________________
e
શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૩૩-ભારતીય સમાજશાસ્ત્રની આધારશિલા
વર્ણવ્યવસ્થાને શાસ્ત્રીય આદર્શ બ્રાહ્મણના ગુણ, કર્તવ્ય અને અધિકાર
લેકે અધિકારની મારામારીમાં નહિ પડતાં કર્તવ્ય તરફ વિશેષ દૃષ્ટિ રાખે તો સમાજની વધારેમાં વધારે બુરાઇઓ આપોઆપ જ દૂર થઈ જાય. જ્યારથી લોકોએ કર્તવ્યને નહિ ગણકારતાં સ્વાર્થ બુદ્ધિથી પ્રેરાઈને અધિકારો ઉપર વિશેષ દષ્ટિ રાખવા માંડી, ત્યારથી જ જન્મસિદ્ધ જાતિભેદની હાનિકારક પદ્ધતિ ઉત્પન્ન થઈ અને ત્યારથી જ આપણાં દેશનું અધ:પતન ઝડપથી શરૂ થયું. આથી એ વાતનો ઇન્કાર થાય તેમ નથી કે, આપણા સઘળા ધર્મગ્રંથોમાં બ્રાહ્મણનું સ્થાન સર્વોચ્ચ મનાયું છે અને એટલે સુધી કહ્યું છે કે
___ " सर्वस्वं ब्राह्मणस्येदं यत्किंचिद् जगती गतम्।" સંસારમાં જે કંઈ પણ છે તેને માલિક બ્રાહ્મણ જ છે, બીજા બધા માણસો બ્રાહ્મણની દયાથીજ તેને ઉપભોગ કરે છે વગેરે. પરંતુ તેવા બ્રાહ્મણનો જે કઠિન આદર્શ બતાવેલો છે, તેને ખ્યાલમાં નહિ રાખતાં લોકો કહી નાખે છે કે, ધર્મશાસ્ત્રકારોએ બ્રાહ્મણોનો યોગ્ય પક્ષપાત કર્યો છે. ખરી રીતે વાત એવી નથી. મન. ૧-૯૮, ૯૯ માં બ્રાહ્મણ કોણ ? એ વિષે લખ્યું છે કે, તે ધર્મની સાક્ષાત મૂર્તિ સમાન છે. તે ધર્મને ખાતરજ જન્મે છે; તેથી ધર્મનું પાલન કરતાં કરતાં તે મેક્ષ મેળવી શકશે. બ્રાહ્મણ ધર્મરૂપી ભંડારનું સંરક્ષણ કરવા માટે જ જન્મેલે. છે અને તેથી જ તે સર્વ ભૂતપ્રાણીઓને ઈશ્વર ગણાય છે. આ જાતના લેકથી સ્પષ્ટ થાય છે કે, ધર્મમૂર્તિ, મનુ મહારાજ ધર્મભંડારના રક્ષણ કરનાર પુણ્યાત્મા બ્રાહ્મણોની જ પૂજા કરવાને આદેશ આપે છે. નાતજાતનું મિથ્યા અભિમાન રાખનારા લાડુભટ્ટની નહિ. મનુ. ૧૦-૩ માં બ્રાહ્મણ સર્વ વર્ણોમાં શ્રેષ્ઠ શામાટે ગણાય છે, તે વિષે સમજાવતાં કહ્યું છે કે –
"वैशेष्यात्प्रकृतिज्यैष्ठयान्नियमस्य च धारणात् ।
संस्कारस्य विशेषाश्च वर्णानां ब्राह्मणः प्रभुः॥" તાત્પર્ય એ છે કે, બ્રાહ્મણમાં બીજી વણે કરતાં જ્ઞાન, તપ વગેરે વિશેષ હોય છે, તેની પ્રકૃતિ અથવા સ્વભાવમાં વધારે સાત્વિકતા હોય છે, તે વેદાધ્યયન વગેરે નિયમો તથા અગ્નિહોત્ર વગેરેનું ખાસ પાલન કરે છે અને બીજાઓને કરાવે છે, તેથીજ બ્રાહ્મણ સર્વશ્રેષ્ઠ છે. જ્યાં આર. વિશેષતાઓ નથી હોતી, ત્યાં બ્રાહ્મણ પણ હોઈ શકતું નથી, તેથી મનુ મહારાજે કહ્યું છે કે, જે માણસ બ્રાહ્મણકુળમાં જમવા છતાં પણ વેદના અભ્યાસ કરતો નથી અને સંધ્યાદિ નિત્યકર્મોનું નિયમપૂર્વક અનુષ્ઠાન કરતો નથી, તે શજ છે. ( જુઓ મનુ ૨,૧૬૮ અને ૨,૧૦૩) હવે મનુસ્મૃતિને જ આધારે અમે બ્રાહ્મણોના કઠિન આદર્શો અને થોડોક ઉલ્લેખ કરીશું. મનુ ૨,૬૨ માં બ્રાહ્મણવિષે લખ્યું છે કે –
संमानाद् ब्राह्मणो नित्यमुद्विजेत विपादिव ।
अमृतस्येव चाकांक्षेदवमानस्य सर्वदा ॥ અર્થાત–સાચા બ્રાહ્મણે પિતાની પ્રતિષ્ઠાથી ઝેરની જેમ ડરવું જોઈએ અને આ પ્રતિષ્ઠા અથવા તિરસ્કારનું અમૃતની પેઠે સ્વાગત કરવું જોઈએ. સાચા બ્રાહ્મણોનું પૂજન કરવું, એ મુખ્ય કર્તવ્ય છે; પરંતુ જેને પોતાને જ તેની ચિંતા થતી હોય કે લેકે મારું સન્માન કરે તે સારું, તે બ્રાહ્મણ સાચા આદર્શથી હજુ અનેક કોશ દૂર છે, એમ માનવું જોઈએ. આજે બ્રાહ્મણત્વનું અભિમાન રાખનાર કયો માણસ આ આદર્શને પહોંચવાનો પ્રયત્ન પણ કરે છે ? સાદાઈને આદર્શ રજુ કરતાં મનુ મહારાજે ૪-૭ માં તે એટલે સુધી કહ્યું છે કે –
कुशूलधान्यको वा स्यात्कुम्भी धान्यक एव वा। व्यहैहिको वापि भवेदश्वस्तनिक एव वा ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com