________________
. શુભસંગ્રહ-ભાગ ત્રીજો
તો નહિ જ હોય. આજકાલ તો સૌ કોઈ જનાઈ નાખતા થઈ ગયા છે. તો પછી આપણે શું ? આ પ્રમાણે જે જે “ આપણે શું ? મંત્રનો આશ્રય લે છે તે સઘળા બચી જાય છે અને પોતપિતાને ઘેર જઈને નિરાંતે ગોળ ને રોટલી ખાવા બેસી શકે છે.
ફલાણે ઠેકાણે હુલ્લડ થયું. હિંદુ અને મુસલમાન લડ્યા ને એકબીજાનાં માથાં ભાંગ્યાં. તેમાં જાણીતા મીસ્ટર ૪ જેમણે આજ સુધીમાં શહેરની તથા કેમની અનેક પ્રકારે સેવા બજાવેલી તે મરાયા. તેમનાં બૈરી-છોકરાં. રખડતાં થયાં, ભૂખે મરવા લાગ્યાં, પણ તેમાં આપણે શું કરીએ ? ભાઈ શ્રી જે ને કોણે કહ્યું હતું કે, તમે સેવા કરજો ને લડવા જજે. ડહાપણ કરીને ગયા તે ખરડાયા. હવે તેમનાં બૈરી છોકરાં ભૂખે મરે તેમાં અમે શું કરીએ ? તેમનું નશીબ ! કરમના ભોગ !! ગયે જન્મે ઘણાં પાપ કયા-હશે; તે એટલીજ લહેણદેણ લખાવીને લાવ્યાં. તેમાં આપણે શું ?
શહેરમાં અખાડા કાઢવાનું અને રમમગમત ખીલવવાને માટે એક કમી હું નીમાયું, તેણે તેની એજના તો ઘડી; પણ ફંડ ભેગું કરવા માટે નીકળવાનું તે સૌને કડવું લાગે. દરેક જણ. કહેવા લાગ્યું કે, કોઈને ન પડી હોય તે પછી આપણે શું ? શહેરમાં અખાડા નીકળે ત્યાં ન નીકળે તેમાં આપણે શું?
આ પ્રમાણે તે મનુષ્ય જીવનની દરેકે દરેક શાખામાં “ આપણે શું?’ને મહામંત્ર સૌ કોઇને આંધળાની લાકડી પેઠે સહાયભૂત થઈ પડે છે. જ્યાં માર પડતો હોય, ત્યાંથી સલામત-હાડકે ને વળી બહાદૂરીથી પાછા હઠવાનો માર્ગ છે. જ્યાં પિસા ભરવાના હેય ત્યાંથી નાણાંકોથળી જેવી ને તેવી રાખી નાસી છૂટવાની બારી છે. જ્યાં વખતનો ભોગ આપવાનો હોય ત્યાં અત્યંત કામગરાપણું પૂરવાર કરવાની ચાવી છે. અનેક રીતે એ ઉપયોગી છે. બોલો, આપણે શું ? આપણે શું ? આપણે શું ? મંત્રાય નમેનમઃ ! .
( * ગાંડિવ”ના તા. ૩૦-૧૦-૧૯૨૭ ના અંકમાં વાપરનાર . નિરંજન નિરાકાર)
૮–એક નમુનેદાર ગામડું
કલકત્તાના ફોરવર્ડ પત્રમાં નીચેની રસભરી વિગત પ્રકટ થઈ છેઃ
આસનસોલ શહેરથી લગભગ બે માઈલ. અંતરે માંડ ટક રોડ ઉપર બીશપ ફીશર નામના અમેરિકન મેડીસ્ટ મીશનના એક પાદરીની એક મિલકત આવેલી છે. આ મિલ્કતને એક નમનેદાર ગામડામાં ફેરવી નાખવામાં આવેલી છે અને તેને ઉષાગામ નામ આપવામાં આવેલું છે. એક અમેરિકન ગૃહસ્થ મીકેલી જે ખેતીવાડીનો યુનિવસટિનો ગ્રેજયુએટ છે, તેની દેખરેખ નીચે આ ગામડાની પ્રગતિ સાધવામાં આવે છે. હાલ તેમાં ૧૦ નાનાં મકાને છે અને ૫૦ માણસોની વસ્તી છે. દરેક મકાન પાસે શાક અને ફૂલ ઉગાડવાનો બાગ અને ઢોરઢાંખર બાંધવાને અકેક વાડે છે. એક સહકારી ભંડાર, એક સેવીંગ બેંક અને એક હૈસ્પીટલ તે ગામડાના લેકે પોતેજ ચલાવે છે. એક અંગ્રેજી મીડલ કુલ પણ છે, કે જેમાં સુથારકામ અને લુહાર પૂણ શીખવાય છે. દરેક કુટુંબનું અકેક ખેતર એ ગામડામાં છે, જેમાં તેઓ ખેતીનાં સસ્તાં અને સુધારેલાં ઓજારોથી ડાંગરની વાવણી કરે છે. એક ગામ પંચાયત પણું છે, જેમાં દરેક કુટુંબ પોતાનો પ્રતિનિધિ મોકલે છે. પંચાયત પિતાનો પ્રમુખ ચુંટે છે અને ગામની સ્વચ્છતા, દીવાબત્તી વગેરેપર લક્ષ આપે છે. બંગાળાના ઘણું જાણતા માણસેએ આ ગામડાની મુલાકાત લીધી છે.
(“ખેડા વર્તમાન” તા. ૨૮-૯-૧૯૨૭ ના અંકમાંથી.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com