________________
૨૮૬
શુભસંગ્રહ-ભાગ ત્રીજે .
૧૨૮–વૈધકના કેટલાક અનુભવેલા પ્રયોગો
૧–ખેરની છાલ, ઈદ્રજવ, લીમડાની છાલ, વજ, નસોતર, ત્રિકટુ, ત્રિફળાં, એ સર્વના કવાથ--માં જરા ગોમૂત્ર નાખી આપવાથી કૃમીરોગ મટે છે.
૨–નાગરમોથ, ઉંદરકની, ત્રિફળાં, દેવદાર, સરગવાની છાલ, તેને કવાથ કરી તેમાં પીપર - તથા વાવડીંગનું ચૂર્ણ નાખી આપવાથી કૃમી મટે છે.
૩–શુદ્ધ પારે, શુદ્ધ ગંધક, અજમોદ, ઝેરકેચલાં અને પિત્તપાપડ, તેનું ચૂર્ણ મધમાં ૨ થી ૪ રતી આપવું; તેથી કષ્ટગત કૃમિ, અરુચિ, મંદાગ્નિ અને જ્વરને નાશ કરે છે.
૪-કપૂર તથા કેસરની ગળી વાળી ગોળમાં દેવી. ૫-દીનાના રસમાં ઇંદ્રજવ તથા હીંગ નાખી આપવાથી કમી નાબુદ થાય છે.
૬-શુદ્ધ પારદ તે. ૧, શુદ્ધ ગંધક તા. ૨, અજમે તો. ૪, વાવડીંગ તો. ૮, ઝેરકેચલાં તા. ૧૬, ખાખરાનાં બી તે. ૩૨, એ પ્રમાણે લઈ સવને એકત્ર ખરલ કરી રાખવું. તેમાંથી ચાર " માસાભારની માત્રા મધ સાથે સેવન કરવાથી વાતજ, પિત્તજ, કફજ અને ત્રિદોષજ કૃમિરોગનો નાશ થાય છે. આના ઉપર મોથનો કવાથ પીવો.
નેત્રરોગ ૧–ગળોને રસ એક તેલો, તેમાં આઠ રતી મધ અને આઠ રતી સિંધાલૂણ મેળવી - ઘૂંટી તેનું નેત્રમાં અંજન કરવાથી પિલ્લામરોગ, તિમિર, કાચ, બિંદુ, ખરજ, લિંગનાશ અને -આંખના ધોળા અને કાળા ભાગમાં જે કાંઈ નેત્રરોગ હોય તે સઘળા દૂર થાય છે.
૨–મનશીલ એક, શંખ બે, મરી અર્ધો ભાગ, સિંધાલૂણ ૦૧ ભાગ લઈ બારીક ખરલ કરી અંજન કરવાથી નેત્રરોગ મટે છે; એટલે મધ સાથે અંજન કરવાથી પિટિોગ, તિમિર ને ખુલ્લું મટે -છે; ને દહીંના પાણી સાથે અંજન કરવાથી, આંખની અંદર પડેલી માંસની ગ્રંથિને મટાડે છે.
--પારો ૧ ભાગ, સીસું ૨ ભાગ, સૂરમે ૩ ભાગ અને શુદ્ધ કપૂરનું ચૂર્ણ પાંચમે ભાગે લઈ સર્વને એક પહેરસુધી શુંટી નેત્રોજન કરવાથી નેત્રવિકાર મટે છે.
૪- સાકરમાં મારેલી જસતની ભસ્મ તો. ૧, ઘીના દીવા ઉપર શેકેલ ગધારે વજ તા. ૦૧, ચીમેડ તા. ૦૫, ચણકબાબ વાલ ૪, એલચી વાલ ૪, ધોળાં મરી વાલ ૧, તેને ત્રણ કલાક ખરલમાં ઘંટી સળીવતી નેત્રમાં અંજન કરવાથી આંખના તમામ નેત્રવિકાર, છાયાં, જુલું, વેલ, ડોડા, લોહી ચઢવું, રતાંધળાપણું વગેરે મટે છે.
૫–સાટોડીનું મૂળ તથા ચણકબાબને એક પહોર સુધી શુંટી અંજન કરવાથી આંખે અંધારાં -આવવાં, નેત્રની ખરજ, નેત્રમાં ઝરતું પાણી ઇત્યાદિ આંખના રોગ મટે છે.
સ્થાવર અને જગમ વિષ ઉપર ૧–પારો અને ગંધકની કજલી, મોરથુથુ, હળદર અને ફૂલાવેલો ટંકણખાર, એઓને ખરલમાં - વાટી કુકડલના રસની ખૂબ ભાવનાઓ દઈ જુવાર જેવડી ગોળી કરી રાખવી. એ ગોળી માણસના સૂત્રમાં ચોળીને ખવરાવવામાં આવે તો તેથી સોમલ, અફીણ આદિ સ્થાવર ઝેર અને સર્પાદિ જંગમ ઝેર પણ અવશ્ય મટે છે.
૨-મેટી રિંગણીને રસ તો. ૪ લઈને દૂધ સંગાથે પાવાથી અફીણનું ઝેર ઉતરે છે. ૩–સુંઠ તથા જળભાંગરો, ઘી સાથે પીવાથી અફીણનું વિષ ઉતરે છે.
૪-કપાસનાં ફૂલ પાણીમાં ઉકાળીને પીવાથી અથવા પાણીમાં મીઠું નાખીને પીવાથી અથવા વંતાકના બીજને પાણીમાં વાટી રસ કરી ચાર લાભાર પાવાથી ધંતુરાનું ઝેર નાશ પામે છે.
૫ તાંદળજાનાં મૂળ અથવા ગળો પીવાથી અથવા કપાસના પંચાંગને વાટી પીવાથી ધંતુરાનું વિષ નાશ પામે છે.
૬–સાકર સંગાથે તાંદળજાને રસ પીવાથી અથવા લીંબુ ચૂસવાથી સોમલનું ઝેર નાશ પામે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com