________________
૩૧૧
*
^^^^
^
^^^^^
wwww wwww/*
ખાખરાના રસવિષે વધુ ખુલાસો તે દવાનો ઉપયોગ કરશે તો ઊંકટરાની વાઢ-કાપમાંથી ઈશ્વરેચ્છા તો બચી જશે. તે રસ કેવી રીતે કાઢવો તેની વિગત નીચે મુજબ રજુ કરું છું -
ખાખરાનાં મૂળ મંગાવી એક હાંડલાની અંદર તેના કટકા ભરવા. પછી જમીનમાં ખાડો ખોદી કલાઈવાળું વાસણ અગર માટીનું વાસણ મૂકવું. પછી તે ઉપર હાંડલાને ઉંધું વાળવું અને હાંડલાની ચેતરફ છાણાં ખડકીને સળગાવવાં, એટલે ખાખરાનાં મૂળીમાં રહેલો રસ નીચે વાસણમાં પડે છે, અને તેમાં જે ગરભાગ (કચરો) હોય છે તે નીચે જામી જાય છે અને પાતળો રસ ઉપર રહી જાય છે. તે પાતળા રસને ગાળી લેવો. તે રસમાં સુરમો આંજવાની સળી બાળી તે સળી આંખમાં આંજવાથી આંખની ઝાંખ મટી જાય છે. એ ખીલ, પડળ, ફુલું વગેરે આંખનાં દરદોમાં બીજી ઘણી દવાઓ કરતાં વિશેષ ફાયદો કરે છે. આ દવા થોડા દહાડા આંખમાં આંજવાથી આંખનું એટલું બધું તેજ વધી જાય છે કે ઘણા વિદ્યાર્થીઓને ચશ્માં ઉતરી જાય છે. x
x x x
x આપના “શુભસંગ્રહ ( ભાગ પહેલા)માં આંખનાં ફૂલોને અકસીર ઉપાય બતાવેલ છે તેમાં ખાખરાના રસથી છારી વળવી, ઝાંખ આવવી, ફૂલું પડવું એને ખાખરા સિવાય બીજો ઉપાય બતાવેલ છે; પરંતુ તેની અંદર ખાખરાના રસથી મતીઓ તેમજ ઝામરવાને ફાયદા થાય છે એમ લખેલ નથી, તેથી જો આપ મારી વિનતિ ધ્યાનમાં લઈ મોતીઆ બાબત અનુભવસિદ્ધ ખાખરાના રસસંબંધે છાપશે અને સાથે સાથે તે કાઢવાનો પ્રયોગ પણ બતાવશો તે કાને ફાયદો થશે અને યાજ્ઞિક લક્ષ્મીરામ રામજીના શુભસંગ્રહમાં થયેલ લખાણથી લોકો ગભરાશે નહિ; કારણ કે ઉપાય બહુજ સહેલો છે.
લિ. ભૂરાભાઈ કલચંદ મહેતા-પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ મુંવઢવાણ શહેર ઉપલી બાબત એ ગૃહસ્થના તા. ૭-૯-૨૬ ના પત્રમાંથી લીધી છે. જેમને કાંઈ પણ વધુ પૂછવું હોય તેમણે મુકામ વડીયા (કાઠિયાવાડ) એ શિરનામે તેમને પૂછવું. અત્ર તરફથી કેટલીક ખુલાસે પૂછતાં તેમણે વિશેષમાં નીચે મુજબ લખી મે કહ્યું હતું:
(૧) મૂળના કકડા આખા ને આખા માટલામાં ઉભા મોઢામાં થઈ રાખવા, અધકચરા કરવાની જરૂર નથી.
(૨) કકડા પાણીથી ધોવાની જરૂર નથી. ધૂળ લાગેલી હોય તે કપડાથી લૂછી નાખવી.
(૩) જે દિવસે મૂળ આવેલાં હોય તે દિવસે રસ કાઢવાથી વધારે નીકળશે. જેમ વધુ વખત જશે તેમ મૂળી સૂકાવાથી રસ પણ સૂકાઈ જશે.
(૪) બશેર–ત્રણશેર મૂળનો આશરે અશેર રસ નીકળશે; પરંતુ જે વાસણ જમીનમાં ખાડે ખોદીને રાખવાનું છે, તે વાસણની નીચે-એટલે કે ખાડામાં-પાણી છાંટવું, નહિતર થાડા રસ નીકળે તે તે અગ્નિને લીધે બળી જાય છે.
(૫) વાસણના મેઢાની અંદર મૂળી નાખ્યા પછી તેના મેઢા ઉપર કપડું ઢાંકી માટીથી અગર લેટથી કાંઠે કાંઠે છાંદી લેવું અને તે ઘડે અગર માટલું નીચેના ઠામમાં ઉંધું વાળવાનું છે, તેથી તેની નીચલી બાજુએ કાણું પાડવાની જરૂર નથી.
ત્યારબાદ નીચે જે રસ પડેલો હોય, તે કપડાથી ગાળીને શીશી ભરી લેવી અને જે ગર (જાડો) ભાગ રહે છે તે પણ બહુ ઉપયોગી છે. પણ તેના અનુપાનની મને ખબર નથી. હું રાજ આંખમાં આંજવાના ઉપલા રસમાં ત્રણ સળી બળી પાન ઉપર લગાવી ઘણું કરી દરરોજ સવારે ખાઉ છું, અને તેથી મને જઠરાગ્નિ તેજ રહે છે. ભૂખ બહુ લાગે છે. ( જે કે હું અમુક રોટલાથી વધારે ખાતો નથી,) દસ્ત સાફ લાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com