________________
wwwwwwww
વઘકના કેટલાક અનુભવેલા પ્રયોગ ૭–ગાયનું દૂધ શેર ના સાકર તલા ૮ નાખીને પીવાથી સોમલનું ઝેર દૂર થાય છે.
--તાંદળજાનાં મૂળ ચોખાના ધાવણ સંગાથે વાટી પાવાથી સર્ષવિષ દૂર થાય છે.
૯–ઘી, મધ, માખણ, પીપર, આદુ, મરી અને સિંધાલૂણ, એ સાત ઔષધોને ઝીણું વાટી પીવાથી ક્રોધસહિત કરડેલો તક્ષક નાગ પણ તત્કાળ ઉતરે છે.
૧૦-પીંપર, સિંધાલૂણ, મેરથુથુ, મરી, લીંબોળિયેની મીજ, એ સર્વને વાટી લીંબુના રસમાં ગોળી બનાવી તેનું નેત્રમાં અંજન કરવાથી સાપનું ઝેર ઉતરે છે.
કુછ--રેગ ૧-ખેરસાર, ત્રિફળાં, લીમડાની છાલ, કડવું પટોળ, ગળે અને અરસાને કવાથ આપવાથી સર્વ કોઢ, વિસ્ફોટક, મસૂરિકા એ રોગ દૂર થાય છે.
૨-ગળાના કવાથમાં વા કચ્છમાં દૂધયુક્ત ઘીને ઉકાળવું. જ્યારે સર્વ બળી જાય-ઘી માત્ર આવી રહે, ત્યારે ગાળી લઇ સેવન કરે તે વાતરક્ત અને કેન્દ્ર નાશ પામે છે. (આ અમૃતધૃત કહેવાય છે.)
-લેપ-(૧)પારે, ગંધક, મનશીલ, હરતાળ, મરી, હળદર, આંબાહળદર, સિંદર. પુલાવેલ મેરથુથુ, કુવાડીયાનાં બી, બાવચી, જીરું, કડવું જીરું, તે સર્વાનું ચૂર્ણ કરી તેમાં લીંબુનો રસ તથા ઘી નાખી લેઢાના કલેડામાં લોઢાના દસ્તાવડે ચાર પહેાર ઘુંટવું, પછી લગાડવું: એટલે કે, ચળ, પામા, વિસર્પ ઇત્યાદિ રેગ દૂર થાય છે. દર મહીને જુલાબ લેવો. (૨) કુવાડીયાનાં
બી, આકડાનું દૂધ, દંતીમૂળ, વાવડીંગ, આંબાહળદર, સિંધાલૂણ, દારુહળદર, રીંગણીનું મૂળ, વછનાગ, એ સર્વ ઓસડ વાટી લેપ કરવાથી સર્વ તરેહના કોઢ તથા સર્વ કુષ્ટરોગ મટે છે. (૩) મનશીલ, એલચી, સુરમે, હીરાકશી, છાપરે જામેલો ધુમાસ, નાગરમોથ, રાળ, લોધર, ગારાચંદન, કવિ હળદર, એ સર્વને એકત્ર વાટી સરસીયા તેલમાં ઘુંટી શરીરે લેપ કરવાથી કિલાસ. કાઢ, કિટભ, દાદર, મહાકુષ્ટ, ખસ, ભગંદર, માથાની ઉંદરી અને હરસ, એ સધળાં નાશ પામે છે. (૪) બાવચી, એળીઓ, સાજીખાર, જવખાર, સિંધાલૂણ ને વછનાગ પાણીમાં ઘુંટી શરીરે લેપ કરવાથી કેઢ નાશ પામે છે.
- હાડગંભીર વા --હીરાકશી, હરડાં, ફટકડી, મીણ, અડાયા છાણની ભસ્મ, તેલ, ઘી, તેને મલમ કરી ચોપડવાથી હાડગંભીર વા મટે છે. લાય બળે તે ભેંસનું છાણું ચોપડવું.
૨–-અફીણના કસુંબાને ગાળ્યા વિના તેમાં રૂનું પુમડું પલાળવું ને હાડગંભીરનાં ધારાં ઉપર મૂકી પાટો બાંધવો. ધણું દિવસ સુધી તેમ કરવાથી હાડગંભીર વા મટે છે. ખટાશ માત્ર ખાવી નહિ.
(“ભાદયના એક અંકમાં લખનાર-પ્રાણુચાર્ય વૈદ્યરાજ ધીરજરામ દલપતરામ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com