________________
નિર્માલ્ય હિંદુઓનો મોક્ષદાયક મહામંત્ર ૭–નિર્માલ્ય હિંદુઓનો મોક્ષદાયક મહામંત્ર
(તેમાં આપણે શું?–આત્મરક્ષાનું દુર્જય હથિયાર !)
તેમાં આપણે શું ? કે સુંદર શબ્દસમૂહ ! અક્ષર તો માત્ર અડધે ડઝન, પણ તેમાં બળ કેટલું ! જગતમાં કોઈ ચિંતાનાશક દવા હોય તો તે એજ. કેઈ નિઃસ્વાર્થતાના પાઠ શીખવનાર શિક્ષક હોય તો તે પણ એજ. એનાથી સેંકડો દર્દીઓનાં દર્દ નાસે છે, હજારો માનવીઓ આ સંસારસાગર તરીને પેલે પાર ઉતરી જાય છે. એ એ અદભુત મહામંત્ર ! એનો જાપ જયાથી જન્મમરણનો કેર ટળવા સિવાય બીજા એકેએક દુ:ખનો નાશ થાય છે. એવા એ પરમસુખદાયક સકળદુઃખભંજક મંત્રને કટિ કોટિ વાર અભિનંદન હો.
તેમાં આપણે શું ? ગઈ કાલે ગધામણીઆની પળને નાકે થઈને આવતા એક માણસને ચિંથરેહાલ દશામાં જોયો. શરીરપર લાજ ઢાંકવા જેટલાં પણ કપડાં ન મળે, પણ તેમાં આપણે
શું કરીએ ? આપણે તો આડું મેં કરીને આગળ ચાલ્યા. દુનિયામાં તે એવાં હજારો માણસ -હશે. તેમાં આપણે શું ?
વળી થોડા દહાડાપર એક ગાડાવાળા ભયો ગાડું હાંકતો હતો. એક બાઈને રસ્તે ચાલતાં તેની અડફટ વાગી. બાઇએ ગુસ્સે થઈને કહ્યું:-કેમ અલ્યા ! જોઈને હંકાતું નથી ? પિલા બદમાસ ગાડાવાળાએ સામી મા-બહેન સંબંધી ગળે ચેપડવા માંડી, અને વધારામાં તે બાઈના પ્રત્યે જોઇને નિર્લજ બેશરમ ચાળા કરવા લાગ્યો. આસપાસ ઉભેલા સેંકડો માણસોએ તે નજરોનજર જોયું પણ કોઈ કશું બોલ્યું ન૬િ. સૌએ મનમાં એમ જ વિચાર્યું કે, એમાં આપણે શું ? એ બાઇ એવીજ હશે. એમ બબડતા બબડતા સૌ કામદારના કકડા પોતપોતાને રસ્તે ચાલ્યા ગયા–તો કેવા સુખી આ થયા !
' અરે, તે દિવસે સવારે નાનપરાની ખાડીમાં એક મુડદું પડેલું. માથે ને છાતીમાં છરાના ધા થયેલા ને લોહીનો રેલો ધડધડાટ વહી જતો હતો. આપણે બંદાએ તે પહેલવહેલું જોયું? કે કમકમાટી ભરેલો દેખાવ ! વિચાર કરતાં કંઇક ઓળખાણું પણ પડી; પણ આપણે તો જાણે કંઈ જોયું જ નથી, એમ ગણીને નીચી મૂડી કરીને હેડયાજ ગયાં. મૂઓ તે તેના મોતે મૂઓ, તેમાં આપણે શું ? એનાં સગાંવહાલાંને ખબર પડશે, એટલે તેઓ તેમની ગરજે અવશે: તેમાં આપણે શું ? પોલિસને તપાસ કરવી હશે તો આપોઆપ કરશે, તેમાં આપણે શું ?
અરે એ તો બધું ઠીક છે, પણ તે દિવસે પેલો કમબખ્ત ગાડીવાળો મારતે ઘોડે આવ્યો. સાત વરસની ચમારની છોકરીને પાડી નાખી. ગાડીનું પૈડું છોકરીના પગ પરથી ફરી ગયું અને તેના નળાનું હાડકું કડાક કરતું ભાંગીને બહાર નીકળ્યું. સૌએ બૂમ પાડવા માંડી કે, ગાડીવાળાને પકડો, ગાડીવાળાને પકડે; પણ કોઇએ પકડવાને માટે દોટ મૂકી નહિ. આખરે રસ્તામાં ગાડું ઉભું હોવાથી ગાડી આપોઆપ અટકી ને હાંકનારને એક જણે ૫કડો; ત્યારે કોઈ બંદા સાક્ષી માટે તૈયાર ન થયા. સૌ કોઈએ ઉપરોકત મહામંત્રનેજ સંભા–“છોકરીનું હાડકું ભાંગ્યું તેમાં આપણે શું?”
વળી એક પરદેશી માણસ સુરતમાં આવીને રસ્તે ચાલતાં અચાનક હૃદય બંધ પડવાથી મરણ પામે. કોઈ પરગજુ ડૉકટરે વગર એ આવીને અભિપ્રાય આપો કે, હવે એમાં કંઈ નથી. છાતી બંધ પડવાથી મરી ગયો છે. ચાલો, એને ઠામ પાડવાને પૈસા તેમજ માણસ જોઈએ છે. એક વાણીઆ મહાજન ત્યાંથી દૂર ખસીને ચાલ્યા જતાં કહે છે કે, કપાળમાં ટીલું છે છતાં એ વાણીઓ નહિ હોય. આજકાલ તો એવા ઘણું લોકે ટીલાં કરતા થઈ ગયા છે. તે બધા આમ મરી જાય તેમાં આપણે શું ? બ્રાહ્મણભાઈ કહે છે કે, ગળામાં જનાઈ છે, છતાં એ કાંઈ બ્રાહ્મણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com