________________
શ્રીશક્તિ-પૂજા ૩૮–હા! મૈયા ચંડિકે !
હે માતા ! આ (હિંદુ સંતાન) જીવીને શું કરશે ? કીડીએસની પેઠે સંખ્યામાં બાવીસ કરોડ શું પણ બાવીસ અબજ હોય, તે પણ શું કરી શકવાના હતા ? હે ગૌરિ ! તારા અનન્ય ભક્ત શ્રીરામે એકલાએ દુર્દમ્ય રાક્ષસવંશનો નાશ કરી નાખ્યો હતે. હે માયા ! ગણ્યાગાંઠયા થોડાક
પૂતાનેજ સાથમાં લઈને આય કુળકેસરી મહારાણા પ્રતાપે સત્રા અકબરને નાકે દમ આણી દીધો હતો. હે દેવિ ! એકલા ગુરુ ગોવિંદે, એકલા બાજીરાવે અને વીર વૈરાગીએ પણ એકલાએજ આર્યધર્મની રક્ષા કરી હતી. દેશનો ઉદ્ધાર તે લક્ષ્મીબાઈ અને પદ્મિની જેવી વીરાંગનાઓ કરશે કે આ વિષયી પુતળીઓ ? આ તીડનાં ટોળાંથી તે ધરતીને ભારજ વધવાને ! આ પાપીઓથી તો પૃથ્વી દબાતીજ ચાલવાની ! જે બગભગતે માતાને ખાતર કાંઈ પણ સંગીન ભોગ નથી આપી શકતા, તેમના શ્વાસોચ્છાસથી તો દેશનું વાતાવરણ ગંદુજ થયા કરવાનું! તેથી એ ભરવિ ! આપની ક્રાંતિકારિણી ડાકણને તરતજ મેકો કે જેથી તેઓ દેશમાંથી એવાં તેવાં માનવોને ભાર ઉતારી નાખે ! હે માતા ! વાર શું એટલાજ માટે કરો છો કે, તેમને નરકમાં પણ જગા મળે તેમ નથી !
હિંદુઓ ! જુઓ, નભોમંડળમાં વિપ્લવ મચી રહ્યો છે; જુઓ, પ્રલયકારી મહાભયંકર કાળ ચાલ્યો આવે છે, રાક્ષસી રક્ત-પિપાસા ખાઉ–ખાઉ કરતી ધસી આવે છે, તે વિનાશક ગોળા ફેંકી રહી છે, અશાંતિની પ્રખર જવાળાઓ ભડભડ સળગી રહી છે, દશે દિશાઓ કંપી રહી છે, બ્રહ્માંડનો હપિંડ કંપી રહ્યો છે ! ! ! તમારામાંથી કોઈપણ દુર્ગતિનાશિની દુર્ગામૈયાનું આવાહન કરનાર છે ? શું કેાઈ દૈત્ય-મુંડેની આહુતિ આપનારો રાઘવેંદ્ર છે? શું કોઈ લક્ષ્મણની પેઠે ચૌદ વર્ષ અખંડ બ્રહ્મચર્ય ધારણ કરનાર આર્યપુત્ર છે ? શું કઈ રણકંકણ અને લોહકવચ ધારણ કરનાર પેશ્વા છે ? શું કોઈ દેશદ્વારને કાજે મૃત્યરૂપી પ્રિયતમાને આલિંગન કરશે ? શું કોઈ દુઃખીઓને હાહાકાર અને કરુણ આકંદ સાંભળીને હૃદયમાં જવાળારૂપી માળા પહેરવાને તૈયાર છે ? શું કોઈ “જનની જન્મભૂમિ' ને અભયનિનાદ ગજવનાર છે ?
(‘હિંદુપંચ ના વિજયાંકમાંથી અનુદિત).
૩૯–શ્રીશક્તિ-પૂજા
જે કદલી કે પાત મેં, પાત પાત મેં પાત; ત્યાં પંડિત કી બાત મેં, બાત બાત મેં બાત.
જે સમયે ભારતના પ્રાચીન આર્ય વિદ્વાનોને જ્ઞાનવિજ્ઞાનનો સૂર્ય ભારતના હિતરૂપી આકાશમાં મધ્યવતી હતું, તે વખતે તેમણે તેમનાં ભાવી સંતાનના–અમો વર્તમાન શિખા-સૂત્રધારી ભારતવાસીઓના કલ્યાણને માટે જે જે રીત-રિવાજ ચાલુ કરાવ્યા હતા, તે દરેક પ્રકારનાં કલ્યાણપ્રદ શિક્ષણથી ઓતપ્રોત હતા અને તે પણ ખરા. તેમના અન્યાન્ય શિક્ષણપૂર્ણ રીતરિવાજોમાં શારદીય શક્તિપૂજા એ ઘણું મહત્ત્વની વસ્તુ છે. મહાખેદ અને દુઃખની વાત છે કે, હાલમાં આપણે ભારતવાસીઓ શક્તિપૂજાના બાહ્યસ્વરૂપ આગળજ અટકી જઈએ છીએ અને તેની અંદર ભરેલા અમૃતસુધી પહોંચીને તેનું પાન કરવાની કંઇ કાળજીજ કરતા નથી. શક્તિ-પૂજામાં આપણે માટે જે અમૃત ભરેલું છે, તેની ઉપેક્ષા કરવાથી જ આપણી-વર્તામાન શિખાસૂત્રધારીઓની–હાલમાં આવી દુર્દશા થઈ રહી છે, કે જ્યાં ત્યાં આપણાં ભાઈભાંડુએ, માતાઓ અને બહેનોને પશુત્તિવાળા માણસે અપમાનિત અને કલંકિત કર્યા કરે છે. આપણું પૂર્વમાં પરશુરામજી અને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામચંદ્રજી એવા હતા કે જેમણે પોતાનાજ બાહુબળથી પિતાના પ્રિયજનોનું અકલ્યાણ કરવાવાળા મોટમોટા રાજા-મહારાજાઓને પણ ધૂળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com