________________
૩૧૪
શુભસંગ્રહ-ભાગ ત્રીજો
તોથી પિત્તાશય મજબૂત બને છે. પપૈયામાં પણ તેવાં જ તવ છે. તે ઉપરાંત પપૈયા પેટની બાદીને તોડી જઠરાગ્નિ પ્રદીપ્ત કરે છે. દ્રાક્ષ પૌષ્ટિક છે; અને તેથી લેહી સાફ થાય છે. એ ખાવાથી માણસનું મન પ્રફુલિત થાય છે અને તેનાથી સ્કૂર્તિ આવે છે. અંજીર, દ્રાક્ષ વગેરે ઝીણાં બીવાળાં ફળોની અંદર રહેલી મીઠાશ એમાં જલદી પચે એવી ખાંડને લીધે છે, તેથી તેવાં ફળો પૌષ્ટિક છે. તેમાં રહેલા તેજાબી પદાર્થોથી લોહી સુધરે છે; અને તેનાં બીને આપણે પેટમાં ઉતારી દઈએ છીએ તે રેચક નીવડે છે. બેરમાં પણ મીઠાશ અને તેજાબી પદાર્થો છે, તેથી પણ ઘણો લાભ થાય છે. વળી તેમાં રહેલાં કેટલાંક તો રેચક હોવાથી બહુ ખાધાં હોય તે દસ્ત સાફ આવે છે. આપણું લોકે કેટલાંક ફળ ખાવાથી હેરાન થાય છે, તેનું કારણ ફળ નથી; પણ એક તે તેનાપર અવક્રિયા કરીએ છીએ તે છે, અને બીજું કારણ તેવાં ફળ જ્યારે ખાઈએ છીએ ત્યારે પુષ્કળ પ્રમાણમાં આપણે તે ખાઈએ છીએ તે છે. જે લેકેને તંદુરસ્ત રહેવું હોય અને તેમ ૨હેવા સારૂ જેમને દાક્તરની મદદ ન જ લેવી હોય તેમણે અન્નની સાથે શાક અને ફળને છૂટથી ઉપયોગ કરવો.
(“ગુજરાત શાળાપત્ર”ના એક અંકમાં લેખક:-શ્રી. હરરાય અમુલખરાય દેસાઈ)
૧૩૮-અગત્યની ઘેાડીક ઘરગતુ સુચનાઓ
દીવામાં ડુંગળીનાં છોડાં નાખવાથી જુદાં તેની પાસે આવશે નહિ.
એક શેર (૪૦ તલા) કપડાં ધોવાના સાબુમાં સાડાસાત તોલા ટંકણખાર મેળવીને કપડાં ધોવાથી સાબુ ઓછો વપરાશે અને કપડાં બહુ જલદી સ્વચ્છ થશે.
કાનમાં કાનખજુરો કે બીજું જીવ-જંતુ પેસી જાય તે પિલુડીના પાનનો રસ કાનમાં નાખવાથી કીડા મરી જશે અને બહાર નીકળી આવશે.
બાળકના પેટમાં માટી ગઈ હોય તે થોડુંક પાકું કેળું મધમાં મેળવીને ખવડાવવાથી માટી બહાર નીકળી જશે.
શૌચ જતી વખતે દાંત બરાબર ભીડેલા રાખવાથી દાંતનું કંઈ પણ દર્દ થશે નહિ. પગ ધોતા પહેલાં માથું જોતા રહેવાથી મગજ કદી પણ નબળું નહિ પડે.' ભોજન કર્યા પછી પિશાબ કરી આવવાથી મૂત્રન્દ્રિયસંબંધી કોઈ પણ રોગ થતો નથી. ડુંગળી(કાંદા)ના એક તોલો રસમાં મધ મેળવીને કેટલાક દિવસ પીવાથી બળ અને વીર્ય વધે છે.
ગાયના દૂધમાં અફીણ અને જાયફળ ઘસીને નાક અને માથા ઉપર ચોપડવાથી સળેખમમાં આરામ થાય છે.
લીંબુના રસમાં જાયફળ ઘસીને ચાટવાથી દસ્ત સાફ આવે છે તથા પેટનો આફરો મટે છે,
મોરનાં પીંછાંમાંના વાળ બાળીને તેની એક માસા રાખમાં છ માસ મધ મેળવીને ચાટવાથી ઓડકાર અને ઉલટીમાં અવશ્ય આરામ થાય છે.
લીમડાની નવટાંક અંતરછાલ બશેર પાણીમાં નાખી ઉકાળવી. દોઢશેર પાણી રહે ત્યારે ઠંડુ પાડીને ગાળી લેવું. આ પાણીથી ઘા ધોવાથી તેમાં જલદી આરામ થાય છે અને તે પાકતો નથી.
ત્રણ કે ચાર માસા હીંગ પાણીમાં ઓગાળીને પીવાથી અફીણનું ઝેર ઉતરી જાય છે. અથવા ડાબલીમાં અફીણની સાથે હીંગનો નાનો કકડો રાખી મૂકવાથી અફીણની અસર રહેતી નથી.
(૧૯૨૬ ઍક્ટોબરના “ચાંદ” ઉપરથી અનુવાદિત).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com