________________
શુભસંગ્રહ-ભાગ ત્રીજો તમારે સાચે સલાહકાર છે. તમને ખોરાકની જરૂર છે કે નહિ તે તેજ જાણે છે; અને જ્યારે તે તમને એમ કહે કે, ખોરાકનો સ્વાદ સારો લાગતું નથી અને તે છતાં તમે તમારી હાજરી ઉપર અઘટિત બેજે નાખશો તો જાણજો કે, તમે તમારા સાચા દોસ્ત હોજરીને એવો ગુન્હો કર્યો છે કે જે માટે તમારે બિમારી અને દર્દીની સખ્ત સજા ભોગવવીજ પડશે. જ્યારે સ્વાદ સારો આવે ત્યારે જાણવું કે તમારી હાજરીને રાકની ખરેખરી જરૂર છે. જેમ ખોરાકનો સ્વાદ સારો લાગે, તેમ તમારી હાજરી તે પચાવવાને વધુ તૈયાર હોય છે. ખરી રીતે જોતાં તે ખોરાક ખાવાની મેજ ખોરાક પચવાના રસને વહેવાને કાર્યસાધક થઈ પડે છે. આ રસ હોજરી અને આંતરડાંમાં કેવી અગત્યની ફરજ બજાવે છે, તે છેડાએજ જાણતા હશે.
જ્યારે આ પ્રવાહી રસ એગ્ય જથામાં પૂરો પાડવામાં આવે છે, ત્યારે ખોરાક હજમ થવાની ક્રિયા દરેક રીતે થઈ શકે છે; પણ જે એક ફરજતરીકે અથવા તમારું કૌવત ટકાવી રાખવાના હેતુથી રુચિ નહિ છતાં ખોરાક હોજરીમાં ઉતારવાની કશીશ કરશે તે જરૂર માની લેજો કે, તમે તમારી હોજરીપર નાહકનો બે લાદી તમારું જોર ઓછું કરી નાખે છે. આવી સ્થિતિમાં હાજરી ખોરાક હજમ કરવાને તૈયાર હોઈ શકતી નથી. આવી સ્થિતિમાં તમે ખાધેલો ખોરાક હોજરીમાં મોટા બોજા સમાન થઈ પડે છે. આ વખતે તમારા લોહીના દરેક ટીપામાં નજીઆત અને બહારનાં તો દાખલ થાય છે; જે શરીરના યંત્રને નડતર સમાન થઈ પડે છે. જેથી તમને સુસ્તી, થાક અને નબળાઈ જેવું લાગે છે, અને તમે પિતાને અર્ધા મુવેલા જેવા માને છે.
જો તમે તમારી બિમારીથી દૂર રહેવા માગતા હો તો તમારે કકડીને ભૂખ લાગે ત્યાં સુધી ખોરાક માટે થોભવું જોઈએ. બિમારીનું મૂળ કારણ ખોરાક કયા પ્રકારને ખાવો તે નહિ જાણવામાં રહેલું છે. આપણે ઘણે જલ્લદ ખોરાક, સફેદ લોટની બનાવટને ખરાક, પૅલીશ કરેલા ચોખા વગેરેના ખોરાકનો મેટા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. આ ખેરાકો જીવન માટે સાદા છે; પણ તે વૃક્ષમય રેષાઓની હાજરી વિનાના હોવાથી તે ઘટતી અસર કરવાને અકાત થાય છે. ખરબચડા ખોરાક ખાવાની ઘણી જરૂર છે, જેથી ખોરાકસંબંધી નહેર યા નળી સ્વચ્છ અને સાફ રાખી શકાય.
રાંધણકળામાં સ્ત્રીઓની ગંભીર ભૂલ ઇંગ્લંડને એક જગજાહેર તબીબ જણાવે છે કે, રાંધણકળામાં જે એક ઘણી જ ગંભીર ભૂલ કરવામાં આવે છે તે એ છે કે, જે પાણીમાં પપેતા વગેરે બીજી તરકારી બાફવામાં આવે છે, તે પાણી ફેંકી દેવામાં આવે છે. આ એક ઘણી જ ગંભીર ભૂલ છે. આ ભૂલથી સરકારી કે વન
સ્પતિને સ્વાદ ઈ દેવામાં આવે છે; એટલું જ નહિ પણ તે ખોરાકનાં પુષ્ટિકારક તત્ત્વ પાણી ચૂસી લે છે અને આ લાભકારક તો ઉપયોગ કર્યા સિવાય ફેંકી દેવામાં આવે છે, માટે તરકારી બાફવાની ઉત્તમ રીત તે “ સૂકી” બાફવાની છે. એટલે કે, તે બાફવામાં ઘણુંજ થોડું પાણી વાપરવું એટલે કે તે પાણી એટલુંજ હોવું જોઈએ કે તે બળી જાય તે આગમચ બારાક બરાબર પાકી જાય.
જે ખોરાક ભેજવામાં આવે છે અથવા વરાળથી પકાવવામાં આવે છે, તે પિતાના સ્વાદ સાથે પુષ્ટિ આપનારાં પિતાનાં તો ૫ણ જાળવી રાખી શકે છે. જો કે બાફેલો ખોરાક સંતેષને પાત્ર છે, પણ તેના સંબંધમાં ઉપર કહેલી સૂચનાપર અમલ થવાની ખાસ જરૂર છે.
એક રીતે બિમારીથી શરીરમાં જમા થયેલી નજીઆતને પોતાની મેળે ત્યારેજ અંત આવે છે, કે જ્યારે ભૂખ વગર કોઈ પણ જાતના ખોરાકથી પરહેજ રહેવામાં આવે છે. આથી બિમારી એક રીતે હોજરીપર ખોરાકથી પડતા બેજાને અટકાવ કરે છે. આથી બિમાર માણસે જેઓ ઘણું ખાવાથી બિમારી લાવે છે તેઓને, હોજરીને આશાએશ આપવાની ફરજ પડે છે. પરિણામે શરીરમાં દાખલ થવા પામેલી નજીઆત તેમાંથી સહેલાઇથી બહાર નીકળી શકે છે, અગર જો તે બહાર નીકળવા પામી ન હોત અને તેને શરીરમાં વધવા દેવામાં આવી હોત તો પરિણામ ઘણું જ ભયંકર-કદાચ મેતમાં પણ આવ્યું હોત !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com