SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ તંદુરસ્તી વિષે કિંમતી સૂચનાઓ ૨૯૩ મેલેરીઆનાં મચ્છર માટે ઝેરી ગેસ આ તો જાણીતી બીના છે કે, મેલેરીઆના તાવનો ઉપદ્રવ એક જાતના મચ્છરોને આભારી છે. આ મછરો જેમ ગરીબની ઝુંપડીઓમાં તેમ રાજાના મહેલમાં પણ પ્રવેશ આ મચ્છરોને નાશ કરવા માટે અનેક ઇલાજે લેવામાં આવ્યા છે, પણ તે ઘણું મેટા ભાગે નિષ્ફળ નીવડ્યા છે, પણ આ મચ્છરોનો દોર વધુ વખત રહે એમ લાગતું નથી. કેમકે હાલમાં એક તુક કેમિસ્ટે એક જાતના ઝેરી ગેસની શોધ કરી છે. જેની મદદથી મેલેરિયાના મચ્છરોને તુરતાતુરત નાશ થવા છતાં તે માણસે, જાનવરો અને ઝાડપાનને જરા પણ નુકસાન કરી શકતા નથી. - આ ગેસની તપાસ મોટા પાયા ઉપર તુક સરકાર લેવામાં રોકાઈ છે અને અગર જે આ ગેસ તેના શેધકના જણાવ્યા મુજબ ફતેહમંદ ઉતરશે, તે તે કિંમતી શેમાંની એક થઈ પડશે. બાળકોને “રીકેટસ અથવા હાથપગ દોરડી ને પેટ ગાગરડીને રોગ “ફકેટસ બાળરોગ છે. એ રોગનાં લક્ષણ એ છે કે, રેગીનું માથું શરીરના પ્રમાણમાં મેટું, બરડો વાંકો, પાંસળાં દબાઈને બેસી ગયેલાં, કદ ઠીંગણું, માંસ ઉપર કરચલી-આ જાતનાં બચ્ચાંએને “રીકેટી” એટલે કે રીકેટસના રોગથી પીડાતાં કહેવાય છે. બચ્ચાંઓના આ રોગ તેમના ખેરાક અને હવાપર મેટો આધાર રાખે છે. આથી આ રોગ થતો અટકે એટલા માટે બચ્ચાંએના ખોરાક પર લક્ષ આપવું જરૂરી છે. રીકેટસને રેગ સારો થઈ શકે છે; પણ જ્યારે આ રોગે ઉપર મુજબના લક્ષણનું રૂપ લીધું હોય, ત્યારે જાણવું કે, એ રાગે બાળક પર ઘણી જ ગંભીર અસર કરી છે. રીકેટસનો રોગ બાળકોથી દૂર રાખવાનો મુખ્ય ઈલાજ સારો ખોરાક અને તડકે છે. જે બાળકોનું જીવન માતાના દૂધપર હોય છે, તેઓને આ રોગ લાગુ પડતું નથી; પણ તેમને સૂર્યને તડકે દેખાડવામાં ન આવે તો આ રોગ તેમને પણ છેડતો નથી. અગર જે બાળકેને દિવસમાં પંદરથી વીસ મિનિટ તડકામાં ઉછેરવામાં આવે તો આ રોગ તેમને લાગુ પડવાને સંભવ રહેતો નથી; પણ જે બાળકોને માતાના દૂધની ગેરહાજરીમાં બીજા દૂધ ઉપર જીવવું પડતું હોય તેઓને રીકેસિનો રોગ લાગુ પડે છે. આ રોગથી તેઓને દૂર રાખવા માટે તેઓને તડકામાં ઉછેરવાની ખાસ જરૂર છે. જાણીતા મહાન તબીબ ડ, કેલોગ કહે છે કે “ઉત્તર આફ્રિકામાં સ્કૂલોમાં જતાં બારસો જેટલાં બાળકોને મેં તપાસ્યાં હતાંપણ એક પણ બાળક રીકેટસના રોગથી પીડાતું મને જણાયું નહિ.” આ તબીબ વધુ જાણવાજોગ પ્રકાશ પાડે છે કે “યુનાઈટેડ સ્ટેટ્સના અર્ધા લોકો અને -એ કરતાં વધુ મેટી સંખ્યામાં ગ્રેટબ્રિટન અને યુરોપના ઉત્તરભાગના લેકે રીકેટસના એક યા બીજી રીતે ભોગ થઇ પડેલા મારી નજરે પડ્યા છે. એટલે કે, તેઓ બચપણમાં લાગુ પડેલા આ રોગથી સાજા થયા હતા, પણ તેની અસર તેમના બેડોળપણા અને શરીરપર થયેલી ઈજા ઉપરથી માલમ પડી આવતી હતી. અગર જો તમે તમારા બાળક માટે ગાયનું દૂધ વાપરતા છે તે તે ગાયો બંધીઆર જગોમાં પડી રહેતી હોવી નહિ જોઈએ; પણ તેમને તડકે લાગતો હોવો જોઈએ. તબીબી વિદ્યાએ શોધ કરી છે કે, જે ગાયોને સૂકી ખોરાક પર રાખવામાં આવતી હોય, તે ગાયના દૂધમાં રીકે- ટસનો રોગ લાગુ પડતો અટકાવવાનાં પૂરતાં તો હોઈ શકતાં નથી. જેમ ગાયો તડકામાં વધુ કરહર કરી ચરે, તેમ તેનું દૂધ વધુ તંદુરસ્તીભર્યું નીવડે છે. એ જ પ્રમાણે બાળકોને પણ તડકાની ઘણું મટી જરૂર છે. એ જ ઈલાજથી રીકેટસનો રોગ બાળકોથી દૂર રહી શકે છે. લીની કેવા ખોરાક પર જીવે છે ? યૂરેપનો આજનો ઇટાલિયન મહાપુરુષ મુસલીની જેણે પોતાની તરફ આખી દુનિયાનું ' ધ્યાન ખેંચ્યું છે તે કેવા રાકપર જીવે છે તે જાણવું તેના પિતાનાજ શબ્દોમાં વાચકને બહુ આવકારદાયક થઈ પડશે:-- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034612
Book TitleShubh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy