________________
wwww
૮૦
શુભસંગ્રહ-ભાગ ત્રીજો ભેગા કરી દીધા હતા. તેઓ શક્તિના અદ્વિતીય પૂજારી હતા, શક્તિની હરહમેશ આરાધના કરીને તેમણે તેની પાસેથી પૂર્ણવરદાન પ્રાપ્ત કરી લીધાં હતાં. તેઓ આપણી પેઠે વર્ષમાં એક વાર શક્તિના પ્રતિનિધિની બાહ્યપૂજા કરીને ચૂપ થઈ જતા ન હતા. તેઓ હરહમેશ શક્તિની પૂજા કર્યા કરતા હતા અને પૂજા કરતી વખતે એ વાતને નહાતા ભૂલતા કે, આ સંસારમાં શક્તિહીન રહેવું, એના જેવું ભુંડું બીજું કઈ પાપ નથી. તેથી પ્રત્યેક સુજ્ઞ માનવે હમેશાં શક્તિશાળી રહેવું જોઈએ. તેઓ નિઋલિખિત મતનું મનન અને જપ કર્યા કરતા હતા કેઃ
शक्तिहीनं तु निंद्यं स्यात् वस्तुमात्रं-चराचरम् ।
અતઃ શશિ : સા સેવ્યા વિદ્રાફિક નિઃ || (દેવી ભાગવત ) શરદઋતુમાં શક્તિની પૂજા કરવાને માટે શક્તિની જે પ્રતિમા બનાવાય છે, જેમાં શક્તિની પ્રાણપ્રતિષ્ઠા કરીને આપણે શક્તિની પૂજા કરીએ છીએ; તેના હાથમાં જે અનેક પ્રકારનાં અસ્ત્ર, શસ્ત્ર અને આયુધ આપવામાં આવે છે, તેની કલ્પનાના મૂળમાં આપણા પૂર્વજોએ એવું તો ઠાંસી ઠાંસીને શિક્ષણ ભરેલું છે કે જેમ કેળના પાને પાનની અંદર પાન ભરેલાં હોય છે, તેમ દુર્ગતિનાશિની દુર્ગાના અનેક હાથમાં અનેક પ્રકારનાં આયુનો સંગ્રહ એજ વાતની ઘોષણા કર્યા કરે છે. તેના પૂજક ભક્તો પિતતાની વ્યક્તિગત શક્તિ ઉપર વિશ્વાસ કરીને કદી પણ શત્રુઓ – ની સામે જાય નહિ. જ્યારે પણ તેમને શત્રુઓ ઉપર હુમલો કરવો હોય અથવા હુમલો કરનારા શત્રુઓથી પિતાનું રક્ષણ કરીને તેમના દાંત ખાટા કરી નાખવા હોય, ત્યારે તેઓ ભગવતી મહિષાસુરમર્દિનીની પેઠે પિતાની સઘળી શકિતને સંધરૂપે એકત્ર કરીને તેની સહાયતાથી આત્મરક્ષણ અને શત્રુ ઉપર વિજય મેળવ્યા કરે. આવું શિક્ષણ આપવા માટે જ આપણું પૂર્વજોએ શુંભ-નિશંભ-મદમર્દિની ભગવતીની પૂજાનો પ્રચાર કર્યો હતો. આપણા પૂર્વજોને એજ આશા હતી કે, તેમના વારસ—આપણે–પણ, તેમણે સમજાવેલી વાતને મમ સમજીને આત્મિરક્ષણના ઉદ્દેશથી ભગવતી શક્તિની હરહમેશ આરાધના કરતા રહીશું; પણ હાય ! અમે તે તેમની બતાવેલી બાબતોને વિદાય આપીને અમારેજ હાથે અમારે ઘાત કર્યો છે. હજી પણ જો આપણે આપણી દુર્દશા જોઈને આપણા પૂર્વજોની ચતુરાઈને સમજી જઈએ અને આપણું કલ્યાણ કરનારી શક્તિદેવીના પૂજક બનીએ, તે હજુ પણ કંઈ બાજી છેક બગડી ગઈ નથી. આ વર્ષે ભગવતી કાળીની છેડશોપચારથી પૂજા કરીને આપણે દૃઢ થઈને આપણા આત્મબળને સંધનું રૂપ આપવાનો નિશ્ચય કરીને તે માટે પ્રયત્ન આદરીએ તે આપણે સંપૂર્ણ શક્તિવાન થઈને સુખી થઈ શકીએ તેમ છીએ.
(‘હિંદુપંચ ના વિજયાંકમાંના પંડિત ગંગાપ્રસાદજી અગ્નિહોત્રીના લેખપરથી અનૂદિત.)
૪૦–દેવીરૂપે શક્તિ-પૂજન
સામાન્ય રીતે હિંદુઓ વર્ષમાં કેટલીયે વાર અને કેટલેય પ્રકારે શક્તિ-પૂજા તે કરે છે પરંતુ વસંતઋતુમાં વાસંતી પૂજ અને શરઋતુમાં શારદીય દુર્ગાપૂજા ઘણું કાળથી ભારે ધામ-- ધમપૂર્વક ઉજવાય છે. કહેવાય છે કે, ભગવતી આદ્યાશક્તિને પ્રસન્ન કરવા માટે રાવણે વસંતઋતુમાં તેમની જોડશોપચારથી પૂજા કરી હતી અને ભગવાન રામચંદ્રજીએ શરઋતુમાં શારદીય પૂજા કરી હતી, તેથી તેનું મહત્વ વળી વિશેષ મનાય છે અને ભારતવર્ષમાં હાલ લગભગ બધેજ ભિન્ન ભિન્ન નામોથી દેવીનું પૂજન થાય છે. પશ્ચિમ ભારતમાં નવરાત્ર, ગુજરાતમાં સ્ટાણી, દક્ષિણમાં અંબિકા, કાશ્મીરમાં અંબા, આસામ અને બંગાલમાં દુર્ગોત્સવ તથા બિહારમાં દેવી વગેરે જુદે જુદે સ્વરૂપે દેવી–પૂજન થાય છે. ક્યાંક ક્યાંક દેવીપૂજનને કલ્યાણીપૂજન પણ કહે છે. આ રીતે હિમાલયથી તે કન્યાકુમારી સુધી, આસામથી ભારતની પશ્ચિમ સીમાપય ત, સર્વત્ર આ અવસરે ભગવતી આદ્યા શક્તિની પૂજા થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com