________________
શુભસંગ્રહ-ભાગ ત્રીજો આ બાળકેએ લશ્કરી કવાયત કરવા માંડી અને પછી થોડી જ વારમાં તેમણે લશ્કરી છાવણના જેવું વાતાવરણ જોતજોતામાં ફેલાવી દીધું. મોટા ઢોલની સાથે સુરીલા પાવાઓ અને પિત્તળનાં વાજાં વાગતાં ગયાં તેમ કંઇ ઓરજ ચમકારો લાગતો ગયો. પછી મારી સૂચનાથી જાતજાતનાં લડાયક આર્યસમાજી ગાયનોના સૂર એજ બેંડમાંથી વાગતા ગયા. પછી તેની સાથે થોડું ધણું ગાવાનું પણ શરૂ થયું. છેવટે વળી એક એર લહેજત મળી. નીલગિરિના છોકરાએ એકઃ, ગીત તામીલમાં અને એક પિતાની અસલ ભાષામાં ગાયું. તેના રાગ ઘણુજ મીઠા લાગ્યા અને તેમાં સ્વામી વિવેકાનંદનું નામ સાંભળીને અને ભારોભાર સંસ્કૃત શબ્દો આવતા જોઈને તો હેબતાઈ જ ગયો. પછી અમૃતસરના એક વિદ્યાથીએ પંજાબીમાં ગીત ગાયું અને પેલા હબસી. છોકરાએ આક્રીકાની અસલ હબસી જબાનમાં એક ગીત ગાઈને અમને હેરત પમાડી મૂક્યા.
આ બધું જોઈ-સાંભળીને હું જ્યારે પાછો ફર્યો, ત્યારે મને ખરેખર આ આશ્રમ કે અવનવી ધાર્મિક શદ્ધિ અને રાષ્ટ્રીય સંગઠનના કેન્દ્રસ્થાનરૂપે તેમજ અત્યંજો અને સ્ત્રીઓના ઉદ્ધારના એક પવિત્ર ધામતરીકે જણાવા લાગ્યો અને મારી એવી ખાત્રી થઈ કે, પંડિત આનંદપ્રિય જેવા
| વ્યવસ્થાપકે દેશભરમાં ઠેકઠેકાણે અસવા આશ્રમ જમાવે તે આપણા આર્યાવર્તના ઉદ્ધારનો દિવસ જોતજોતામાં ઉગી નીકળે.
(“હિંદુસ્થાન” તા. ૨-૨-૧૮ના અંકમાં લખનાર એ પત્રના ખાસ પ્રતિનિધિ)
૧૦૦—સન્નારીનાં સાચાં ભૂષણ
(ઓધવજી સદેશો કહેજે શ્યામને એ રાગ) હેની ! સદાય મોટું મનડું રાખીયે, કહે કઈ કંઈ તે ના વદીયે વેણુ જે ! મર્યાદા હેટાંની જાળવવી સદા, ના હામું હોટાંની બહેન થવાય જો !
એમાં ભૂષણ સન્નારીનું છે રહ્યું. ૧ સાસુ-સસરાની સેવા કરીએ સદા, લઈએ ઘરડાંના શુભ આશીર્વાદ છે ! પતિ એજ પરમાત્મા પ્રમદાએ ગણી કરવી તેની બહેન!અહોનિશ સેવ જો! એમાં ૨ બેની ! સાસરીએ માથે ઠીક એટીએ, હોટેથી તાણી ના વદીએ વણ જો! વિનોદ-ગોષ્ટિ પરજનની સાથે કદી, કરીએ ના બેહેની એમાં છે દોષ જો ! એમાં 3
આળસ છે દળદર બહેની ! એ કાઢીએ, કરવું હોંસે સઘળું ઘરનું કામ ! કામથકના અકળાઈએ બહેની કદી, કરવી તેની બહેન!અહોનિશ સેવ જે. એમાં ૪, નિંદા કુથલી અન્ય તણું કરવી નહિ, ના કેવા કડવા કોને કદી બેલ જે ! જ્ઞાન મળે એવાં પુસ્તક નવરાશમાં, સુધારે વાંચીને નિજ સંસાર જો ! એમાં ૫ મજશેખ મેલી રહીએ સાદાઈમાં, વસ્ત્રાભૂષણ કાજ ન દમીએ નાથે જે ! મળી ઝુંપડી ગણવી નૃપતિમહેલશી ! સૂકો રોટલે સ્વામીનો પક્વાન્ન ! એમાં ૬.
(સુરતના “મહિલાભૂષણ'માં લેખક–રા. બાલ-રશ્મિ').
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com