________________
ચીનનું સ્વાતવ્ય-યુદ્ધ
કરતા હતા. દરેક જીલ્લામાં ત્રીસથી ચાલીસ મથકો એવાં મુકરર કર્યા હતાં કે જ્યાં ઇસાર થતાંની સાથે ઓછામાં ઓછા એક હજાર માણસેસહિત બધે વહીવટ હાથમાં લેવા અમુક સભ્યો ખડે પગે તૈયાર હતા. બધા જીલ્લાઓ વચ્ચે વહેવાર દૂતમારફત ચલાવતા. અમે કાંઈ લખી મોકલતા નહિ, પરંતુ મેઢેથીજ સંદેશો પાઠવતા. કોઈપણ વ્યક્તિને કનડવાને અમારો લેશમાત્ર ઇરાદો -નહે. અમારા ચુંટી કાઢેલા અનુયાયીઓને અમે બંધારણપૂર્વક વહીવટ કરવાની તાલીમ આપી હતી. સૈનિકો અમારી સાથે જોડાવા તૈયાર હતા, પરંતુ ત્યાં જ અમારી મુશ્કેલી હતી. બળવો જગાવો સહેલો હતો, પરંતુ એટલી મોટી ફેજને કાબુમાં રાખવી એ મુશ્કેલ હતું. કાયદા કે વ્યવસ્થાનું તેમને ભાન નહોતું. તેઓ ઉશ્કેરાય તે પ્રજાના જાનમાલ જોખમમાં આવી પડે. રખેને તેઓ લુંટફાટ ચલાવે એવો ભય રહ્યા કરતો. આખરે ખૂબ મસલત પછી અમે ત્રીસ આગેવાનોએ સો સો ચુનંદા અંગરક્ષક તૈયાર કર્યા. ત્રણ હજાર એ અને બીજા પ્રાંતના ત્રણ હજાર મળી છ હજાર સૈનિકે વ્યવસ્થા જાળવવા તૈયાર કર્યા. બળવામાટે કટોબરનો એક દિવસ મુકરર કર્યો. હોંગકોંગને અમારો એજંટ સઘળી તૈયારીની ખબર આપે; તેમજ ત્રણ હજાર સૈનિકો, દારૂગોળ અને સાતસો મજુરો મેકલે કે તરતજ અમારે બધાં મથકે એ દૂત મોકલી, અમારી જુદી જુદી ટુકડીઓ પાડી દઈ એકસાથે બધે બળવો જગાડવાની ગેાઠવણ હતી. હોંગકોંગથી તૈયારીનો સંદેશો આવ્યો. દૂતે રવાના થયા. થોડી વાર પછી ત્રણ હજાર સૈનિકાને બદલે સ દેશ આવ્યો કે ગડબડ થઈ છે. સૈનિકે નહિ આવી શકે.” હવે શું થાય ? તેને પાછા બેલાવવાનું અશકવ્યું હતું. મજુરો ન મોકલવા તાર કર્યો, પરંતુ કંઇક સમજફેર થઈ અને મજુરો આવી પહોંચ્યા. હવે તેમને કોણ ધણી ! તેઓ રખડતા થઈ પડયા, અમારો ભેદ દૂટી ગયો.”
“પછી તો સરકારના કેપની વાત શી ? અમે આગેવાનો તે ચેતી ગયા હતા, એટલે સપડાઈએ તેમ નહોતું. પરંતુ સરકારે કેટલાયે નિર્દોષ મજારોને ફાંસીને માંચડે ચઢાવી દીધા. સોળ માણસને, તેઓ આગેવાન છે એમ ધારીને, સરકારે ગરદન માર્યા. અમે ખરા આગેવાન તો આબાદ છટકી ગયા. હું મારી ટીમલૈન્યમાં હોંગકોંગ ગયો. સરકારી જાસુસે મારી પાછળ æયા હતા. હું ઘણી વખત તેમની પાસેથી પસાર થતું, પરંતુ કોઈ મને ઓળખી શકતું નહિ. ત્યાં અઠવાડીઉં રેકાઈ મારૂં કુટુંબ, પત્ની, બાળકો અને માતા મારી પાછળ આવી શકે એવી ગોઠવણ કરી હું મારી પાછળ ભમતા મૂર્ખાઓની નજર સામે સ્ટીમરંપરા ચઢી ગયો. એક વર્ષ સુધી ભટકતો ભટકતો હું લંડન પહોંચે. જાસુસે મારી પાછળ ભમતાજ હતા. આખરે લંડનમાં ચીની એલચી ખાતાની હદમાં હું ફસાયે. મને મારા અંગ્રેજ મિત્રાએ ચેતવ્યા હતા, પરંતુ હું એક વખત ફરવા નીકળ્યો હતો ત્યાં બે માણસોએ મને બોલાવ્યો. ચીની એલચી ખાતાની હદ હું ભૂલી ગયો હતો. પેલાઓએ મને બળવાવિષે ચર્ચા કરવા પિતાને ત્યાં આમંત્રણ કર્યું. મેં આનાકાની તે કરી, પરંતુ તેઓએ મને જબરદસ્તીથી પકડી એક મકાનમાં કેદ કર્યો. મારી આસપાસ મજબૂત ચોકી–પહેરે ગોઠવાયો. મેં છટકવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ લાગ ન ફાવ્યો. આખરે ચીની એલચી ખાતાના એક અંગ્રેજ નોકરને ફેડીને મેં મારા અંગ્રેજ મિત્રોને મારી હાલતના સમાચાર પહોંચાડયા અને તેઓની મદદથી હુંછુટયો.”
બળવાનો પ્રચાર લંડનમાંથી છી તેમણે જાપાનનો માર્ગ લીધો. જાપાનમાં ચીની વિદ્યાથીઓએ તેમનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું. ત્યાં પણ તેમણે પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખી અને થોડા જ દિવસોમાં ટંગ-મીંગ-હુઈ' નામનું મંડળ સ્થાપ્યું. એ મંડળનો હેતુ ચીનને જાગ્રત કરવાને, પ્રજાને પરાધીનતાનું ભાન કરાવવાનું અને આઝાદીના યુદ્ધ માટે કટિબદ્ધ કરવાનો હતો. એ હેતુથી “પીપલ” (પ્રજા) નામનું અઠવાડિક પત્ર શરૂ કરવામાં આવ્યું અને તેમાં મંચુરિયાની સરકારના સડા, જુમે અને નિર્માલ્યાના બનાવો છતા કરવા માંડયા. તે ઉપરાંત ભૂતકાળમાં પણ રાજસત્તાએ કરેલા અમાનુષી અત્યાચારો અને અન્યાયે પણ પ્રગટ કરવા માંડયા. “પ્રજાએ પોતાના પૂર્વજો પર ગુજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com