________________
શુભસંગ્રહ -ભાગ ત્રીજી
રેલા ગજબનું વેર કાં ન લેવું ?” એવી ખુલી ઉશ્કેરણી ચાલુ કરવામાં આવી. જોતજોતામાં આખાયે ચીનમાં અને બીજે જ્યાં જ્યાં ચીનાઓ વસતા હતા ત્યાં “પીપલ'ને પિકાર પહોંચી ગયો. મંચુરિયાની સરકારનાં ગાત્ર ઢીલાં પડવા માંડ્યાં. તેણે પણ પિતાની ખરી પડતી ઇમારતો અને ડાલતાં સિંહાસને બચાવવાના પ્રયત્નો આદયો. જાપાનની સરકારને તેણે વિનવી, ચીની રાજસત્તા સાથે મૈત્રી ઇચ્છતા જાપાને “પીપલ” બંધ કરાવ્યું. ચીની રાજસત્તાના એ મિથ્યા પ્રયાસો હતા. ખુલ્લી ચળવળ દબાવી દેવામાં આવતાં સુન–ચાટ-સેને ગુપ્ત મંડળો સ્થાપવાં શરૂ કર્યા. તેમણે “કંગ-ચીંગ' (એકસંપે આગળ ધસો) નામનું મંડળ થયું. એ મંડળનો હેતુ સિનિક અને વિદ્યાર્થીઓને સરકારની સામે બળવો ઉઠાવવા માટે ઉશ્કેરવા સારૂ પ્રાંતે પ્રાંતમાં પ્રચારકો મોકલવાનું અને બળવામાટે ફંડ એકઠું કરવાનું હતું. જેમને સૈનિક અમલદારો અને વિહાથમાં ઓળખાણું કે મૈત્રી હોય, તેવા ઉત્સાહી પ્રચારકોને શોધી શોધીને મોકલવામાં આવ્યા. તેમણે પોતાનું કામ પૂર વેગે ચલાવવા માંડયું. અલબત્ત એમાં જીદગીનું જોખમ હતું આઝાદીનાં મૂલ તે એવાં મેધાંજ હોય ! સઘળી વાતો ગુપ્ત રાખવામાં આવતી, મસલતનાં સ્થળે કોઈને વહેમ ન પડે એવાં મુકરર કરવામાં આવતાં; ખાનગી સભાઓ ભરવામાં આવતી. જેઓ બળવામાં સામેલ થવા આનાકાની કરતા, તેમને ઍમ્બથી ઉડાવી દેવાની ધમકીઓને પણ પ્રયોગ કરવામાં આવતો.
બોમ્બ ફૂટ આમ એક બાજુ પ્રચારકાર્ય ચાલી રહ્યું હતું ત્યારે બીજી બાજુ હું કાઉમાં બોમ્બ બનાવવા નું કામ પણ એટલાજ વેગથી ચાલુ હતું. સુત-વુ અને લિયુ-કીંગ નામના બે યુવાનો એ કાર્યમાં કુશળ હતા. કન્યાં ક્યાં કેટકેટલો ખજાનો હતો, તેની પણ બાતમી મેળવી રાખવામાં આવી હતી. છેવટે ૧૯૧૧ ને ડિસેમ્બર મહીનો વિપ્લવના મહાયજ્ઞના મુહૂર્તમાટે મુકરર કરવામાં આવ્યા. વાઇસરૈયપર બાબ ફેકવો અને એ ધડાકાની સાથે આખા ચીનમાં બળવાને પ્રચંડ ધડાકે કરવા, એવી વ્યુહરચના રચવામાં આવી. લિયુ-કીંગની બળવાખોર પત્નીએ ફેરીવાળીને વેષ લઈ વાઈસરોયપર ઍમ્બ ફેંકવાનું બીડું ઝડપ્યું.
આ પ્રસંગે પણ એક કમનસીબ બનાવ બનવા પામ્યું અને અકાળે આગ સળગી ઉઠી. ૧૯૧૧ ના એંકટોબરની તા. ૯ મીએ સાંજે ચાર વાગે બોમ્બ બનાવતાં સુન-વના હાથે કંઈક ગફલત થવાથી એક જબર ધડાકો થયો. બાજુમાંજ હૈકાઉનું રશિયન મથક હતું. રશિયન પોલીસ દોડી આવી. બાબનું કારખાનું, ઍમ્બ બનાવવાની સઘળી વસ્તુઓ, બળવા પછીના ઢંઢેરાની છાપેલી નકલો, ખાનગી પત્ર, બળવાખોરોનાં નામોની યાદી અને બળવાખોર સૈનિકોના નિશાનની પટ્ટીઓ વગેરે સધળું પકડાઈ ગયું. સુન-લુનો ચહેરો બૅબે છેદી નાખે, એમ છતાં પણું તેને તો પોલીસની પધરામણી થતાં પહેલાં છુપી રીતે સારવારમાટે મોકલી દેવામાં આવ્યું. લિય-કીંગ પણ નાસી છૂટયો. તેના ભાઈ અને પત્નીને સરકારે કેદ કર્યો, બીજા સંખ્યાબંધ માણસેને પણ એડીઓનાં બંધન પડવાં. બીજે જ દિવસે સવારે ચાર જણને ફાંસીને માંચડે લટકાવવામાં આવ્યા. લિય-કીંગના ભાઈને હજુ ફાંસી દેવામાં નહોતી આવી, કેમકે તેના પર અત્યાચારો ગુજારી તેના ભાઈ કન્યાં છે. તે તેની પાસેથી કઢાવવાની સત્તાધીશોની ધારણા હતી. તેમની એ ધારણા પાર ન પડી અને લિય-કીંગ તેમના હાથમાં ન જ આવ્યો.
બળવે તા. ૯મીની રાત્રે બેબના કારખાના પાસે રશિયન પહેરેગીરેસિવાય કોઈ નહોતું. સર્વત્ર સ્મશાન જેવું શૂન્યકાર હતું. કાર્ડના એક ખૂણામાં લિય-કીંગ વિચાર કરતો બેઠે હતે. બળવાની આખી યેજના તેના હાથમાં હતી. તેણે વિચાર કર્યો કે, બળવાની વાત ફૂટી ગઈ છે. એટલે હવે તો હમણાંજ ઘા કરી લે; નહિ તો સરકાર આખી બાજી ચુથી નાખશે. તેણે બળવામાં ભાગ લેવા ઇરછતા લશ્કરને ખબર પહોંચાડી કે, બળવાખોરોની યાદી અને યોજના સરકારને હાથ ગઈ છે. એટલે તે તેમને ગરદન માર્યાવિના નહિજ રહે, તે પછી શા માટે બહાદૂરીથી લડતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com