________________
-
^^^
ખાંડને બદલે ગાળ ખાઓ.
૩૨૩ પરિણામ ગણવામાં આવે છે. એ વસમા સંયોગો દૂર કરી તેમને સંગીન શિક્ષણ આપવામાં - આવે તે અપરાધનો અંશ લગભગ નાબુદ થાય, એમ બોલશેવિકો મક્કમપણે માને છે. જે અપરાધીઓની આર્થિક સ્થિતિ સુધરે એવી યોજના થાય તો પછી ગાંડા માણસેસિવાય ગુન્હાનો - અવકાશ રહેતેજ નથી. માનસશાસ્ત્રની નજરથી અપરાધીઓને કેળવવાની પ્રથા રશીઆમાં શરૂ થઇ છે. એની સફળતા ખુલ્લી રીતે જોઈ શકાય છે. ગુહેગારોને સમાજમાંથી નકામા અને ભયંકર માણસ તરીકે કાયમના કોરડાથી હડધૂત કરવાને બદલે તેમને ઉપયોગી શહેરીઓ બનાવવાની સોવિયટ રશીઆની નેમ છે.
નિદાન જ્યારે જેલ છેડી અમે સહુ બહાર આવ્યાં, ત્યારે મારા મનમાં એકજ વિચાર ઘોળાયા કર્યો
“ઈંગ્લાંડનાં કારખાનાંઓમાં કામ કરતા મજૂર કરતાં આ કેદખાનામાં કામ ઉઠાવતા કેદીઓની સ્થિતિ કેટલી બધી સારી છે ?
ખરેખર, રશિયન જેલો તો અપરાધીઓને સંસ્કારવાનાં સુંદર સાધનો છે. બધા દેશો એને - પગલે પળે તો દુનિયામાંથી ગુન્હેગારી કેટલી બધી ઓછી થઈ જાય ?
(તા. ૧૪-૪-૨૮ ના “હિંદુસ્તાનમાં મીસ કેડા અટલીનો લેખ)
૧૪૩–ખાંડને બદલે ગેબી ખાઓ.
વર્તમાન યુગમાં વિજ્ઞાને જે અનેક નવી શોધ કરી છે, તેમાં સફેદ ખાંડ એ પણું આ જમાનાની શોધનું પરિણામ છે. એ પહેલાં લેકે ગોળ અને થોડા પ્રમાણમાં ઝાંખા રંગની ખાંડ વાપરતા. હજુ પણુ ગામડામાં ખાંડને બદલે ગોળ વપરાય છે અને ત્યાં લોકે ખાંડ કરતાં ગોળને વધુ પૌષ્ટિક માને છે. તેઓ ખોરાક દેખાવ કરતાં નથી. શહેરમાં આજે તેથી ઉલટી રીત છે. શહેરવાસીઓ દેખાવને પ્રધાન પદ આપતા જણાય છે. ગાળની બનાવટ દેખાવ ખાંડ કરતાં કંઈક શ્યામ બને છે; તેથી ખાંડ પૌષ્ટિક છે કે નહિ, તેનો વિચાર કર્યાવિના સ્વરછ દેખાવની ખાંડ શહેરીઓ ખૂબ વાપરે છે અને પરિણામે ખાંડના વધુ પડતા ઉપયોગથી પોતાની તંદુરસ્તી અમુક પ્રમાણમાં બગાડે છે.
દુનિયાના કોઈ પણ ભાગ કરતાં હિંદમાં વધારે શેરડી પાકે છે, છતાં દુનિયાની કોઈ પણ પ્રજા કરતાં આપણે ગળપણને એટલો હદ ઉપરાંતને ઉપયોગ કરીએ છીએ કે આપણે બીજા દેશોમાંથી ઘણી ખાંડ આયાત કરીએ છીએ. પરદેશથી આવતી એ ખાંડ તદ્દન સાફ થયેલી હોવાથી તેમાંથી ઘણાં પૌષ્ટિક તત્ત્વો નાબુદ થયેલાં હોય છે અને તેથી આવી ખાંડ આપણા શરીરને ઘણું નુકસાન પહોંચાડે છે. કેટલાકનું એમ માનવું હોય છે કે, ગાળ કરતાં ખાંડ વધારે સાફ થયેલી હોય છે, અને તેથી ખાંડ વાપરવાથી શરીરમાં તેટલો કચરો ઓછા જાય. પણ આ મટી ગેરસમજ છે. ગોળને ઘણું સાફ નહિ કરેલ હોવાથી તેમાં ઘણી જાતનાં તત્ત-કેલ્શિયમ, -લોહ અને વાઈટામિન્સ (જીવન-તો) રહેવા પામે છે, જ્યારે ખાંડને તદ્દન સાફ બનાવવા જતાં આ બધાં શરીરને ઉપયોગી થવાવાળાં તે નાશ પામે છે. સફેદ ખાંડ તેથી એક કેવળ રાસાયણિક પદાર્થ બની રહે છે અને તે ખોરાકને લાયક રહેતી નથી.
ગોળ કે ખાંડ મુખ્યત્વે શેરડીમાંથી બને, પણ નવી શોધ પ્રમાણે જર્મની અને બીજા દેશમાં બીટરૂટ’(ગાજર જેવું કંદ)માંથી હવે પુષ્કળ જથ્થામાં ખાંડ બને છે. આ શેરડી કે બીટરૂટ પાકને ઘણું ઉંચી જાતનું ખાતર દર વખતે જોઈએ છે. આનું કારણ એ હોય છે કે, શેરડીને પાક જમીનમાંથી ઘણે કસ ચૂસી લે છે. આથી જે દર વર્ષે તેમાં ખાતર નાખવામાં આવે નહિ, તો જમીનની ફળદ્રુપતા ઘટવા માંડે છે. વળી શેરડીના પાકને સૂર્યને તડકો ખાસ જરૂરી "
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com