________________
વડોદરામાં આર્યકુમાર આશ્રમની શ્રી પ્રવૃત્તિ de રર૯ ૯૯-વડોદરામાં આર્યકુમાર આશ્રમની શ્રી પ્રવૃત્તિ
xxx હું તે સીધો જઈને આર્યકુમાર આશ્રમના પ્રણેતા શ્રી. આનંદપ્રિયજીને મળ્યો. હું તેમના કંપાઉંડમાં દાખલ થે, ત્યારથી જ મેં જોઈ લીધું કે, તેમના આશ્રમનું જૂનું મકાન તો - છેલી રેલને લીધે ખખડી ગયેલું હોવાથી તેમણે જરા દૂર નાની ઓરડીઓની હારમાળા બંધાવી દીધી હતી અને તેમાંજ મહામુશીબતે સ વિદ્યાથીઓ અને શિક્ષકનો સમાવેશ કર્યો હતો. શ્રી આનંદપ્રિયજીએ મને જણાવ્યું કે, રેલમાં તો તેમનાં ઘણાં ખરાં પુસ્તક, હીસાબે, કપડાં, સરસામાન“બધુજ તણાઈ ગયું અને તેથી જાણે એકડે એકથીજ તેમને ફરી વાર શરૂઆત કરવી પડી. સદભાગ્યે મુંબઈના સગૃહસ્થ શ્રી નારણલાલ મોતીરામ શિવલાલની મદદ હજી જેવી ને તેવી કાયમજ છે અને તેથીજ જરાય પણ અંતરાયવિના બધું કામ ચાલી રહેલું છે; પણું આ આશ્રમ કંઈ ત્રીસેક વિદ્યાથીઓને જ રાખવાનું કામ કરતું નથી. તે આશ્રમ તો હાલ સમસ્ત ગુજરાતના - અંત્યજોની કેળવણી અને ઉન્નતિનું અને તેમને સરકાર તેમજ પ્રજાના જુલમાંથી ઉગારવાનું મુખ્ય મથક બની ગયું છે. કોઈ ગામેથી કોઈ ચમાર આવીને કાઈ પટેલના જુલમની ફરિયાદ કરે; બીજે ઠેકાણેથી કોઈ ભંગી આવીને ત્યાંના મુસલમાનોના ત્રાસની કહાણી સંભળાવે અને વળી દૂર દૂરના કોઈ ગામડેથી કોઈ ભરવાડે આવીને તેમના પર મુખી-પટેલો તરફથી ગુજરતા જુલમની ફરિયાદ કરે. આવા માણસો આખો દિવસ આવ્યાજ કરે અને તેમની સાથે વાતચીત કરી તેમને ગામે જવાની કે બીજી કાંઈ લખાપટી કરવાની વ્યવસ્થા શ્રી આનંદપ્રિયજીનેજ કરવી પડે.
વિધવાઓનો વિસામે આ ઉપરાંત હતભાગી વિધવાઓ અને સ્ત્રીઓના દુઃખની વાતોને પણ વરસાદ એ આશ્રમપર હાલ વરસે છે. ત્યાં છેલ્લા થોડાજ અઠવાડીઆમાં ઉપરાઉપરિકેટલાયે વિધવાવિવાહ કરવામાં આવ્યા છે તેની વાત આખા ગુજરાતમાં ફેલાઈ છે અને તેથી ઉત્તેજન પામીને કેટલીયે વિધવાઓ અથવા કોઈ સંતાનોના હાથમાં સપડાયેલી બાળાઓ પોતાના દુઃખની હૃદયભેદક કથાઓ આશ્રમપર મેકલાવે છે. આ બધી ટપાલજ ત્યાં ખૂબ વધી પડી છે અને તે વાંચવાથી ગુજરાતના સ્ત્રીજીવન ઉપર એરજ ભયંકર પ્રકાશ પડે છે. આશ્રમમાં જ એક ખવાસણને મેં કામ કરતી જોઈ. તેને વિષે વાત કરતાં તેની કરુણાજનક કથા અને શ્રી આનંદપ્રિયજીએ ટુંકામાં કહી સંભળાવી. તે કથા હવે વિગતસર અઠવાડીક “પ્રજામિત્ર માં પ્રગટ થઈ ચૂકી છે. શ્રી આનંદપ્રિયજીને વિચાર ત્યાં આગળ આવી સ્ત્રીઓના રક્ષણ માટે એક અબળાશ્રમ કાઢવાના છે અને તેને
2 એક મકાન બાંધવાની પણ જોગવાઈ ચાલે છે. હું અંત:કરણપૂર્વક આશા રાખું છું કે, આ સાચા અને શૂરા સેવકની આ પ્રવૃત્તિ દિનપ્રતિદિન ખીલતી જ જશે અને આખા ગુજરાતની સ્ત્રીઓ . અને અંત્યજોની અસંખ્ય આશિષે તેઓ થોડા વખતમાં મેળવશે.
- વિદ્યાથીઓની તાલીમ વળી તેજ સાંજે હું જ્યારે છેલ્લી વાર તે આશ્રમપર ગયે, ત્યારે મેં કંઇ ઓરજ દશ્ય જોયું. તે વખતે આશ્રમના બધા વિદ્યાથીઓની કવાયત રાખવામાં આવી હતી. તેઓ બધા સ્કાઉટના વેશમાં સજજ થયા હતા કે તેઓ સરકારી સ્કાઉટમાં નથી, પણ તેમનું ઈલાયદું જ મંડળ છે. તેમાં નાના તેમજ મોટા છોકરાઓ-જૂદી જૂદી જ્ઞાતિના હતા, તેમ જૂદા જૂદા પ્રાંતના પણ હતા-ચમારથી તે ભંગી સુધીની બધી કેમ ત્યાં હાજર હતી અને છેક અમૃતસરથી તે નીલગિરિ સુધીના પ્રાંતના પ્રતિનિધિઓ પણ ત્યાં માદ હતા અને તેમાં વળી એક તો ગુજરાતી પિતા અને હબસી સ્ત્રીને પૂર્વ આફ્રિકાથી આવેલો છોકરો હતો. તેવા મિશ્ર વર્ણના છોકરાઓ પહેલાં મુસલમાનોને સોંપવામાં આવતા હતા, પણ આ મહત્ત્વાકાંક્ષી પંડિતને આ વાતની ખબર પડી તે તેમનાથી સહાઈ નહિ; તેથી તેમણે આ એક બાળકથી શરૂઆત કરીને ભવિષ્યમાં બીજા મેળવીને તેમને સાચા હિંદુ બનાવી શકશે, એવી તેમની ઉમેદ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com