________________
ર૮૮
શુભસંગ્રહ-ભાગ ત્રીજા ૧૨૯-તંદુરસ્તી સાચવવાનો મેટે ઉપાય–ઉપવાસ
સામાન્ય રીતે એવી માન્યતા છે કે, ઉપવાસથી માણસમાં નબળાઈ આવે છે, પણ વસ્તુસ્થિતિ તેથી ઉલટા પ્રકારની છે તેથી માણસ વધારે મજબૂત બને છે. પાચનશકિતની ક્રિયાઓમાં લોહીને જ અગત્યનો ભાગ લે છે તે ખરી વાત છે. તેને માટે બેમત છેજ નહિ. લોહીના ઉમેરાથી માણસના શરીરને પૂરતા પ્રમાણમાં પોષણ મળે છે, એટલું જ નહિ પણ માણસના શરીરમાંથી તંદુરરતીને નુકસાન કરનારી વસ્તુઓ દૂર કરવામાં તે એક મોટું કામ કરે છે. આપણા લેહીને ઉમેરા એ એક એવું હથિયાર છે, કે જેનો ઉપયોગ કુદરત (નેચર) રેગના સામે અથવા નબળાઇના. સામે લડવામાં કરે છે. જો તમે તમારા લોહીને-કે જે ખોરાક પચાવવા માટે એક અગત્યની વસ્તુ છે-દર કરશે તો એક અમેરિકન લેખકના કહેવા પ્રમાણે યાદ રાખજો કે, જેવી રીતે લડાઈના મેદાનમાં આગલા ભાગની ખાઈઓ ખાલી રાખવાથી, તપે ફેડનારાએ સિવાય તોપખાનું રાખવાથી, હવાનાં લડાયક વિમાનો (એરપ્લેન) તેના હાંકનારાઓ સિવાય રાખવાથી હારી જવા જેવી સ્થિતિ થઈ દુશ્મનોના માટે રસ્તે ખુલ્લો કરી આપવામાં આવે છે, તેવી જ રીતે તમારા શરીરની સ્થિતિ થશે. કુદરતી પ્રેરણા પ્રમાણે, શરીરની સારી સ્થિતિ હોતી નથી ત્યારે જાનવર ખોરાક લેતાં નથી; પરંતુ દયાજનક તો એ છે કે, માણસો કુદરતની વારંવાર અવગણના કરે છે અને શિક્ષાતરીકે રોગ ભગવે છે. ઉપવાસનો કાળજીપૂર્વક અને યોગ્ય રીતે ઉપયોગ કરવાથી સેંકડો દરદીઓ સારા થયા છે. ઉપવાસ એ રોગ મટાડવાનો ફતેહમંદ ઉપાય છે. તેના દૃષ્ટાંતતરીકે અમેરિકાના જાણીતા ગૃહસ્થ બરનાર મેકફેડનો દાખલો લ્યો, કે જે ગૃહસ્થ રોગ અટકાવવા માટે ઉપવાસનો સારો ઉપયોગ કર્યો છે. તેણે વરસની અંદર નિયમિત રીતે કેટલીક વખત ત્રણથી પંદર દિવસના ઉપવાસ કરીને શરીરના સ્નાયુઓને સાફ કર્યા છે અને વધારે શક્તિમાન કર્યા છે; એટલું જ નહિ પણ આ પ્રયોગ ઘણા લોકો ઉપર તેણે ફતેહમંદ રીતે કર્યો છે. અમેરિકાના લોકોના જાણવામાં આવ્યા પહેલાં ઘણા લાંબા વખતથી આપણું લેકના જાણવામાં પણ આ વાત છે. આપણું સાધુ લોકો આ વાતને સારી રીતે ઉપયોગ કરે છે; સાધુ નથી એવા સામાન્ય લોકો પણ મહીનામાં એકાદ-બે દિવસ એકાદશીના નિમિત્તે પૂરેપૂરે ઉપવાસ અથવા થોડો ઉપવાસ કરે છે. અમુક ગ્રહની નડતર ટાળવા ખાતર અઠવાડીઆમાં તે ગ્રહના દિવસે ઉપવાસ કરે છે અથવા એક જ વખત જમે છે.
આપણાં આયુર્વેદિક વૈદકશાસ્ત્ર પણ તાવ વગેરે પ્રકારના રોગ મટાડવા માટે ઉપવાસને. ઉપયોગ કરવા ભલામણ કરે છે. આપણે પોતાનાજ લેકોએ કહેલી વાત આપણે માનતા નથી, એ આપણે કુદરતી સ્વભાવ લાગે છે અથવા આપણા સ્વભાવની નબળાઈ લાગે છે. આજ વાતે દરિયા
છ પ્રજાઓ જેવી કે અમેરિકન પ્રજા તથા યૂરોપીયન પ્રજાના લોકો—તરફથી કહેવામાં આવે છે ત્યારે આપણે ખરી માનીએ છીએ.
જગપ્રસિદ્ધ કવિ ડોકટર ટાગેરે પિતાના “સાધના” નામના પુસ્તકમાં લખ્યું છે કે, કેટલીક એવી ખરી વાત છે કે જેનાં કથને લેકે ભૂલી જાય નહિ; અને જેનો ઉપયોગ કરવાનો લોકોને ખ્યાલ જાગ્રતિમાં રહે તેટલા માટે તે વાત હમેશાં વારંવાર લોકોને કહેવી પડે છે તથા તેમના મન ઉપર ઠસાવવી પડે છે. આથી કરી તંદુરસ્તી સાથે સંબંધ ધરાવતી ખરી વાત માણસના મન ઉપર હસાવવાની જરૂર રહે છે કે જેમ કરવાથી માણસો જાગૃત રહી પોતાના શરીરના લાભ સારી રીતે સમજી જાળવી શકે.
(“વ્યાયામ” માસિકના એક અંકમાંથી) (મ, ગાંધીજી ઉપરના એક પત્રમાં પોલેન્ડના એક અધ્યાપકે અપવાસના લાભાવિષે જે અનુભવો અને વિચારો લખ્યા હતા, તે પણ ખાસ જાણવા-વિચારવા જેવા હોવાથી તે નવજીવનના ૧-૪-૨૮ ના અંકમાંથી આ નીચે આપ્યા છે. સંપાદક)
“મારા અનુભવ પ્રમાણે જે પિટ “એનીમાથી બરાબર સાફ રાખવામાં આવે તે ૧૦ દિવસ તે શું, ૧૫ દિવસ પણ ઉપવાસ કરવા એ સહેલી વાત છે, પણ આ તો હું મારી વાત કરું છું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com