________________
શુભસંગ્રહ-ભાગ ત્રીજો
-
www
w
બદલાતાં ધર્મની માન્યતામાં પણ ફેરફાર કરવો ઘટે છે.” જેને તમે અસ્પૃશ્ય માનો છે, તેઓ અંતરથી કેવા વિશદ અને ધર્મપ્રેમી છે, એ તો અનુભવીજ સમજી શકે છે. અનેક ઉજળા અને ઉપરથી ધમી મનાતા હિંદુઓ અંદરથી કેવા મલિન અને અધમ વિચારના હોય છે, કે જેનો વિચાર કરતાં હદય કંપી ઉઠે છે.
હિંદુસમાજ-ન્યાકેમે પણ આવી બાબતે પ્રત્યે બેદરકાર છે, ખાનગી-છુપા ગમે એવાં પાપકર્મ કરો, પણ જાહેર ન કરો. હિંદુસમાજની ન્યાત આ માન્યતાને પોષતી જણાય છે. હિંદુઓ મેળામાં -આગગાડીમાં, ખેતરોમાં-સ્વાર્થસમયે અંત્યજેથી અભડાતા નથી. દાક્તર મુડદાં ચીરા લોહી-માંસ દે છે, મીલમાં શાળે ચલાવતા હિંદુ-મનાતા બ્રાહ્મણે અસ્પૃશ્ય મનાતી કામના ચૂલા કોઠલા ચૂસે છે; હિંદુઓ દવા-દારૂ-ચરબીવાળા પદાર્થો ખુશીથી વાપરે છે; હિંદુઓ હટલમાં જાતિ-જ્ઞાતિભેદ તોડી ભયાભર્યા કરી સુધારાને વિજયેત્સવ કરે છે; છતાં સમાજ, જ્ઞાતિ કે ચુસ્ત હિંદુધમી તરફથી આ બાબતે વિષે એક અક્ષર પણ ઉચારતું નથી. હિંદુએ ! આ શું ઓછું અધઃપતન ?
અનેક બાળવિધવાઓ તેમની પર ગુજરતા જુલ્મ-અત્યાચારોથી આજે આઝંદ-કલ્પાંત કરી રહી છે. હિંદુસમાજ ! એ અબળાઓનાં અમૃઓ નિહાળી તારું હૃદય પીગળશે કે ?
જુમી-જાલીમાની લાલચથી ભાનભૂલતી એ કમનશીબ મનાતી અબળાઓ ખાનગી-છુપી રીતે ગર્ભપાત કરે-કરાવે, બીજા અનેક કુકર્મો કરે; છતાં તેની પરવા-દરકાર કોઈ સમાજ કે જ્ઞાતિને નથી; પણ ભેગજોગે અકળાયેલી અબળા એવાં પાપકર્મથી જાહેરમાં આવતાં સમાજનાતિ તેનાપર જુદમ અને ધિક્કારને વરસાદ વરસાવે છે. આના પરિણામે ધર્મ-કર્મ ભૂલેલી ભ્રષ્ટ ભામિનીને અન્ય ધર્મ ને આશરે શેપ પડે છે કે કાં તે દેહાંત કરવો પડે છે. હિંદુઓ ! આવી બાબતો પ્રત્યે દુર્લય રાખવું કે બેદરકાર બનવું તે એગ્ય નથી.
જ્ઞાતિઓના અનેક વાડાઓના પરિણામે બાળાઓ અને યુવાનના ભવ બગડે છે, સંસાર લેશમય બને છે, બાળલય-વૃદ્ધ લગ્ન-કન્યાવિક્રય-વરવિક્રયના પરિણામે સંસાર સ્મશાનસમાન બને છે. એ વિચારશીલ મનુષ્ય તે તરત સમજી શકશે. હિંદુઓ ! આવી અનિષ્ટ બાબતોને કયાં સધી પોષતા રહેશો ? “ જ્યાં બાળલગ્ન-વૃદલગ્ન-વિધુરલગ્ન-કન્યાવિક્રય–વરવિક્રય થાય છે. ત્યાં વિધવાનાં પુનર્લગ્નની આવશ્યકતા છે. ” આપણાં ધર્મસ્થાનો-તીર્થસ્થાનોમાં કેવી લીલાઓ ચાલી રહી છે. તે જાણવાની-વિચારવાની હિંદુધમાં એને કંઈ દરકાર છે ? કુરૂઢિઓ-અંધશ્રદ્ધા અને ખી માન્યતાના કારણે હિંદુનતિના વિનાશનાં રોપાયેલાં બીજ આજે વૃક્ષરૂપે ફાલ્યાં છે.
હિંદુધર્મપર ચારે તરફથી હલ થવા માંડે છે. હિંદુધર્મનો વિનાશ કરવા પ્રચંડ જવાળામુખી સળગે છે. હિંદુઓ ! હજી સમય છે. ચેતે, વિનાશવૃક્ષનાં કડવાં ફળ જરૂર ચાખવાં પડશે. હિંદુ યુવાનો અને યુવતીએ ! તમે શ્રી રામકૃષ્ણ-પ્રતાપ-શિવાજી-સીતા-સાવિત્રી વગેરે પવિત્ર દેવદેવીઓનાં સંતાનો છે. તમારા શરીરમાં–તમારી રગેરગમાં અંતે પુણ્ય-પવિત્ર દેવોને રક્ત વહન કરી રહ્યું છે. તમે આજથી–અરે અત્યારથી જ તમારા ધર્મની રક્ષા માટે દીક્ષા , તમારા સાચા-સત્ય-ધર્મની કીતિ ભૂમંડળમાં ફેલાવવા પ્રતિજ્ઞા લ્યો. તમે ચારિત્ર્યવાન-અંતરના અવાજ પ્રમાણે વર્તનાર બને અને અન્યને બનાવો. તમારા ધમની અંધશ્રદ્ધા-જડતા તેડવા મયદાને પડેતમારા સાધુ-સંન્યાસી બ્રાહ્મણોને યથાર્થ જ્ઞાનમાર્ગે વાળવા ગુરુ ગોરખનાથના જેવા શિષ્ય બને. તમારી જ્ઞાતિઓના ખેટા રિવાજો-રૂઢિઓ નાબુદ કરો. તમે પવિત્ર છે. તમે કોઇનાથી અપવિત્ર બનતા નથી, તમારા પૂર્વજ અગત્યઋષિએ સમુદ્રને તેમના જઠરમાં સમાવ્યો હતો. તમારા હૃદય વિશાળ બનાવે અને તમારા ધર્મથી ત્યજાયેલાં, તિરસ્કારાયેલાં અને અન્ય ધર્મમાં જવા છતાં તમારાં દેશભાંડુઓને અપનાવો. તમારી વિધવા બહેનોને સુસંસ્કારી-ચારિવ્યવાન બનાવી સુખી કરો. તમારા ધર્મની–તમારી આબરૂની-તમારી માતા-પુત્રી–બહેનોની રક્ષામાં પ્રાણુનું બલિદાન દેવાને પણ તત્પર થાઓ. હિંદુધર્મનો-હિંદુજાતિનો આધાર તમારી ઉપર છે, સાચા ધર્મને ઉધારની સાથે દેશને પણ ઉદ્ધાર છે. પ્રભુ હિંદુધર્મની રક્ષા કરો !
(“સંદેશ”ના સં. ૧૯૮૩ ના દીપિન્સવી અંકમાં લેખક-સત્યેન્દ્રપ્રસાદ મહેતા)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com