપદ્રવ માલૂમ પડે, ત્યારે સૌથી મુખ્ય જરૂરની બાબત એ છે કે, નુકસાન કરનારી ઉધઈ કયી જાતની છે તેને ચોક્કસ નિર્ણય કરવો કે જેથી ચોકકસ ઈલાજ જી શકાય. દાખલાતરીકે ખેતરના તૂલમાં ઉધઈનો ઉપદ્રવ માલૂમ પડે, પરંતુ તૂલને નુકસાન કરનારી જાત જે પિતાના રહેઠાણ માટે રાફડા બનાવતી ન હોય, તો ખેતરમાં જણાતા બધા રાફડા ખોદી નાખવાથી કાંઈ વળે નહિ.
હવે ઉધઈનો ઉપદ્રવ અટકાવવા માટે શા ઇલાજ લેવા તે જાણવા માટે તેમની રહેવાની અને જીવવાની પદ્ધતિવિષે દરેક ખેડુતને થોડું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ. ઉધઈને રાફડે આપણે ઉકેલીને જોઈશું તે તેમાં જુદાં જુદાં કર્તવ્ય કરનારાં ત્રણ પ્રકારનાં કીટકે (જંતુઓ) મળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com