________________
ઉપવાસના ફાયદા
૩૦૯
ઘેાડા દિવસેામાં પાછી મૂળ સ્થિતિ ઉપર પણ આવી જાય છે. હાજરીનેા આકાર ભાજનના પ્રમાણ ઉપર આધાર રાખે છે. તેના ઉપર જેટલા દખાવ થશે તેટલીજ તે રમ્બરની પેઠે માટી થશે. અપવાસ -શરૂ કર્યો પછી જે પ્રશ્વાસ નીકળે છે, તે પણ વધારે દુર્ગંધવાળા હાય છે; પરંતુ એ પણ એક શરીરને શુદ્ધ કરવાનેાજ મા કુદરતે યેાજેલા છે. કેમકે એ રસ્તે પણ શરીરમાંનું ઝેર બહાર નીકળી જાય છે. પાણી ખૂબ પી ઉપવાસ વખતે આ પણ ખાસ ધ્યાનમાં રાખવું જોઇએ કે, પાણી ખૂબ છૂટથી પીવુ જોઇએ. પાણીને દવાની પેઠે એકદમ નહિં પીતાં કલાકે કલાકે કે બબ્બે કલાકેજ તરસ છીપે એટલું અને પવાલુ પવાલુ પીતા રહેવુ જોઇએ. એક પવાલુ પાણી પણ દરેક ઘુંટડા મેાઢામાં જરા વાર ચાવીને તે પછીજ ગળે ઉતારવુ. ઉપવાસના દિવસેામાં પણ રાજ ચાર શેરથી આઠ શેર સુધી પાણી પીવામાં શુ'જ નુકસાન નથી; કેમકે જો છૂટથી પાણી ન પીવાય તે લેાહી એટલું બધું ઘટ્ટ થઇ જાય છે કે તે શરીરની સૂક્ષ્મ નાડીએમાં છૂટથી ફરી વળી શકતું નથી અને તેથી તે ઝેરી થયાનાં ચિન પણ દેખાઇ આવે છે.
અધુરા ઉપવાસ
કેટલાક પ્રકારના અધુરા ઉપવાસથી પણ ફ્ાયદો થઇ શકે છે. કેટલાક માણસા પૂરા ઉપવાસ નહિ કરતાં રાજ એ કે ત્રણ નારંગી ખાને અથવા નારંગીને રસ પીને રહે છે. બીજા પ્રકારના અધુરા ઉપવાસ એ છે કે, દિવસમાં ત્રણુ વાર મલાઈ ઉતારેલા દૂધના એક એક પ્યાલા પીવે. આ દૂધ પકવાશયને સાફ કરે છે અને ઉપવાસથી થતી ખરાબ અસરને ઓછી કરે છે. પાણીને બદલે શાકભાજીને રસ પણ દિવસમાં કેટલીયે વાર લઈ શકાય છે. મધને ઉપયોગ તે વળી ઉપવાસના દિવસેામાં અસાધારણ ફાયદા આપે છે. કેમકે પીવાનું પાણી મધ મેળવીને ગળ્યું કરી પીવાથી ભૂખ પણુ મટે છે અને ઉત્સાહની પણ વૃદ્ધિ થતી જણાય છે. પછી તેા વજન ઘટવા સિવાય મીજી રીતે તમને ખબર પણ નહિ પડે કે, ઉપવાસ ચાલુ છે. ઉપવાસને બદલે ખીજા` પણ કેટલીયે જાતનાં ભેજનેાની વ્યવસ્થા થઈ શકે છે. જો કે પ્રત્યેક સ્થિતિમાં પ્રવાહી પદાર્થોં તેા પૂરતા પ્રમાણમાં લેવા જોઇએ. ખરાખર તંદુરસ્ત પુરુષ પ્રવાહી પદાર્થ વિના પણ કેટલાય દિવસે સહેલાઇથી ગાળી શકે છે. ઈંગ્લેંડ - ના ડૉક્ટર ટેનરે એ ચાલીસા કર્યા હતા. તેમણે કહ્યું છે કે, છેલ્લા ચાલીસ દિવસના ઉપવાસમાં શરૂનાં એ અઠવાડીઆં સુધી તે તેમણે પાણી પણ જરાએ પીધું ન હતું. પણ આ રીતે તેા જેનું શરીર અસાધારણ તંદુરસ્ત હેાય તેજ ચલવી શકે. બીજાઓને તે નુકસાનજ થાય. શરીરને શુદ્ધ રાખવાને માટે પાણીની જરૂર તે સાધારણ રીતે સને માટે છે.
કથનને સારાંશ
ઉપર કહેલી ખાખતાના સારાંશ એટલેજ છે કે, ભૂખ જતી રહી હૈાય કે ધટી હાય, ત્યારે ઉપવાસ કરવા, એજ એક સારામાં સારી યુક્તિ અને ઔષધિ છે; અથવા અઠવાડીઆમાં કે મહીનામાં એક દિવસ એવેા નક્કી કરી રાખવેા કે જે દિવસે પેાતાની જાતને પ્રશ્ન કરી શકાય કે,આજે આપણને ઉપવાસની જરૂર છે કે કેમ? હું રજાના દિવસ પછીને-સામવારના દિવસ આ કાĆમાટે ઘણાજ સારા માનું છું. આપ પેટ ભરીને ખાવાના અભ્યાસી હશેા તે તે એ પ્રમાણે કર્યાં સિવાય તમને ભેાજનમાં સ્વાદજ નહિ આવે; અને જો આપ હલકા બેાજનના અભ્યાસી હશે। અને ખાસ કરીને હલકા ખારાકની સાથે પથ્ય પદાર્થોનું સેવન કરતા હશે!, તે તેા વષઁસુધી પણ ઉપવાસવિના ચલાવી શકશે. કાંદા (ડુંગળી) તરફ્ ધણા ધૃણાની નજરે જુએ છે, પણ ઔષધિની દૃષ્ટિએ તે તેને કસ્તૂરી” કહી છે, એ પણ ભૂલવાનું નથી. આપણા મહાન અનુભવી પ્રાચીન વૈદ્યો એને બુદ્ધિવધ ક, વી`વક તે શોધક કહી ગયા છે તે પણ યથા જ છે. કાચા કાંદામાં પકવાશયમાંના સડાને રાકવાને ખાસ ગુણ છે તે ભૂલવું ન જોઇએ. કાચા કાંદા સામાન્ય રીતે દુર્ગંધીવાળા હાય છે. જો ખીજા ખાદ્ય પદાર્થોના યેાગ્ય રીતે ઉપયોગ થાય તે તે એની (કાંદાની) આવશ્યકતા પણ રહેતી નથી. જો કે કાચા અને પકાવેલા, બંને પ્રકારના કાંઠામાં સડાને રાકવાના ખાસ ગુણુ છે; પરંતુ તેમાં પણ પકાવેલા કરતાં કાચામાં એ ગુણુ વિશેષ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com