________________
ચીનનું સ્વાતંત્ર્ય ચુદ્ધ મેળવવાં વગેરે સંપૂર્ણ વિગતો તેમણે એ પુસ્તકમાં આપી છે. અનુભવીઓએ તેમની યોજનાનાં વખાણ કર્યા છે. એ યોજનાઓને અમલ થતાં ચીન આજના કરતાં કાંઈક જુદુજ હશે.
અને ચીન માત્ર પિતાનાં બહારનાં બંધને તોડીને સંતોષ માની બેઠું નથી. તેણે પોતાના દો અને ઉણપ પણ નિહાળી લીધી છે અને પિતાની આત્મશુદ્ધિનો યજ્ઞ પણ આરંભ્યો છે. લાંબા ચોટલાએ પર તેણે એકજ સપાટે કાતર મૂકી દીધી છે, દેશના મોટા ભાગે અફીણ છેડયું છે અને બાકી રહ્યા છે તે પણ છેડતા જાય છે. પહેરવેષમાં પણ ફેરફાર કર્યો છે. સંખ્યાબંધ યુવાને પરદેશમાં હુન્નરકળા અને ઉદ્યોગધંધાનું શિક્ષણ લઈ રહ્યા છે. અનેક યુવાને પરદેશમાં લશ્કરી અને નૌકાની તાલીમ લઈ રહ્યા છે. આખુંયે ચંને પ્રગતિને પંથે વળ્યું છે. પ્રભુ ચીનના એ મનોરથ પાર પાડો અને પિતાની આઝાદી ઈચ્છતી પ્રજા ચીનના આ મહાયજ્ઞમાં થી પાઠ શીખો !
(“મુંબઈ સમાચાર'ના સં. ૧૯૮૩ ના દિપિસ્વી અંકમાં લેખક-રા. “વિનોદ')
૩૨– ધાર્મિક ઘેલછા
ડાક વખતપર બનારસ કોલેજમાં અંગ્રેજી શિક્ષણ મેળવેલા નવયુવાન રાજા પોતાની સ્ત્રી તથા માં સાથે મુસાફરી કરતા તીર્થમાં ફરતાં અયોધ્યામાં આવ્યા. મા જુના વિચારની હતી. સરયૂમાં સ્નાન કર્યા પછી માએ પુત્રને કહ્યું કે, હું તારા પિતાની સાથે અહીં આવી, ત્યારે તારા બાપે મને પંડયાને દાનમાં આપીને પછી મને ખરીદી હતી, તેથી મહાપુણ્ય ગણાય છે, શિક્ષિત બેટાને એ વાત ગળે ન ઉતરી. માતાને ઘણું સમજાવી, પણ તે શેનું માને ? હારીને પુત્રે પોતાની સ્ત્રીને શણગાર પહેરાવી પંડયાને દાન કરી દીધી. સંકલ્પવિધિ પૂરો થતાં રાજાના નોકરોએ પંડયાને તે સ્ત્રીનું મૂલ્ય પૂછ્યું. પંડયાએ રૂપિયા નહિ લઉં એમ કહી મૌન પકડયું. માના કહેવાથી નોકરાએ હજારના તોડા પંડ્યા પાસે મૂક્યા, પણ પંડયાએ જવાબ આપે કે, રૂ. ન મને દાનમાં મળેલી ચીજ હું વેચવા માગતા નથી. એ ઉપરથી રાજાને ઘણી રીસ ચઢી અને હુકમ કર્યો કે, બદમાસને બૂટ મારો અને પાલખી લઈ કાંઈ પણ આપ્યા સિવાય સ્ત્રીને લઈ : પરંતુ ધર્માવતાર માએ પુત્રને ઠપકો આપ્યો અને પંડયાની આજ્ઞા સિવાય પુત્રવધૂ નહિ લેવાની આજ્ઞા ફરમાવી. આથી રાજા પાછા ઠંડા પડયા ને પંડયાને સમજાવવા માંડયો. વળી કિંમત પણ વધી તે એટલે સુધી કે રાણીના શરીર પરના તમામ દાગીના અને ૧૦ હજાર રૂપિયા રોકડા આપવાનું ફરમાન થયું. પરંતુ પંડ્યાજીના મનમાં તે રાણી વસી હતી, તેથી કઈ રીતે સમજે નહિ. ગભરાઈ જઈ રાજા સાહેબે ફેજાબાદના કમીનરને અરજ કરી. કમીટનર પણ આ વાત સાંભળી ખૂબ હસ્યો; પરંતુ આખરે પંડ્યાને કેદ કરી જેલમાં પૂર્યો. એક રાત કોટડીવશ થતાં પંડયાછ ઠેકાણે આવી ગયા અને શરીરના દાગીના તથા રૂ. ૧૦ હજાર લેવાની હા પાડી. કમીનરે કહ્યું કે હવે માલની કિંમત ઉતરી છે, તેથી હવે એટલુંએ નહિ મળે. આખરે ૩ દિવસ કેદમાં રહ્યા પછી છેવટે હજાર રૂ. લેવા હા પાડી. તે પછી કમીનરે રાજા પાસેથી હજાર રૂ. અપાવી રાણીનો કબજો સંપા.
(“ખેડાવર્તમાન” ના તા. ૨૧-૧૨-૨૭ ના અંકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com