________________
ઇટાલીને એક મહાવીર-મુસેલીની એ પત્રના પહેલાજ અગ્રલેખમાં તેણે લડાઈમાં જોડાવામાટે સ્પષ્ટતાથી, જુસ્સાદાર, નિઃસંકોચપણે અને નિડરતાથી હિમાયત કરી. બીજે દિવસે સામ્યવાદીઓની સભાએ તેને “બેવફા” “ભાડુતી” “ખુની” વગેરે અનેક ગાળો ભાંડી. “અવાન્ટી” પત્રે પણું કટાક્ષભર્યા લખાણે કરી તેની ખૂબ નિંદા કરી; પરંતુ મુસોલિનીએ એ બધાની પરવા કર્યા વિના પિતાના પત્રમાં ટુંકા, જુસ્સાદાર અને કડક લેખ પિતાની સહી સાથે પ્રકટ કરવાનું અને લડાઈની હિમાયત કરવાનું ચાલુજ રાખ્યું. તેને કેટલાક ગોઠીઆ પણ મળી રહ્યા. “બેટાગ્લી સીડાકાલી” નામના પત્રને પીલીપ કોરીડાની' નામનો અતિ લોકપ્રિય તંત્રી મુસાલીની સાથે જોડાયો. તે પિતાની ૨૭ વર્ષની નાની વયમાં અનેક વખત કારાવાસ ભોગવી રીઢો થયેલો હતો. બળવાન તે ચૂત હિમાયતી હત-નિડર લડવૈયો હતો. ઈટાલીએ લડાઈમાં ઝુકાવ્યું, ત્યારે સ્વયંસેવક તરીકે જોડાનાર તે પહેલો હતો અને યુદ્ધની પહેલી વારમાં તે મૃત્યુને ભેટયો હતો. તેણે અને મુસલીનીએ મળીને એક નવું મંડળ સ્થાપ્યું કે જે લડાઈ પછી “ફેસીસ્ટ મંડળતરીકે ઓળખાય છે. ૧૯૧૫ માં મુસોલીનીને એક બીજો એજ સાથી મળ્યો. તેનું નામ ગેબ્રીલ દ એનનઝી. ત્રણેએ સાથે મળીને ચૂરોપીય યુદ્ધમાં ઝંપલાવવાનો નિશ્ચય કર્યો અને તા. ૨૪ મી મેના “પપેલો દ ઈટાલિયા” ના અંકમાં મુસોલીનીએ લખ્યું કે -
“માતા ઇટાલિ! જરાયે ભય કે ખેદવિના અમે અમારા પ્રાણ તારે ચરણે ધરીએ છીએ.”
મુસોલિનીના શત્રુ બનેલા “અવાજી” ત્રેિ બીજે દિવસે ટકોર કરી કે “લડાઈની હિમાયત કરનાર પિતે કેમ નીકળી પડતા નથી ?”
મુસલીનીની ધીરજ ખૂટી, તેણે લડાઈની તૈયારી કરી. બે લાખ સ્વયંસેવકો સાથે યુદ્ધનાં મેદાને તરફ કૂચ કરવા માટે પોતાના પત્રદ્વારા વિદાય લેતાં તેણે લખ્યું કે --
“ઇટાલીનું લશ્કર વિજય વરવા જાય છે! વિજય ચક્કસ છે-અનિવાર્ય છે ! અમે લડીશુંતમે પણ લડો ! મારા માટે મને કશી ચિંતા નથી. કિસ્મતના સઘળા પ્રહાર ખમવા હું તૈયાર છું, મને તેની પરવા નથી.”
લડાઈના મેદાનમાં પણ તેણે પોતાની કલમ નીચે મૂકી નહોતી. તેની યુદ્ધને પ્રતિદિન લખાયે જતી હતી. એ નોંધામાં અનેક ઉપયોગી સૂચનાઓ પણ કરવામાં આવતી. ૧૯૧૬ ના નવેમ્બરમાં તે રજા પર આવ્યો ત્યારે તેણે જોયું કે, લડાઇની વિરુદ્ધ ચળવળ ચાલી રહી છે. તે ચળવળને તોડી પાડતાં તેણે લખ્યું કે, “આ નિંદાપાત્ર ચળવળ લોકોના મગજમાં ઝેર રેડી રહી છે.” તેણે વડા પ્રધાન સીનોર એરલેન્ડને તો ઉધડોજ લીધે કે, “લડાઈના સમયમાં ઢચુપચુ રાજનીતિ ચાલી શકે જ નહિ. લડાઈ વખતે સરકાર સૈનિકોની બનેલી હોવી જોઈએ. દુશ્મનોની સામે ધસવામાં દયા હોયજ નહિ.”
ગંભીર અકસ્માત ૧૯૧૭માં એક એવી ઘટના બની કે, મુસલીનીને લડાઈનું મેદાન છોડવું પડ્યું. ફેબ્રુઆરીની તા. ૨૩મીએ ઈટાલિયન લશ્કર દુશ્મનો સામે મારો ચલાવી રહ્યું હતું. એકાએક એક તોપ ફાટી, મસેલીનીને સખ્ત ઈજા થઈ. તેને ડાબડેની હૈસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, શહેનશાહ પતે તેની ખબર કાઢવા આવ્યા. એક પત્રે ઉત્સાહના આવેગમાં મુસોલીની અને તે જે હૈસ્પિટલમાં હતો તેની છબીઓ પ્રકટ કરી. બીજે દિવસે દુશ્મનોનું વિમાન હોસ્પિટલ પર ઉડવા માંડયું અને હૈસ્પિટલની આસપાસ બેંમ્બનો મારો ચલાવ્ય, સદ્ભાગે કેાઈને ઈજા ન થઈ.
મુસલીનીના જખમો હજુ પૂરા રૂઝાયા નહતા, પરંતુ સહેજ આરામ થતાંની સાથે તેણે પિતાના પત્રનું સુકાન પાછું હાથમાં લીધું. લડાઈની વિરોધી ચળવળ સામે ઝુંબેશ ચલાવતાં તેણે લખ્યું કે “રાજદ્વારી સ્વતંત્રતા શાંતિના સમયની વસ્તુ છે. લડાઈના સમયમાં તે એ કેવળ દેશદ્રોહ છે. જ્યારે લાખો માણસો લડાઈના મેદાનમાં માથાં ગુમાવી રહ્યા હોય, ત્યારે મુઠ્ઠીભર. માણસોને મન માને તેમ વર્તવાની સ્વતંત્રતા આપવી અશક્ય છે; માટે “સ્વતંત્રતાની વાત જવા દે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com