________________
દશા અથવા દશહરા એટલે ?
(૭
શક્તિ પેદા થઈ કે જેથી તેઓ હિંદી મહાસાગરના સઘળા ટાપુઓમાં જઇને વસી શક્યાં. જેણે ભગવાને સ્વયં સમુદ્રની પાર જઈને લંકા ઉપર વિજય ન કર્યો હોત, તો સિંહલદ્વીપ, જાવા, મલાયા અને મલાક્કા વગેરે દેશમાં આર્યધર્મ અને આર્યસભ્યતા ફેલાવી અસંભવિત હતી; તેથી વિજયાદશમીને તહેવાર હિંદુજાતિને તેના બહાર ફેલાયેલા સામ્રાજ્યનું સ્મરણ કરાવે છે. આજની આપણી પતિત અવસ્થા તો જુઓ ! આપણે આજે તો બસ એમજ સમજી બેઠા છીએ કે, સમુદ્રમાં થઈ વિદેશ જવાથી ધર્મભ્રષ્ટ થઈ જઈએ છીએ ! કારણ એજ છે કે, આપણે એટલા પતિત થઈ ગયા છીએ કે આવા મહાન જાતીય તહેવારના મહત્ત્વને પણ ભૂલી ગયા છીએ. આપણે આ તહેવાર આપણું સ્ત્રી-પુરુષ અને બાળકો સૌ કોઈને માટે માત્ર રમતગમત અને ખેલ-તમાશાનું જ સાધન બની ગયો છે. આપણા બધા ઠાઠમાઠ અને પૂજાના આડંબર આપણા હૃદયમાં સાચા જાતીય પ્રેમની લહરિઓ ઉત્પન્ન કરી શકતા નથી. આપણે પોતે પતિત થવાની સાથે સાથે આપણે જાતીય તહેવારને પણ પતિત બનાવી દીધા છે !
વધારે શું લખું ? હું ઈશ્વર પાસે એક વરદાન માગું છું કે, વિજયાદશમીના તહેવારને દિવસે હિંદુજાતિમાં નવેસરથી સ્વજાતિ-પ્રેમ ઉત્પન્ન થાઓ; આપણે પ્રત્યેક હિંદુને ગમે તેટલા નીચ જાતિનો હોય, તો પણ તેને આપણે આપણો ભાઈ સમજીએ અને નવેસરથી જાતીય તહેવારોના મહત્ત્વની સ્થાપના કરીએ.
(“હિંદુપચ' ના વિજયાંકમાંથી અનદિત. લેખક-દેવતાસ્વરૂપ ભાઈ પરમાનંદજી એમ. એ.),
૩૬-વિજયે
-=
સ્વાગત ! સ્વાગત વિજયે !! નિજ ગંભીર–નિનાદ-વિજ્ય સે કર દે કમ્પિત દેશ, હે ક્રોધિત ખુલવા દે હમ સે કાયરતા કા વેશ. સ્વાગત
યા નિજ ગૌરવ સબ હમને હો વિલાસ-આધીન, યહ વિલાસ-પ્રિયતા વિનષ્ટ કર ભર ઉત્સાહ નવીન. સ્વાગત કાયર જન કી ભાંતિ મૂક હે સહતે અત્યાચાર, ભર દે શક્તિ માતુ! કર પાયે દુઓં કા પ્રતિકાર. સ્વાગત તને હુંકાર કર સકે હમસેં નવ-જીવન સંચાર, હે જાયેં સ્વદેશ–વેદીપર મરને કો તૈયાર. સ્વાગત
(“હિંદુપંચના વિજયાંકમાંથી)
૩૭–દશરા અથવા દશહરા એટલે?
પ્રાચીનકાળમાં ચાર વર્ણોને માટે જે રીતે જુદા જુદા વ્યવસાયો નકકી કરેલા હતા, જેમકે બ્રાહ્મણોને માટે પઠન-પાઠન, ક્ષત્રિયાને માટે રક્ષણ-પાલન, વૈશ્યને માટે વેપાર અને શુદ્રોને માટે. સેવા, તેજ પ્રમાણે પ્રત્યેક વર્ણને પિતાની પ્રધાનતા દર્શાવવાનો અવસર મળે, એવા ઉદ્દેશથી વર્ષની અંદર ચાર મોટા મોટા તહેવારો નક્કી કરવામાં આવ્યા હોય તેમ જણાય છે. રક્ષાબંધન (બળેવ) એ બ્રાહ્મણોનો મુખ્ય તહેવાર છે; દશેરા ક્ષત્રિયોનો; દીવાળી વૈોન અને હોળી શકો. તેમાંથી ત્રણ તહેવારોના નામોના અર્થ તો સહેજે સમજાય છે; પરંતુ ચોથા દશેરાને અર્થ સ્પષ્ટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com