________________
AMAAAAAAAAAAAAAAAAAAAAAAA
શુભસંગ્રહ-ભાગ ત્રીજો વસ્તીને ચોથો ભાગ. કરોડો માણસના નિઃશ્વાસ અને પ્રકોપ ગમે તેવી સલ્તનત, ગમે તેવા સામ્રા
જ્ય, ગમે તેવી સત્તાનો સર્વનાશ કરવા માટે બસ છે. આખું ચીન એ આગથી ધુંધવાઈ રહ્યું હતું. જરૂર માત્ર તેને કુંક મારી સર્વસંહારક હોળીની પ્રચંડ આગ પ્રગટનારની હતી. અને એ તો સૃષ્ટિને ક્રમ છે કે, કોઈ પણ પ્રજાનું અધઃપતન થાય છે, તે આત્મભાન ભૂલે છે અને તેનું નામનિશાન પણ જાણે પૃથ્વીની સપાટી પરથી ભૂંસાઈ જશે, એવી અણીની ઘડી આવી પહોંચે છે
ત્યારે તેનો ઉદ્ધાર કરનાર એક મહાવિભૂતિ જાગે છે. ચીનની એ મહાવિભૂતિ તે સ્વર્ગસ્થ ડે. -સુનયાટ-સેન. સારુંયે ચીન આજે એ મહાપુરૂષને પિતાના તારણહારતરીકે પૂજે છે. આજે ચીનમાં એક પણ એવું જાહેર મકાન, ઘર કે ઝુંપડું નહિ હોય કે જ્યાં ડેરા સુન-ચાટ-સેનની ૧છબી ન હોય. દરેક સોમવારે દરેક ફીસમાં, શાળાઓમાં, એ તારણહારના માનમાં પ્રાર્થના થાય છે. રાષ્ટ્રગીત ગવાઇ રહ્યા પછી સૌ એ આત્માને ત્રણ ત્રણવાર શિર ઝુકાવીને વંદન કરે છે.
આજે ચીનમાં જે જાગૃતિ છે તે ડે. સુન-યાટ-સેનને આભારી છે. આજે દેહરૂપે તેઓ હયાત નથી, પરંતુ તેમના આત્માને તે ચીનની પ્રજા વચ્ચે અમર વાસ છે. પ્રજની નસોમાં તેમણે રેડેલું નવચેતન દિવસે દિવસે ઉલટું ખીલતું જાય છે. તેમણે પ્રગટાવેલી સ્વતંત્રતાની આગ પ્રજાનાં - બંધને બાળી રહી છે. તેમણે આપેલો આઝાદીનો મંત્ર પ્રજાના હદયમાં કોતરાઈ રહ્યો છે. તેમનું નામમાત્ર પ્રજાને આજેયે પ્રેરણા આપી રહ્યું છે. એ નામનો ચીનની પ્રજા પર જાદુ કંઈ ઓરજ છે. એ જનહિત જાદુગરની જીવનલીલા વાંચનારના દિલમાં પણ સ્વતંત્રતાની ધગશ જગાડે એવી તેની આછી રૂપરેખા અહીં અસ્થાને નહિ ગણાય.
સ્વ. ડૉ. સુન-યા-સેનની બાલ્યાવસ્થા પુત્રનાં લક્ષણ પારણામાંથી વર્તાય એ કહેવત પ્રમાણે ચીનના એ ભાવિ ઉદ્ધારક બાળપણથીજ સુધારક હતા. બાળકોને વેચવાના, બાળકોને ટુંપી નાખવાના, રખાતે રાખવા સાંકડા કરવાના, મૂર્તિપૂજાના અને એવા અનેક જૂના કુરિવાજો સામે એ બાળમગજ કંપી ઉઠયું હતું અને તેની સામે માથું ઉઠાવ્યું હતું. મોટાભાઈ ડા-કો સાથે હોનોલુલુ રહેવાને પ્રસંગ મળતાં પાશ્ચાત્ય વિચારોને એમને પટ લાયો. મોટાભાઈ ભડકી ઉઠયા અને તેમણે એ બાળકને ચીન ભેગો કર્યો, પરંતુ એ થોડા કાળમાંયે એ બાળમગજને સ્વતંત્રતાનો ચેપ લાગી ચૂક્યા હતા. ચીનમાં પગ મૂકતાંની સાથે ત્યાંની ગુલામી દશાથી તેમનું યુવાન લેહી ઉકળી ઉઠયું. તેમણે પોતાના વતનમાં છડેચોક ગર્જના કરવા માંડી કે “તમારાં નાણાં કયાં જાય છે? પેલા સ્વર્ગના પુત્રને ! એ “સ્વર્ગને પુત્ર' તમારે માટે શું કરે છે? કશુંજ નહિ. એની રાજ્યપદ્ધતિ એટલી સડેલી છે કે તેની સાથે તમારે કશી લેવાદેવા નથી. તમે તમારા રસ્તાઓ અને પૂલ સસ્તામ બાંધી શકે છે, તમારી શાળાઓ સસ્તામાં નભાવી શકે છે; છતાં તમને ચૂસવામાં આવે છે.” તેમણે ડિકીમ બનાવીને પ્રજાને અને સત્તાધારીઓને સુણાવી દીધું કે “ ટીન મીંગ ૬ ચાંગ.” (દેવી હક્કના અમરપટ ન હોય.) આપખુદી સત્તાધારીઓનાં સિંહાસનો કેમ જાણે ડોલવા ' લાગ્યાં. તેમનાથી એ બાળકને તાપ પણ ન જીરવાયો. તેઓએ સુન-ચાટ-સેનને દેશપાર કર્યા
અને હોંગકોંગ ધકેલ્યા; પરંતુ ઈશ્વર એમની પડખે હતે. હોંગકોંગમાં તેમને અનેક મિત્રો મળી ગયા. તેમણે એક ગુપ્ત મંડળ સ્થાપ્યું અને કેન્ટીન કબજે કરવાનું કાવત્રુ રચ્યું. જોકે એ કાવત્રુ ‘નિષ્ફળ ગયું, તોપણ વિપ્લવના ગણેશ તો ત્યારથીજ મંડાયા. એ કાવત્રાની કથા એમના પિતાના - શબ્દોમાંજ રજુ કરીશું –
કેન્ટનનું કાવત્રુ “કેન્ટન કબજે કરવાનું અમારું કાવવું છે કે નિષ્ફળ ગયું હતું, પણ અમે તેને ક્ષણિક - આઘાતજ ગર્યો હતો. અમારો ઉત્સાહ જરાએ હણાયે નહોતો. અમારી સામે અનેક મુશ્કેલીઓ હતી અને અમને ભાન હતું, પરંતુ તેની પાર ઉતરવા અમારે દઢ નિશ્ચય હતો. અમે ગુપ્તમંડળ
સ્થાપ્યું હતું અને તેમાં પ્રજાકીય ધોરણે ચુંટણી કરી આગેવાનો અને એક નાયકની પસંદગી કરી - હતી. દરેક પ્રાંતમાં અમારા ગુખમંડળની શાખાઓ હતી. અમારાં મસલતસ્થાનો અમે બદલ્યાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com