________________
૩૨૫
દૂધ કરતાં શીંગડાંમાં ૨૨ ટકા વધારે ખનીજ ક્ષારો છે અને તે પણ કેવા કેવા ? પોટાશના, સડાના, ચુનાના, લેહના તથા ફોસ્ફરસના. લેહ અને ફ્રોસ્ફરસને લીધે એ તાકાત આપનાર તથા લોહી અને જ્ઞાનતંતુને બળ આપનાર ગણાય છે. આયુર્વેદમાં એને આરોગ્યવર્ધક (એંટરેટિવ), વીર્યવર્ધક, સારક (એટીજન્ટ) તથા રુચિપ્રદ કહ્યાં છે.
બજારમાં મળતાં બાફેલાં શીંગડાં તાજાંતાજાં ખાવાથી બહુ ફાયદો કરે છે. સૂકાં શી ગાડાંનો લોટ પણ પચવામાં હલકો અને માંદાં માણસને અનુકૂળ ગણાય છે. એરોરૂટ, સાબુદાણા કે ચોખા કરતાં એ વધારે પૌષ્ટિક છે અને એના લોટની ખીર દૂધમાં કરીને ખાધી હોય તો સ્વાદમાં પણ મિષ્ટ બને છે તથા બહુ સહેલાઈથી પચી જાય છે.
હિંદમાં એકલા કાશ્મીરમાંજ શીંગડાંમાંથી એક લાખ રૂપિયાની આવક થતી જોઈ ઔસ્ટ્રલિયાના મેલબોર્ન શહેરનો ફર્ડિનાન્ડ વૅન મુલર કલકત્તેથી એનાં બીજ લઈ ગયો છે અને આખા ઓસ્ટ્રેલિયાનાં તળાવમાં વાવીને એ પુષ્ટિકારક ખોરાક અખૂટ જથ્થામાં પૂરો પાડવાની આશા રાખે છે.
( કુમાર’ના એક અંકમાં લેખક-ડો. હરિપ્રસાદ વ્રજરાય દેસાઈ. ).
૧૪૫–દૂધ
દૂધને ખોરાક બાળકથી માંડીને વૃદ્ધ સુધીનાં-સાજાં તેમજ માંદાં-બધાંને માટે ખાસ ઉપયેગી છે; પરંતુ એની જેટલી દરકાર રાખવી જોઈએ તેટલી આપણે રાખતા નથી. દૂધને જે બરાબર સંભાળપૂર્વક ન રખાય તે તે એકદમ બગડી જાય છે. નાનાં જંતુઓ-બેકિટરિયા-ની વૃદ્ધિ દૂધ ઉપર એકદમ થાય છે. જેમ માણસ માટે દૂધ ઉત્તમ ખોરાક છે, તેમ નાનાં જતુઓ માટે પણ એ ઉત્તમ ખોરાક છે. ઢોરના આંચળમાંથી તરતનું નીકળેલું દૂધ બિલકુલ -જંતુરહિત હોય છે, પરંતુ માત્ર દશ-પંદર મિનિટમાં જ તેની અંદર સેંકડો જંતુઓ ઉત્પન્ન થાય છે. સારે નસીબે આ જંતુઓ જે તરતજ વૃદ્ધિ પામે છે તે રોગનાં ન હોવાથી શરીરને બહુ નુકસાન કરતાં નથી. પરંતુ બે ત્રણ કલાક એમ ને એમ રાખવાથી તેની અંદર લાખ જતુઓ ઉત્પન્ન થાય છે અને આ જંતુઓમાં રોગનાં પણ અનેક જંતુઓ ઉત્પન્ન થાય છે. ઘણા લોકે દૂધની અંદર જતુનાશક રસાયણો, બોરિક એસિડ વગેરે નાખે છે. પરંતુ પશ્ચિમના દેશોમાં આવાં રસાયણ વાપરવાની કાયદાથી મનાઈ છે. આપણે તે દૂધની વધારે સંભાળ રાખતાંજ શીખવું જોઈએ.
દૂધને સફેદ બાટલીમાં રાખવાને બદલે જે લાલ રંગની બાટલીમાં રાખવામાં આવે તો મોડું અગડે છે. જે લાલ બાટલી ન મળે તો સફેદ બાટલી ઉપર લાલ કાગળ લપેટી લેવાથી પણ કામ સરે છે. આવી રીતે લાલ બાટલીમાં રાખેલું દૂધ તડકામાં પણ એકદમ બગડતું નથી. દૂધમાં ચૂનાના પાણીની આછ (લાઈમ વોટર) નાખવાથી પણ તે બગડતું નથી; ઉલટું એથી તેને સ્વાદ સુધરે છે. સવાશેર દૂધની અંદર બે નાના ચમચા ભરીને ચૂનાનું પાણી પૂરતું થઈ પડે છે. મોટાં - શહેરોમાં જ્યાં ઘણે દૂરથી દૂધ આવે છે ને વાપરનારને મળતાં પહેલાં પાંચસાત કલાક અગાઉનું રહેલું હોય છે તે દૂધ તો ગરમ કરીને જ વાપરવું જોઇએ. આવા દૂધની અંદર રંગનાં અનેક -જંતુઓ હોય છે અને તે એમ ને એમ વાપરવાથી ફાયદો થવાને બદલે નુકસાન જ થાય છે. દૂધ ‘ઉનું કરી તેના ઉપર માખી કે બીજી જીવાત ન બેસે તેટલામાટે બરાબર ઢાંકીજ રાખવું જોઈએ.
( “કુમાર”ના ચૈત્ર ૧૯૮૪ના અંકમાં લેખક શ્રી. મૂળચંદ પારેખ)
--
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com