________________
૩૦૮
શુભસંગ્રહ-ભાગ ત્રીજો
જનની છુટ્ટી જેમને સ્વેચ્છાનુસાર ભોજન પ્રાપ્ત થતું હોય, તેમને તો બસ શરીરને થોડા થોડા સમયને અંતરે ચાહ, કૅશી, દૂધ, ભજન, નાસ્તો વગેરેમાંનું કાંઇ ને કાંઈ ઉડાબે જવાની છુટ્ટી ! આવી, રીતે જેમને વારંવાર નાસ્તો અને ભજનાદિ કરવાની ટેવ હોય છે, તેમના ઉપર રોગને પણ ડે. થોડે અંતરે હુમલો થતેજ રહે છે. એ વખતે તેમની ભૂખ મરી જાય છે અને મનમાં ખાવાની. ઈચ્છા ગમે તેટલી હોવા છતાં પણ મેઢાનો સ્વાદ બગડી જવાથી તેઓ ખાઈ શકતા નથી; અને જે તે જબરજસ્તીથી (મોઢું કડવું કરીને) પેટમાં કંઈ નાખી લે છે, તે પેટ તેને સમાવી નહિ લેતાં તરતજ ઉપકા લાવીને બહાર કાઢી નાખે છે ! આવી સ્થિતિમાં તેમને ફરજિયાત ઉપવાસ કરવા પડે છે. પણ આવી સ્થિતિમાં ઉપવાસ કરવાની ફરજ પડે તેની પહેલાં જ-ભૂખ જરા પણું. ઓછી લાગે ત્યારેજ-સવેળાથી ઉપવાસ કરવામાં આવે, તે બિમારી થવા પામે નહિ, એ કેટલે બધો સરસ રસ્તે !
અઠવાડીક ઉપવાસ જે માણસ પ્રથમથી જ સમજી લે કે, જ્યારે અને કેવી રીતે ઉપવાસ કરવાથી તે માંદગીમાંથી' બચી શકે તેમ છે; તે એવા ઉપવાસ કરવા છતાં માંદગી આવે એ તો અસંભવિત જ છે. ભૂખ ઓછી હોય ત્યારે ભાજન ઓછું કરવું, એ તે જરૂરનું જ છે; પરંતુ જે જરા પણ ભજન - ખવાય તો તે વળી બહુજ સારી વાત. આ લેખનો મૂળલેખક બરનાર મેકફેડન દર અઠવાડીએ એક કે બે દિવસના ઉપવાસ અવશ્ય કરે છે. તે લખે છે કે:-સોમવાર આવે છે એટલે હું વિચાર કરું છું કે, મને ઉપવાસ કરવાની જરૂર છે કે નહિ ? સામાન્ય રીતે જરૂર હોય છે અને ઘણાખરા, માણસને તેની આવશ્યકતા પણ રહે છે, કેમકે રવિવાર રજાને દિવસ હોવાથી તે દિવસે ખાધાસિવાય બીજો કાઈ ખાસ કામ અમારા લોકોને હોતું નથી એટલે એ દિવસે અમે જરૂરીઆત કરતાં. ઘણુંજ વધારે ખાઈ લઈએ છીએ. - જે માણસ હાજરીને કઈ કઈ વાર આરામ આપતો હોય, તે માણસ કોઈ વાર પૂરેપૂરું પણ યથેચ્છ ભોજન લઈ શકે છે; પણ જયારે આપણે વગરભૂખે કે ઓછી ભૂખેજ પેટમાં ભોજન નાખીએ છીએ, ત્યારે એનો અર્થ તો એટલો જ છે કે, એક પુરુષ માંદી સ્ત્રી માટે સવામણ દળણું લઈ આવે, તેની પેઠે આપણે પણ હાજરીની શક્તિ અને ઈચ્છાવિનાજ મનમાં આવે તેમ પેટમાં ખોરાક ભરીએ છીએ ! અને તેથી કરીને એ ખોરાક નહિ પચતાં હોજરી વધારે થાકી જવાની અને બરાક મોટે ભાગે જ્યાંને ત્યાંજ પડ્યો રહીને ભયંકર વ્યાધ પેદા કરી નવાઈ નથી. તમારું સ્વાધ્ય અને શક્તિ ટકાવી રાખવા માટે તમે જેટલું ઓછું ખાવાનું રાખશે, તેટલું જ તમારું શરીર ફૂર્તિવાળું રહેશે, તેટલું જ મન પણ સ્વસ્થ રહેશે અને તેટલું જ આયુષ્ય લંબાશે, એમાં જરા પણ શક નથી. સામાન્ય લોકો જેટલું ભજન કરી શકે છે, તેટલું કરવાનો તેમને અભ્યાસ પડેલો હોય છે, પણ જો તે એ રીત બદલીને જેટલું પણ ઓછું ખવાય તેટલું ઓછું ખાવાની રીત પકડે તો તેથી તેમને ઘણો જ ફાયદો થાય.
ઉપવાસમાં નુકસાન કયારે થાય છે? ઉપવાસ કેવી રીતે તેડવો એની બરાબર ખબર ન હોય ત્યારેજ ઉપવાસથી નુકસાન થાય છે; પણ ચાર પાંચ દિવસના કે તેથી વધુ દિવસના ઉપવાસ તોડવાના હોય, તેવા ઉપવાસને માટે તે તેડવાની રીત જાણવાની ખાર આવશ્યકતા છે, તેથી ઓછા માટે નહિ. જો તમે એક અઠવાડીઆનો ઉપવાસ કર્યો હોય તે તે તમારી હાજરીને-પકવાશયને બહુ નાનું બનાવી દે છે; અને સાધારણ કરતાં બહુજ ઓછો ખોરાક જીરવવાની શક્તિ તેનામાં (અપવાસ છોડતી વખતે) હોય છે. તેથી આ જાતના ઉપવાસ પછી ખાવાનું શરૂ કરવામાં આવે, ત્યારે બહુ થોડા ને હલકા તથા પ્રવાહી બારાકથીજ શરૂઆત કરવી જોઈએ, અને મનથી પણ વધુ ખાવાની લોલુપતા ન રાખતાં સંતોષ રાખવું જોઇએ. તમને એ વખતે ભૂખ કદાચ વધારે હોય તે પણ હાજરી ને આંતરડાં તે પહેલે દિવસે ભારે ને વધારે ખોરાક જીરવવાને અસમર્થ જ હોય છે. આથી રોજ રોજ પક્વાશયની શક્તિ છેડી થોડી વધીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com