________________
બેંગલોર અનાથાશ્રમ
ર૫
૯-બેંગલોર અનાથાશ્રમ
બેંગલોર ખ્રિસ્તી સેવાસમાજ તરફથી ઘરબારવિનાનાં ગરીબ લોકોને આશરો આપવાના હેતુથી એક અનાથાશ્રમ સ્થાપવામાં આવ્યું છે. - એક ચોરસ એકર જમીનના વિસ્તારમાં એક પાકી ઇમારતવાળું આ આશ્રમ છે. ખુલી જગ્યામાં એક મીઠા પાણીનો કૂવો છે. આશ્રમવાસીઓ માટે મળત્યાગ કરવાની ઓરડીએ, નહાવાના એારડા અને સૂવા-બેસવા-ઉઠવાને એક મોટો ખંડ છે. રસોઈ કરવા માટે નાનાં નાનાં છાપરાંઓ છે. બિમાર અને અશક્ત માણસો માટે જુદોજ એક વિભાગ છે. માંદા અને રોગી નિરાધારોને ત્યાં આશ્રય મળે છે અને દવા-દારૂથી સારવાર કરવામાં આવે છે. આંધળાં, લૂલાં અને રોગીના પિષણમાટે એલાહીદી ગોઠવણ છે. દાણાને એક કે ઠાર છે, બીજું એક કપડાં અને જીવનનિર્વાહ જોગી ખપ પડતી ચીજે માટે “સ્ટાર-રમ” છે.
માંદા અને અશક્ત લોકોને આશ્રમ તરફથીજ રાક મળે છે. સશક્ત માણસને માત્ર આશ્રયજ મળે છે. તેઓ સવારનું નિત્યકર્મ કરી પ્રાર્થનામાં હાજર થઈ બહાર ભાખરી પેદા કરવાને નીકળી પડે છે અને સાંજના પાછી આશ્રમ તરફ વળે છે, જ્યાં તેઓ કરીને પ્રભુપ્રાર્થનામાં ભાગ લે છે અને પોતાનાં છાપરામાં રસોઈ કરી જમી રાતના વિશાળ ખંડમાં બિછાનાવશ થવાનો લાભ લે છે. ગરીબ અને નિરાધાર સ્ત્રીપુરુષોનાં બાળકોને આશ્રમમાંજ સાચવવામાં આવે છે અને તેથી ગરીબ માબાપ પોતાનાં બાળકેથી બેફિકર રહી પોતાની કેટલી પેદા કરવાને શહેરમાં કામે લાગે છે.
બાળકો માટે આશ્રમમાં રમતગમતનાં સાધન છે અને શિક્ષણ લેવા યોગ્ય બાળકો માટે શાળા પણ આશ્રમનાજ કંપાઉંડમાં છે,
માંદા માણસને મોટા દવાખાનામાં લઈ જવા-લાવવા માટે વાહન રાખેલ છે અને બેકાર લોકો માટે ઉદ્યોગભવન ઉઘાડવાની પણ કોશીશ ચાલુ છે. હાલમાં ટોકરીઓ બનાવવાનું કામ બેકારોને આપવામાં આવે છે. સૂતર કાંતવા અને વણવાના કામનો બંદોબસ્ત થઈ રહ્યો છે.
આપણા દેશનાં મોટાં શહેરોમાં ઘરબારવિનાના ગરીબ મજુરો અને ભીખારીઓ શહેરના જાહેર રસ્તાઓ ઉપર ખુલ્લી જમીનમાં પડી રહી રાત ગુજારે છે. મદ્રાસ-મુંબઈ જેવા શહેરમાં ગરીબો ઇટો-ઢેખાળાના ચૂલા બનાવી રસ્તા અને ગલીઓમાં પિતાની ભાખરી બનાવતા ઘણી
નજરે પડે છે. દેશના આવા ગરીબ વર્ગ માટે આવાં આશ્રમની દરેક મેટા શહેરમાં જરૂર છે.
સૂર્ય અસ્ત પાપે પશએ પોતાના આરામનું સુખકારક સ્થાન મેળવી શકે છે અને પક્ષીઓ ઝાડ ઉપર વિરામ પામી શકે છે. પણ મનુષ્યજાતનાં આ નિર્ભાગી પ્રાણીઓને રાતવાસ કરવાને સાડાત્રણ હાથની જમીન પણ મળતી નથી, જ્યારે એકાદ પૈસાવાળો પાંચસો વારની જમીન રેકી રાખી પિતાને અમનચેન કરતા માને છે ! આ શું ખેદની વાત નથી ?
આ આશ્રમના સ્થાપક અને હાલના ઓનરરી સુપ્રીન્ટેન્ડેન્ટ દયાળુ પુરુષ . ઇ. બી. વેંકટે. સુલુ બેંગલોરની કમસ્યલ સ્ટ્રીટમાં પિતાની ડિસ્પેન્સરી ચલાવતા. તે વખતે અઠવાડીઆમાં એક વાર ગરીબ ભિખારીઓને પોતાના વતી ખવરાવવાને ભેગા કરતા. તેઓ ભોજન આપીનેજ સંતોષ માનતા નહિ, પણ ભિખારીઓને ઉપદેશ આપતા અને સશક્ત ભિખારીઓને કામધંધે વળગવાનું કહેતા. દરદી અને માંદા ભિખારીઓની મફત દવા કરતા અને જરૂર પડે મેટાં દવાખાનાંઓમાં મોકલી આપતા. રાતના વખતમાં ફેંકટર વેકરે સુલુ માંદા ભિખારીઓની તપાસ માટે નીકળતા અને ખાવાનું લેવા આવનારા ખરેખર ઘરબારવિનાના છે કે કેમ તે તપાસતા તથા દવાખાનામાં પડેલાં દરદીઓની પણ સંભાળ લેતા અને ખપ પડતાં લુગડાં અને અન્ન પહોંચાડતા.
આ પ્રમાણેનું એમનું કામ છ વર્ષ સુધી ચાલ્યું; તેવામાં અકસ્માત મિસિસ. ઈ. જી. ઈટન નામનાં એક અમેરિકન બાનુ બેંગલોરમાં આવી ચઢયાં અને તેમણે પરોપકારી પુરુષ વેંકટેસુલુની શુ. ૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com