SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપવાસના ફાયદા ૩૦૭ ૧૩૫–ઉપવાસના ફાયદા રણના નિવારણ માટે ઉપવાસ કરવાની પ્રથા માનવજાતિના જેટલી પુરાણી છે. ખ્રિસ્તીઓના ધર્મપુસ્તક બાઇબલમાં ઉપવાસનાં અનેક દૃષ્ટાંત મળી આવે છે. કેટલીયે બિમારીઓમાટે ઉપવાસ અને ઈશ્વરપ્રાર્થનાના નુસખા તેમાં બતાવેલ છે. આપના ધાર્મિક વિચારો ભલેને ગમે તેવા હે, પણ પ્રાર્થનાથી આશાને સંચાર થાય છે, એટલું તે આપને સ્વીકાર્યું જ થ્થકો છે. પછી ભલે એ પ્રાર્થનાને સ્વીકાર થાય છે કે નહિ તે પ્રશ્ન આપણે બાજુએ રાખીએ. પ્રાર્થનાદ્વારા માનસિક સ્થિતિ સુધારવાની સાથે સાથે ઉપવાસ જે આરોગ્યપ્રદ ઉપાય પણ અજમાવશે, તો સુવર્ણમાં સુગંધ ભળશે અને વિશેષ લાભ થશે; પણ આ લેખમાં ઉપવાસ એ રોગનિવારણને એક ઉપાય છે તે વિષેજ માત્ર વિચાર કરેલો નથી. આમાં ઘણે ભાગે એવા મનુષ્યની ચર્ચા છે કે જેમનું સ્વાથ્ય સાધારણું છે અને જેઓ દરરોજ ત્રણ વાર ભોજન કરે છે, પછી ભલેને તેટલી વારના ભોજનની તેમને જરૂર હોય કે ન હોય. વગરભૂખે ભેજન કરવાથી થતી હાનિ જેઓને એ વિચાર હોય કે, ભૂખ ન હોવા છતાં પણ અમારે અમારી શક્તિ ટકાવી રાખવા માટે ભોજન તો કરવું જ જોઈએ; તે તે તેઓનું ગાંડપણુજ છે. પરલોકમાં સીધાવેલા પેલા કરોડો આદમીઓ કે જેઓ ઠાંસી ઠાંસીને ખાવાના કારણથી જ યોગ્ય સમય પહેલાં ત્યાં પહોંચી ગયા હોય છે, તેમને પાછા બેલાવીને અહીં ખડા કરી શકીએ તો સમસ્ત સંસારની ચારે બાજુએ આઠ કતારોમાં તેમને ઉભા કરી શકાય. અત્યારે પણ લગભગ બધા માણસે ખાવાના ગાંડા સ્વભાવથીજ અકાળે સ્મશાનમાં સીધાવે છે. કદાચ એવા સ્વભાવને ગાંડપણું કહેવું અયોગ્ય હોય છે એટલું તો નક્કી જ છે કે, આપણે ભજન કરવાનો હાલને સ્વભાવ આપણા શારીરિક અજ્ઞાનને અને આપણી સ્વાદપ્રિયતાને જ આભારી છે. વૈજ્ઞાનિક રીતે ભોજન કરવા તરફ તો હજુ હમણુંજ કેટલાક ધ્યાન આપવા લાગ્યા છે. અમારાં પાળેલાં જાનવરોને ખવડાવવાની બાબતમાં અમે કાંઈ પણ માહિતી અને સાવધાનતા રાખીએ ખરા, પણ અમે માનો માટે તે ઔષધિ ખાવાની અને જુલાબ લેવાની અવળીજ સમજણ અને આદત અમારા પર સવાર થઈ બેઠી છે, એટલું જ નહિ પણ અનેક પેઢીઓથી ઉતરી આવેલા પેલા સુંદર સ્વાધ્ય આપનારા સામાન્ય ઘરગતુ પ્રયોગો પણ અમે છેક ભૂલી બેઠા છીએ અને તેથી વાતની વાતમાં વિદ્ય-રૅકટરને ત્યાં દોડી જઈએ છીએ; અને એને પરિણામે વધારે અનુભવીઓ કહે છે તેમ તેમને પ્રતાપે બચે છે ડા અને ઘણાખરા તે તેમના પ્રતાપે સ્વધામેજ સીધાવી જાય છે. ધર્મોમાં ઉપવાસ દુનિયામાં ચાલતા ઘણાખરા ધર્મોમાં ઉપવાસ માટે કેટલાક દિવસો નક્કી કરી રાખેલા હોય છે. હિંદુજાતિમાં એકાદશી, શ્રાવણમાસ વગેરે પ્રસંગ છે અને મુસ્લીમભાઈઓમાં રજા છે; તેમ આગલા સમયમાં ખ્રિસ્તીઓ પણ ઈસુના ચાલીસ દિવસમાં પ્રતિવર્ષ ખ્રિસ્તનું અનુકરણ કરતા હતા અને ભોજનસંબંધી ઘણી સખ્ત વિધિ નકકી કરેલી હતી. કેટલાય ધર્મોત્સાહી ખ્રિસ્તીઓ તે ચાલીસ દિવસના પૂરા ઉપવાસ પાળતા અથવા તે માત્ર રોટી અને પાણી ઉપરજ નિર્વાહ કરતા અથવા એવું જ કઈ કઠિન વ્રત ધારણ કરતા હતા. પણ કેટલીયે પેઢીઓ પૂર્વે શક્તિ ટકાવી રાખવા માટે ભોજન કરો'નો જે સિદ્ધાંત મૂ ખે ઊંકાએ કાર અને હિંદના વૈદ્ય-હાકેમ પણ લોકરુચિ મુજબ હા હા ભણવા લાગ્યા, ત્યારથીજ ઉપવાસસંબંધી ધર્મભાવના ક્ષીણ થતી ચાલી. અમો હિંદુઓમાં અને વિશેષ કરીને શહેર તથા કિસ્સાઓમાં તે એટલું બધું ઉંધાપણું ઘુસી ગયું છે કે રોજના સાધારણ ખોરાક કરતાં પણ ભારે ખોરાકથી (બરડી, . પેંડા વગેરેથી) પેટ ભરવામાં આવે છે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034612
Book TitleShubh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy