________________
શુભસંગ્રહ-ભાગ ત્રીજો અત્યારે તો સંયમનની જરૂર છે.” આવા આવા લેખો પ્રતિદિન લખવા ચાલુ રાખીને તેણે પ્રજાને અને સરકારને લડાઈમાટે સજજ રાખી.
ઘરમાં હોળી ૧૯૧૮ ના ઑકટોબરમાં યુદ્ધ વિરામ પામ્યું, વિજયના ઉત્સવો ઉજવાયા. વિજયી રાજ્ય લૂંટના ભાગ વહેંચવા બેઠાં. ઇટાલીએ પણ ફયુમ અને ડાલમાશિયા પોતાના હિસ્સા તરીકે માગ્યા. ત્યાં તો ઘરમાં હોળી સળગી. ડાલમાશિયાના સંબંધમાં મતભેદ પડયો. બીજી બાજુ લડાઈમાંથી પાછા ફરેલા માટે કશી વ્યવસ્થા ન હોવાથી અસ તેષ ફેલાવા લાગ્યો. સૌ કોઈ “પપેલો”ની ઓફીસે ફરિયાદ કરતા આવવા લાગ્યા. રસ્તાઓ પર ચાલવાની પણ જગ્યા ન રહે. મુસેલીનીએ સૌને આશ્વાસન આપ્યું, સૌને મદદ કરવા માંડી; પણ “પોલ”ના પૈસા કયાં સુધી પહોંચે ? આખરે તેણે અવાજ કાઢયે કે “ઇટાલીમાં શેવિઝમ નહિ ચાલે ! કદી નહિ, કદી નહિ!”
ફયુમને કબજે આ બાજુ ૧૯૧૯ના ફેબ્રુઆરીમાં મીલાનમાં બોવિક તોફાનો થયાં. મુસલીનીએ તરતજ શેવિઝમની સામે કમ્મર કસી. તા. ૨૩ મી માર્ચે “ફેસીસ્ટ”ની પહેલી સભા મળી. ત્યારે તે માત્ર પિસ્તાળીસ જ સભ્યો, પરંતુ કોઈ ચમત્કારની માફક સભ્યો વધવા માંડયા. “પપલોને સામ્યવાદી દેનિકને બદલે સૈનિકો અને મજુરોના પત્ર” તરીકે જાહેર કરવામાં આવ્યું. ઉશ્કેરાયેલા કેસિટએ એપ્રીલની તા. ૧૫ મી એ સામ્યવાદી પક્ષના પત્ર “અવાન્ટી”ની ફીસ આગથી તારાજ કરી અને એ રાખ ઉપર “ફેસિઝમ”નાં મંડાણું મંડાયાં. સામ્યવાદીઓએ પણ છેલા. પ્રાણ સાથે બાથ ભીડવા માંડી. હડતાળો તે કાયમની થઈ પડી. જરા જરા વાતમાં કામદાર કામે ચઢવા ના પાડે. અમલદારો અને સૈનિકપર લોકે થુંકવા લાગ્યા. ઘાયલ સૈનિકાના પાટા, કાપી નાખી, તેમના ચાંદો પગનીચે કચડવા માંડયા. પાલમંટનું ગાડું થંભી ગયું. ફયુમને ઝગડો તે ઉભેજ હતો. સામ્યવાદીએ છેલ્લી હદે પહોંચી ગયા હતા, પરંતુ મુસલીની એવી આફતોથી ગાંયે જાય તેમ નહોતું. તેને જોડીદાર ગેબ્રીલ દ એનઝીઓએ ફયુમન કબજે લીધો, પોપોલોએ એ સાહસની પ્રશંસા કરી ફયુમમાટે ફંડ ઉભું કર્યું.
વિજય આમ બે પક્ષ સામસામી બાથ ભીડી રહ્યા હતા, ત્યારે સરકારને નવા પક્ષ સામે પગલાં લેવાનું સહેલું જણાયું. ફેસિસ્ટેની ધરપકડ ચાલુ થઈ. આગેવાનોનાં મકાનોની ઝડતી લેવામાં આવી. મસાલીનીપર પણ એ વાદળ ઝઝુમી રહ્યું હતું. મિત્રએ તેને નાસી છુટવા ચેતવ્યાપરંતુ મસાલીનીને એમાં બાયલાપણું લાગ્યું. તેણે સાફ ના પાડી. બે દિવસ પછી તે પકડાયે. એ ખબર આપતાં ‘‘પોપલે”એ બીજે દિવસે મેટાં મથાળાં કર્યા કે “ઇટાલીને બચાવવાના ગુન્હા બદલ બેનીટો મુસલીનીને કેદમાં નાખવામાં આવ્યો છે. સરકાર તેની સામે વધુ પગલાં લઈ ન શકી. તેને છોડી મૂકવો પડશે, પરંતુ સામ્યવાદીઓનું જોર હજુ પૂરેપૂરું નહોતું થયું. ૧૯૨૦ ના સટેમ્બરમાં તેઓએ કારખાના કબજે કયો. માલકા, ઇજનેર અને કારીગરોને હાંકી કાઢયા. કેટલાએક માલેકનાં કુટુંબને કેદ કરવામાં આવ્યાં. યુરીનમાં બે ફેસિસ્ટને રિવોલ્વરથી ઠાર કરવામાં આવ્યા. લશ્કરમાં પણ બળવો જાગ્યો. તેઓએ પોતાના સરદારોને કેદ કર્યા. બોલોનામાં એક ફેસિટ.
મ્યુનિસિપલ કાઉન્સીલરને પથરાએ મારી મરણશરણ કરવામાં આવ્યો. ફરેરામાં પણ સામ્યવાદીએએ રમખાણ મચાવ્યું, જેમાં સાત-આઠ ફેસીસ્ટોએ પ્રાણુ ખોયા. નાતાલના દિવસે આવતામાં તે એનનઝીઓએ મેળવેલું ફયુમ ખાલી કરવું પડયું. નવા વર્ષને શિયાળામાં સામ્યવાદીઓએ કાવત્રુ રચ્યું અને ડિયાનાની નાટકશાળામાં ગોળીબાર કર્યા. સત્તર જણાએ વિંધાઈ ગયા. મુસલીનીએ ફરી પાછાં શસ્ત્ર સજ્યાં, સામ્યવાદ સામે ખુલ્લું યુદ્ધ જાહેર કર્યું, સામ્યવાદીઓને મુસ-. લીનીના પ્રચંડ બળ આગળ નમવું પડયું; પરંતુ થોડા જ દિવસોમાં સામ્યવાદીઓએ સુલેહની. શરતોનો ભંગ કરવા માંડી. ૧૯૨૨ના ઉનાળામાં આખા ઈટાલીમાં રે હડતાળ પડી. મીલાનમાં સામ્યવાદીઓએ પાણીના નળ કાપી નાખ્યા. ઝાડુવાળાઓએ વધારે પગાર માગી હડતાળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com