________________
શાક અને ફળસંબંધી ઉપયોગી હકીકત
૩૧૩ આ ખાવાથી તાવ આવવાનો સંભવ છે, માટે તે ન ખવાય તે સારૂં. જ્યારે વરસાદ નહોય અને તેને લીધે થયેલી શરદી દાખવતી ન હોય, ત્યારે તે ખવાથી બાદી થતી નથી. આ ઉપરાંત દરેક લીલી શાકભાજી, ફળ વગેરેમાં વીટામીન નામનું એક તત્વ છે, જેથી શરીરને કૌવત અને સ્મૃતિ પ્રાપ્ત થાય છે. કાચા શાકમાં તે વધારે પ્રમાણમાં જોવામાં આવે છે, જ્યારે રાંધેલા શાકમાં તે ઓછું માલમ પડે છે. આમ હોવાથી જ્યારે બને ત્યારે, કચુંબર ખાવાની ભલામણ વૈદ્ય-દાક્તરે કરે છે. આવાં કચુંબર કાકડી, કાંદા, મૂળા વગેરેનાં થઈ શકે છે.
- હવે ફળની વાત કરીએ. દરેક ઋતુમાં આપણે ત્યાં કંઈક ને કંઈક ફળ તો થાય છે. આ ઉપરાંત બીજા પ્રાંતોમાંથી ઘણી ઘણી જાતનાં ફળે બજારમાં આવે છે. કેરી, કેળાં, પપૈયાં, જમરૂખ, બાર, સીતાફળ, ટેટી, તડબુચ, નારંગી, સફરજન, દાડમ, લીંબુ, પીચ વગેરે અનેક ફળો બજારમાં મળે છે. આપણે આ પૈકી ઘણાંજ થોડાં ફળો ખાઈએ છીએ. જમરૂખ બંધકોશ કરનાર, સીતાફળ તાવ લાવનાર, બાર ઉધરસ કરનાર, પપૈયા ગરમ; વગેરે વગેરે કહી તેને વપરાશ આપણે ઓછો કરી હાથે કરીને હેરાન થઈએ છીએ. આ ઉપરાંત બીજે એક મેટો દોષ આપણામાં છે. કેળાં અને કેરી જેવાં મીઠાં કળાને ખાતી વખતે તેમાં આવેલી કુદરતી મીઠાશ જાણે ઓછી હોય તેમ તેમાં ખાંડ ભેળવીએ છીએ અને જે પદાર્થ પચવામાં ઘણે ભારે છે, તે શરીરમાં દાખલ કરી પચાવનારા બધા અવયવોને નાહકની ઘણી તસ્દી આપીએ છીએ, તેથી હજી બીજી પણ એક અવક્રિયા થાય છે. તેમાં પુષ્કળ ઘી નાખવામાં આવે છે. ઘી નાખવાથી જ શરીરનું કાઠું બંધાય છે, એમ માનીને આમ ઘી ભેળવવામાં આવે છે. કેળાં, ઘી ને ખાંડ એકઠાં છુંદી લચકે કરેલ , જેમણે જોયો હશે, તેમને મગજપર તેથી થયેલી ગંદવાડની છાપ કદી ભૂસાશે નહિ. કયાં દેખાવે
સુંદર અને કુદરતી સ્વાદવાળાં પાકાં કેળાં અને ક્યાં એ ચીકણે લચકે ! કેરીમાં ખાંડ નાખવામાં આવે કે તરતજ તેની કુદરતી મીઠાશ જતી રહે છે; ને તેમાં ઘી નાખે એટલે તેનો કુદરતી સ્વાદ દૂર થઈ જાય છે. આવી રીતે ફળને ખાનારાઓ તેથી થતા અનેક લાભો ગુમાવીને તે ગેરલાભ ભગવે છે અને દુ:ખી થાય છે.
આપણા અને પરદેશી લોકોના ખોરાક વચ્ચે એક મેટો ફરક એ છે કે, તેઓ રોજ કંઈ ને કંઈ ફળ ખાય છે, ત્યારે આપણે મોસમમાં કેટલાંક ફળ ખૂબ ખાઈને હેરાન થઈએ છીએ; અને બીજી વખતે વહેમથી કે મેઘવારીથી ડરીને ફળ તરફ નજર પણ કરી શકતા નથી. ફળવાડી એ સારામાં સારી દવાશાળા છે, તેથી અહીં ડાં ફળાના ગુણે દશવીશું.
સૌથી ઉત્તમ ફળ સફરજન છે. તેમાં ફોસ્ફરસ ઘણા પ્રમાણમાં હોવાથી તે મગજને શક્તિ આપે છે. તેમાં રહેલા ક્ષારો વગેરેથી પિત્તાશય ચપળ થાય છે. બેઠાખાઉ થઈ ગયેલા લોકોને આથી ઘણો ફાયદો થાય છે. એ કુદરતી રેચ છે. તે ખાનારની ચામડી અને ચહેરો સારાં રહે છે. - ન્ડીનેવીઆના અસલી લોકો એમ માનતા કે, દેવતાઓને જ્યારે નિર્બળતા દાખવે, ત્યારે તેઓ શારીરિક તેમજ માનસિક અશક્તિ દૂર કરવા સારૂ સફરજનને ઉપગ કરતા. આ ફળનું સેવન કરનારને શક્તિ પ્રાપ્ત થાય છે, એ નિ:સંશય છે. કેળાંમાં પણ ફેસ્ફરસ ઘણે છે અને મગજમારીનું કામ કરનારાઓને માટે તેની ભલામણ કરવામાં આવે છે. ટાઈફોડ જેવા તાવવાળાઓને પણ પાછળથી સૂકેલાં કેળાંના લોટની કાંજી આપવાની ભલામણ કરવામાં આવે છે. કેળાંમાં રહેલા ઉત્તમ ગુણોને લીધે જ તેને આપણે પવિત્ર માની પૂજા વખતે તેને ઉપયોગ કરીએ છીએ. રાત્રે જો કેળું ખાધું હોય તે બંધકોશ ટળે છે, એમ કેટલાક માને છે. સ્ટ્રોબરી અને પીચમાં લોહી સુધારવાનો ગુણ છે; અને જેમનું લોહી ફિકકું પડયું હોય તેઓ જે આ ફળાનું સેવન કરે તો તેમનામાંથી ગયેલી રતાશ પાછી આવે છે.
નારંગી, દાડમ અને લીંબુ લોહીને સ્વચ્છ કરનારાં, મગજને શાંતિ આપનાર, જઠરાગ્નિને તેજ કરનારાં તથા પૌષ્ટિક ફળ છે. દાડમમાં ઠળીઆ ખાઈ જવા ન જોઈએ. કેટલેક ઠેકાણે આ ફળને રસ કાઢી તેને પીવામાં આવે છે. આ રસ ઘણેજ મધુર અને શાન્તિ આપનારો છે. પાકી કેરી પૌષ્ટિક છે. તેમાં રહેલી મીઠાશ એ એકદમ પચી શકે એવી ખાંડને લીધે છે. તેમાં રહેલાં કેટલાંક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com