________________
૩ર૪
શુભસંગ્રહ-ભાગ ત્રીજો
ગણાય છે અને બીજા પાકના પ્રમાણમાં શેરડીનો પાક લાંબા સમય સુધી ઉભા રહે છે. આથી શેરડીવાળા પ્રદેશના લેકે શેરડી ચૂસે છે અથવા કોલ ઉપર તાજો રસ પીએ છે. આથી તેમના શરીરમાં ખૂટતાં તવ મળી રહે છે. હાડકાંને મુખ્યત્વે શિયમ” ઘણું જોઈએ, અને શેરડીના રસમાંથી તે ઘણું મળી આવે છે. ઘણી વખત માંદા માણસને શેરડીવાળા પ્રદેશમાં લઈ જઈ કલ ઉપરથી તાજો રસ પાવામાં આવે છે. આથી ઘણી વખત આવા દરદીઓ સાજા થાય છે. તાવથી પીડાતા દરદીને હજુ પણ ગામડાંઓમાં શેરડીના કકડાઓને બેડા ગરમ કરી ચૂસવા આપવામાં આવે છે અને કેટલીક વખત આ ઈલાજ ઉપયોગી થઈ પડે છે. દેશી પદ્ધતિએ શેરડીના રસમાંથી ગોળ બનાવવામાં આ બધાં તત્તવો કાયમ રહે છે; પણ જેમ જેમ તે રસને વધુ ને વધુ સાફ કરી બહુજ સફેદ ખાંડ બનાવવામાં આવે, તેમ તેમ આ બધાં જીવનનાં ઉપયોગી ત નાશ પામતાં જાય છે, એટલે તે ખોરાકને લાયક રહેતી નથી.
આપણામાં માટલીઓ ગોળ વધારે પૌષ્ટિક મનાય છે. સ્વાદમાં તે ખારો હોય છે, પણ એ બતાવી આપે છે કે, તેમાંથી જરૂરી તો નાશ પામ્યાં નથી. શરીર ફિકકું પડી ગયું હોય તેમને માટે ખાંડને બદલે આજ ગાળ વાપરવો જોઇએ કે જેથી તેમના લોહીમાં જે લોહનો ભાગ ખૂટે છે તે પૂરો થઈ રહે અને તેમનું લોહી કંઇક સુધરે. ગરીબ માણસો આર્થિક સ્થિતિને લઈને ગોળ વાપરે છે, તેથી જ તેઓ શરીરે કંઇક નિરોગી રહેતા હોય તો તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી. શેરડીના ખેતર ઉપર કલમાં રસ કાઢતાં જે બાકીને ભાગ કચરોતરીકે ગણાય છે, તે ઢોરના ખોરાકતરીકે ઉપયોગમાં આવે છે; આથી તેઓ પણ રૂષ્ટપુષ્ટ બને છે.
આ ઉપરથી એમ સમજી લેવાનું નથી કે, આપણે ખૂબ ગેળ ખાતા થઈ જવું. શારીરિક શ્રમને લઈને લોહીમાં થી જે ખાંડ વપરાય છે તેની જગ્યા પૂરવા પૂરતાજ ગળપણની ખોરાકમાં જરૂર છે; પણ એ જરૂર (શરીરશ્રમ વધુ ન હોય તેવા માણસ માટે ) ઘણી ઓછી હોય છે. એટલે આપણા ખોરાકમાં ગળપણ ઓછું હોવું જોઈએ, અને જે ગળપણ લઈએ તેમાં ખાંડને બદલે ગોળનેજ ઉપગ કરવો જોઇએ. જો કે ગળપણમાં સૌથી સારી વસ્તુ તો સૂકો મેવો ગણાય છે.
(“નવચેતનના એક અંકમાં લેખક-શ્રી. ચુનીભાઈ ધ. પટેલ )
૧૪૪–શીંગડાં
હિંદુસ્તાનમાં દરેક ઋતુમાં કંઈ ને કંઈ ફળ થયાજ કરે છે. એ ઋતુઋતુનાં ફળ ખાવાની આપણે ટેવ રાખીએ તો ચાહ, કોફી કે સેડાલેમન જેવાં ક્ષણિક આનંદ આપનાર પીણાં પાછળ જેટલા પૈસા બગાડીએ છીએ તેથી એ છે મૂલ્ય આપણે વધારે પૌષ્ટિક અને સાત્વિક ખોરાક તથા કુદરતી મીઠાશનો આનંદ માણી શકીએ; અને આપણા દેશમાં કુદરતની તો એવી મહેર છે કે ગરીબ પણ ખાઈ શકે એવો સે ને પૌષ્ટિક મેવો તે પૂરો પાડે છે. શીંગડાં પણ એમાંજ એક મેવો છે. - રસાયણશાસ્ત્રીઓ શીગડાંનાં તો નીચે પ્રમાણે જણાવે છે:-પાણી ૮૪.૫૮ ટકા, ચરબી ૧૮ ટકા, સ્ટાર્ચ ૯.૧૪ ટકા, રેસા ૫૬ ટકા, પ્રોટીન્સ (શરીરબંધારણને પુષ્ટિ આપનાર તત્વ) ૨.૩૭ ટકા, ઓગળી જાય એવા સ્ટાર્ચ(મેંદા)ના ભાગ ૨.૨૫ ટકા, ક્ષાર .૯૨ ટકા.
૧૦૦ ગ્રામ (લગભગ પાશેર) શીગડાંમાં ૪૮.૭૭ ટકા કેલેરી ગરમી આપવાનું બળ છે. એની જોડે દૂધનાં નીચેનાં તો સરખાવવાથી બંનેની પિષણશક્તિ સમજાશે.
પાણી ૮૭.૩૫ ટકા, ચરબી ૫.૨૭ ટકા, પ્રોટીન ૩.૩૮ ટકા ક્ષાર . ૭૦ ટકા અને કાર્બોહાઈડ્રેટ ૪.૪૨ ટકા હોય છે.
જ એક કેલેરી એટલે ૨ રતલ પાણીને બરફની સ્થિતિમાંથી વરાળ ની કળે એ સ્થિતિ પર લઈ જાય તેટલી ગરમી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com