________________
૪૬
શુભસંગ્રહ-ભાગ ત્રીજો
બળવાર પ્રચારને આપ અવાન્ટી” મુસલીનીના હાથમાં આવ્યા પછી કૂદકે અને ભૂસ્કે વધવા માંડયું અને જોત- . -જોતામાં તેની નકલો ૪૦ હજાર પરથી વધીને ૧ લાખની થઈ ગઈ. તેણે એ પત્ર જાહેર કરતાં કહ્યું હતું કે “અમારી લડત સરકારને ઉથલાવી પાડવા માટે નથી, પરંતુ સરકારે પ્રજાને જીંદગી-ની વધુ સગવડ આપવી જોઈએ-રે , મકાન, પૂલો, પાણી, દીવાબત્તીઓ, હૈસ્પીટલો વગેરે આપવાં જ જોઇએ, અમારી લડત એ માટે છે. આ દિવસમાં ઇટાલીની પ્રજાની દશા ઘણી કંગાળ હતી. લોકોને પેટપૂરતી મજૂરી પણ મળતી નહોતી. અજ્ઞાનતા, ભૂખમરો, નિરાશા વગેરે સર્વોત્ર ફેલાઈ રહ્યાં, લોકોની ધીરજ ખૂટી. તેઓએ રમખાણ મચાવ્યું, ગોળીબાર થયા. ઈટાલીની ધરતી લોહીથી છંટાઈ “સરકારે પ્રજાને જીંદગીની વધારે સગવડ આપવી જોઇએ” એમ કહીને “અવા
”એ લોકોને ઉશ્કેરી મૂક્યા હતા; માટે આ રમખાણું થયું હતું એવું જણાવી ૧૯૧૪માં સરકારે મુસલીની અને “અવાટી” ના તેના ગઠીઆઓને કેદ કર્યા અને કામ ચલાવ્યું. મુસલીનીએ એ પ્રસંગે પણ “અવારી” નાં લખાણોની બધી જવાબદારી પોતાને માથે ઓઢી લઈને જણાવ્યું કે “કાયદાના સઘળા પ્રહારો મારાપરજ થવા જોઈએ; પરંતુ અમને આ અદાલતના ન્યાયાધીશિનો ઈન્સાફ માન્ય નથી. તેઓ તટસ્થ માણસો નથી. જ્યુરીએ અમને નિર્દોષ ઠરાવવા જોઈએ. પરંતુ તેનું કારણ એ નથી કે અમે ગુન્હો કર્યો નથી, ગુન્હો તો અમે કર્યોજ છે અને હજુપણ કરીશું.”
- યુરેપીય યુદ્ધમાં ઈટાલી હા આ આફતમાંથી મુસલીની છૂટો થયે નહોતે ત્યાં યૂરેપમાં યુદ્ધનાં વાદળ ઘેરાયાં. મસાલીનીએ તા. ૧૬ મી જુલાઈના “અવાટી” માં લડાઈની વિરુદ્ધ અગ્રલેખ લખે: પરંતુ માલીની તો કાર્યમાં માનનારો હતો. તેણે ઈટાલીના એકે એક મંડળના પ્રતિનિધિઓની ખાનગી સભા ભરી અને સરકાર પ્રજામતની અવગણના કરે તો દેશમાં સર્વ સામાન્ય હડતાળ પાડવાની સરકારને ધમકી આપવાનો ઠરાવ કર્યો. ત્યારપછી તા૦૨૭ મી જુલાઈના “અવાન્ટી”ના અંકમાં તેણે સરકારને સ્પષ્ટ ચેતવણી આપી કે “જો સરકાર પ્રજામતની ચેતવણીની અવગણના કરીને કાંઈ પણ સાહસ ખેડશે, તે અમારી લડત અને વિશેષ જોરથી ચાલુ કરીશું.” . પરંતુ જર્મનીએ બેજીયમ પર આક્રમણ કરતાં મુસલીનીનું વલણ ફેરવાયું, સપ્ટેમ્બરમાં -આ બાબત પર વિચાર કરવા મળેલી સામ્યવાદીઓની સભામાં તેણે સ્પષ્ટ કહ્યું કે “આપણે સા
મ્યવાદી છીએ તે નથી ભૂલવાનું, પરંતુ તે સાથે આપણે ઇટાલિયન છીએ એ પણ નથી ભૂલવાનું.” ત્યારથી તેણે જરૂર પડે તો લડાઈમાં જોડાવાની હિમાયત કરવા માંડી. તા૧૦ મી - કટોબરના અંકમાં તેણે લખ્યું કે –
દેશની અંદરના કે બહારનાં કોઈ કારણોસર લડાઈની જરૂ૨જ પડે તેપણ શું કેાઈ રાજ્યપછી ભલે તે પ્રજાસત્તાવાદી છે કે સામ્યવાદી હો-લડાઈ નહિ કરે ? બળવા પછીની સરકારને લડવું નહિજ પડે તેની કાણુ ખાત્રી આપે છે? લડાઈ લડાઈ વચ્ચે ભેદ ન ગો અને “લડાઈ” શબ્દમાત્ર સામે વિરોધ ઉઠાવવો એ તો કેવળ મુખઇ અને નિર્માલ્યતાની નિશાની છે. છેવટમાં તેણે ઉમેર્યું કે, “અણીનો પ્રસંગ આવી પહોંચે છે. શું તમે એ તમાશો જોયાજ કરશે? સામ્યવાદીઓ ! શબ્દને વળગી ન રહે, પરંતુ ખરે સામ્યવાદી બનો.”
તેના બીજા સામ્યવાદી મિત્રોએ તેની સાથે જોડાવા ના પાડી. તે તરતજ એ પક્ષમાંથી ટો થયે અને “અવાન્ટી”ના તંત્રીપદનું રાજીનામું આપ્યું. તેની સેવાઓની કદરતરીકે સામ્યવાદી પક્ષે તેને એક હજાર લીરા આપવા માંડયા; પરંતુ તેણે તે લેવાની સાફ ના પાડી. તેનાવિષે અનેક અફવાઓ ઉડવા માંડી. “કાસ તરફથી તેને રૂશ્વત મળી છે તેથી તે ફરી બેઠો છે” એવાં અનેક આળો તેના પર ઓઢાડવામાં આવ્યાં. મોલોનીને એની પરવા નહોતી. તેણે તરતજ નવું પત્ર સ્થાપ્યું. તેણે એ પત્રનું નામ “ઈલ પિપોલો ઈટાલિયા” રાખ્યું. એ પત્રના નામની -આજુબાજુ તેણે બે મુદ્રાલેખ મૂક્યા કે –
“જેની પાસે તલવાર છે, તેને રોટલી મળી રહે છે.” “બળ એક એવી ભાવના છે કે જેને બંદૂકાનો ટેકો મળી રહે છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com