________________
૩૧૦
શુભસંગ્રહ-ભાગ ત્રીજો જો તમે લાંબા કાળ સુધી આરોગ્ય રહેવા ઇરછતા હો, તે તો તમારે ઉપવાસને જરૂરીજ માનવો પડશે અને જો તમે તેમ નહિ કરો તો વર્ષના કેટલાયે દિવસે તમારે રોગી હાલતમાં ગાળવા પડશે. ખાટલે પત્યા પછી તે તમને જણાશેજ કે ઉપવાસ કર્યો હોત તો આટલું દુઃખ ના વેઠવું પડત. આવા પ્રકારના કેટલાક અનુભવો થયા પછી તે આ વાત તમને પૂરેપૂરી સમજાશે કે, ભજનની રૂચિ ઓછી જણાતાં ભોજન નહિ લેવાથી કેટલો બધે ફાયદો થાય છે. મનુષ્યના વિચારોજ તેની શારીરિક સ્થિતિના સાથી જબરા ભોમિયા છે. તમને તમારું જીવન સરસ લાગતું હોય અને બહારની મેમની દરકાર કર્યા સિવાય દિવસ સારો લાગે, તો તે. તમે સારૂંજ આરોગ્ય ધરાવે છે એમ સમજજે; પણ ત્યારે તમને ઉદાસીનતા લાગે અને રોજનું કામ દુ:ખદાયક અને ભારે જણાય તથા તમે તમારો ઉત્સાહ અને સ્વાદ મેઈ બેસે, ત્યારે તે તમારે ઉપવાસનો જ વિચાર જરૂર કરવો જોઈએ. એક કે બે ટંકનું ભોજન છોડી. દેવાથી તમે જરૂર પહેલાંના જેવા થઈ જશો. પણ જો તમે તેમ નહિ કરતાં વિદ્ય-ડોકટ પાસે પાચનશક્તિની દવા માટે દોડાદોડી કરશે, અથવા શક્તિ ટકાવી રાખવા માટે ભોજનને જરૂરી ગણ્યા કરશે, તે તો તમે જરૂર બિમારીમાં જ ફસાઈ પડશે અને કદાચ સ્મશાનભૂમિને પણ રસ્ત માપશો ! આ જાતનાં સંકટોમાંથી બચવાને એકજ ઉપાય છે અને તે એ કે, સારું આરોગ્ય હોય ત્યારે પણ અમુક સમયને અંતરે તે અકેક ઉપવાસ યોજ
(મૂળલેખક બર્નાર મેકફેડન. “વિશ્વામિત્ર'માંથી સ્વતંત્રાનુવાદ)
૧૩૬-ખાખરાના રસવિષે વધુ ખુલાસો
સ્વર્ગસ્થ રા. રા. અમૃતલાલ સુંદરજી પઢિયારે “ગુજરાતી”માં ખાખરાના રસમાંથી બનતી આંખની અકસીર દવા બાબતને લેખ લખેલ હતો.
સને ૧૯૨૩ માં મારી પોતાની બંને આંખમાં મેતીએ આવતા હોવાથી અને તે બાબત. રાજકોટમાં સિવિલ સર્જન એ. ફરી સાહેબે સર્ટિફિકેટ આપતાં હું ગવર્નમેન્ટ સર્વિસમાંથી તે કારણસર બિમારીનું પેન્શન લઈ રિટાયર થયેલ છું; તેમજ મેતીઆ બાબત જેતપુરના મહૂમ , ડોક્ટર રા. જીવણલાલ મોદી કે જે બાહોશ આંખના ડોકટર અને એલ. એમ. એન્ડ એસ. હતા, તેમણે અંધારી કેટડીમાં બનીવડે તપાસ કરી મારી આંખમાં મેતીએ હોવાની વિશેષ ખાત્રી આપી હતી. રા. પઢિયારની “ગુજરાતીમાં છપાયેલ હકીકતની અંદર ફક્ત ઝાંખ, ખીલ, ૫ડળ, ફુલું વગેરે દર્દી સ્પષ્ટ રીતે લખેલ હતાં; એટલે તેની અંદર મોતીઓ ચોખા શબ્દમાં લખેલ નહોતો
પણ ઈશ્વર ઉપર આસ્થા રાખી ખાખરાનાં મૂળ મંગાવીને રસ કાઢી તે આંજવાનું શરૂ કરેલ છે અને તેથી મને ઘણું ફાયદો થયેલ છે. આથી મેતીએ ગળી ગયેલ હોય એમ લાગે છે. અને તે ઉપર ઑપરેશન કરાવવાની ભવિષ્યમાં પણ જરૂર પડશે નહિ, એમ લાગે છે. ઉપર મુજબ મને ફાયદો થતાં બીજાઓને તેનો લાભ મળે તેટલા ખાતર તે હકીકત મેં “ગુજરાતી કાઠિયાવાડ ટાઈમ્સ' વગેરેમાં છપાવી પ્રસિદ્ધ કરેલ છે.
તે ઉપરથી ગુજરાતીમાં તા. ૩૦-૮-૧૯૨૫ના પૃષ્ઠ ૧૩૫૩-૫૪ ઉપર તેથી થતા . ફાયદા બાબત લખી છપાવેલ છે. તેમજ ઠા. વાલજી સુંદરજી વડગાદી સેમ્યુલ ટ્રીટ, શ્રીદ્વારકાનાથજી મંદિર-મુંબઈવાળાએ પણ પિતાને મેતીએ હવાથી સદરહુ રસને ઉપયોગ કરતાં પિતાને ફાયદો થયાનું તા. ૧૩-૯-૨૫ના “ગુજરાતીમાં પૃષ્ઠ ૧૪૩૦ પર છપાવેલ છે. તે ઉપરાંત એ દવા મારા તરફથી ઘણાને મફત આપતાં લોકોએ ફાયદો થવાનું જાહેર કરેલ છે. ટૂંકમાં ખાખરાના. રસથી આંખનાં દર્દોમાં અને ખેતીમાં પણ ફાયદો થયાના ઘણા અનુભવ આ ત્રણ વર્ષમાં. થયા છે. આપ આ બાબતે વિસ્તારથી આપને યોગ્ય લાગે તે મુજબ “શુભસંગ્રહમાં છપાવવાની . તજવીજ કરશે તો જનસમાજને ખાસ કરીને ગરીબ લોકોને-ઘણો ફાયદો થશે; અને જે ખંતથી :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaraganbhandar.com