________________
G૮
*
શુભસંગ્રહ-ભાગ ત્રીજો થતો નથી. રીંવા રાજ્યના ગેઝેટિયર-લેખકે દેશી શબ્દોની “લૈંસરી' માં નીચે પ્રમાણેની નોંધ આપી છે –
દશેરાનો અર્થ દશ (પાપ) હરણ કરનાર થાય છે. તે આસો સુદી ૧૦ ને દિવસે આવે છે અને રાજપૂત તથા મરાઠાઓને ખાસ તહેવાર ગણાય છે. રામે દુર્ગાની પૂજા કરીને રાવણ સાથે યુદ્ધ કરવાને દશમને દિવસે પ્રયાણ કર્યું હતું અને તે જ દિવસે વિજય મળવાથી તેનું નામ વિજયાદશમી પડયું છે. આ તહેવાર વર્ષાઋતુનો અંત દર્શાવે છે. તે દિવસથીજ ક્ષત્રિય વિજય-પ્રસ્થાન કરતા હતા. આ ઉપરથી વિજયાદશમીને અર્થ તો બરાબર સમજી શકાય છે; પરંતુ દશેરાનો અર્થ તો તેમ છતાંયે સ્પષ્ટ થતો નથી. એવાં કયાં દશ પાપે હતાં કે જેનું આ અવસરે હરણ થાય , છે, તે પણ સમજાતું નથી. એ ઉપરથી લાગે છે કે, પ્રાચીનકાળમાં એ દશ પાપ એટલાં જાહેર
- જેમને ગણાવવાની જરૂર નહિ પડતી હોય. જેમ વર્તમાન સમયમાં ચાતુર્વણ્ય કહેવાથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શકને ગણાવવાની જરૂર પડતી નથી. પ્રાચીન શાસનમાં “દશાપરાધ” ને ઉલ્લેખ કરેલો છે, પરંતુ ક્યાંય તે દશ અપરાધોનાં નામ લખેલાં જણાતાં નથી. અલબત્ત, કાશીનાથ ઉપાધ્યાયના ધર્મસિંધુસારમાં નીચે લખેલા લકે મળી આવે છે -
अदत्तानामुपादानं हिंसा चवावधानतः। परदारोपसेवा च कायिकं त्रिविधं स्मृतं ॥ पारुष्यमनृतं चैव पैशुन्यं चापि सर्वशः। असम्बद्ध प्रलापश्च वाङमयं स्याचतुर्विधं ॥ परद्रव्येष्वभिध्यानं मनसानिष्टचिन्तनम् । वितथाभिनिवेशश्च मानसं त्रिविधं स्मृतम् ।। एतानि दश पापानि हर खं मम जाह्नवी।
दशपापहरा यस्मात्तस्माद्दशहरा स्मृता ॥ અર્થાત-ચેરી, હત્યા અને પરસ્ત્રીગમન, એ ત્રણ શારીરિક પાપ છે. કટુવચન, જૂઠ, નિંદા અને મિથ્યાપ્રલા૫, એ ચાર વાચિક પાપ કહેવાય છે. બીજાના ધનનો લોભ, અનિષ્ટનું ચિંતન અને અસત્યની હઠ, એ ત્રણે માનસિક પાપ છે. આ દશ પાપે છે. હે ગંગા ! તું આ દશ પાપને હરી લે છે, તેથી દશેરા-દશહરા કહેવાય છે. આ જ પ્રમાણે વાગમન અષ્ટાંગ હૃદયમાં લખ્યું છે કે –
हिंसास्तेयान्यथा काममपैशुन्यं परुषानृते । संभिन्नालाप व्यापादमभिध्याग्विधवपर्ययम् ॥
पापं कमति दशधा कायवाङ मानसैस्त्यजेत् ॥ આમાં પણ ઉપર જણાવાયેલાંજ દશ પાપ વર્ણવેલાં છે. .
જેઠ માસમાં પણ એક દશેરા-દશહરા આવે છે, તે વખતે ગંગામાં સ્નાન કરવાથી દશ પાપ નાશ પામે છે.
(‘હિંદુપંચ ના વિજયાં કમાંના રાયબહાદૂર હીરાલાલના લેખ ઉપરથી અનૂદિત)
-
-
—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com