________________
૨૨૪
શુભસંગ્રહ-ભાગ ત્રીજો વિશ્વને છેડે ત્યાંજ આવતો હશે, એમ માની શકાય.
પૃથ્વી સૂર્યની આસપાસ એક સેકંડમાં વીસ માઈલની ઝડપે ફરે છે ને આમ પૃથ્વી અખા: વર્ષમાં લગભગ સાઠ કરોડ માઈલ જેટલી સફર કંડાળામાંજ કરે છે. આપણી સફર પણું તેથી કમ નથી, કારણ કે પૃથ્વી ભેગા આપણે પણ ફરીએ જ છીએ.
આ બધાં પરિમાણને જૂદી રીતે ખ્યાલ બાંધીએ. પૃથ્વીના પરિક્રમણનું આ આખું કુંડાળું જે એક ટાંકણીના માથાની સાથે સરખાવીએ અથવા તો, બીજા શબ્દોમાં, ૬૦ કરોડ માઈલના. આ ચક્રને એક શતાંશ તસુની ત્રિજ્યા વાળા પૂર્ણવિરામચિહુનતરીકે રજુ કરીએ, તો તેની અંદર પૃથ્વી પતે એક-દશલક્ષાંશ તસુના વ્યાસવાળા રજકણ જેવી થઈ રહેશે, સૂક્ષ્મદર્શક યંત્રથી પણ દેખી નહીં શકાય; પણ માત્ર અતિસૂકમદર્શક યંત્ર(અટ્રા-માઈક્રોસ્કોપ)થીજ પામી શકાય એવડી રહેશે. તે મા૫ ઉપર નેચુનના પરિક્રમણનું કુંડાળું, જેમાં આખું સૂર્યમંડળ માઈ જાય. છે. તેનું કદ આપણે એક રૂપિયાના સિક્કાની બરાબર થાય ! “પ્રેકિસમા-સેન્ટરી” નો તાર પછી ૭૫ વાર ( યાર્ડ) દૂર આવશે, સિરીઅસ ૧૬૦ વાર ને જે છેલ્લું તારક-મંડળ આપણે ઉપર કહ્યું તે માત્ર–આ ધારણેય-બાર હજાર માઈલ દૂર રહેશે ! અને એથી આખું વિશ્વ આપણે. પૃથ્વીની લગભગ બરાબર થઈ જશે. તેમાં, તે એક-દશલક્ષાંશ તસુના વ્યાસવાળા કણ ઉપર “ આપણે કયાં ને કેવડા છીએ ? '
“માતોમંદયાન ”ની ઝાંખી થવાથી માનવીના પિતાના વિષયના ખ્યાલને કેવો આઘાત પિચે તે આ વર્ણનની કલ્પના કરનાર સમજી શકશે; પણ તેથી ઉલટી દિશામાં જઈએ તો “અરળીયાન” નું દર્શન પણ તેટલું જ મૂચ્છ પમાડનારું છે.
દરજીની એક અંગુઠીમાં જેટલી હવા છે તેમાં લગભગ ચાળીસલાખ કણે છે, પણ આમાંના એક કણની અંદર આશરે કેટલાં પરમાણુઓ છે, તેનો ખ્યાલ કોઈકજ લાવે છે. રસાયનશાસ્ત્રી તથા ભૌતિક શાસ્ત્રીઓની ગણત્રી પ્રમાણે આવા એક વાયુકણની અંદર એક કરોડને દશલાખ ગુણીએ, એટલે એકડાની પાછળ તેર મીંડાં મૂકીએ, ને જે સંખ્યા આવે તેટલા પરમાણુઓ છે ! ઘણુ કાળ સુધી આ પરમાણુ સૂકમમાં સૂક્ષ્મ કણુતરીકે માનવામાં આવતું હતું; પણું વીસમી સદીની શોધોએ સિદ્ધ કર્યું છે કે, એ પરમાણુ-એવડું અક૯પ્ય ને. અદશ્ય સમતાવાળું પરમાણુ-તે પિતાની અંદર એક સૂક્ષ્મતર વિશ્વને રમાડી રહ્યું છે. તે તેની રચના તથા પ્રમાણુની સમજ લેવા માટે પાછી આપણે આકાશના સૂર્યમંડળનું જ શરણું. લેવું પડશે !
' અર્થાત આવા એક નાના રજકણની અંદર પરમાણુઓનું એક સૂમ જગત છે, ને તે પ્રત્યેક પરમાણુની અંદર વિદ્યુદણ ઇલેફોનનું અતિસૂમ બીજું જગત છે. એ સર્વને અસ્તિત્વની સિદ્ધિ તેમજ ગણના હવે જPદે જૂદે પ્રકારે તથા વધતી ઓછી ચોકસાઈથી શકય છે. - પૃથ્વીની ગતિ એક સેકંડમાં વીસ માઈલને શુમારે છે; પણ આ વિધુદણુની ગતિ એક. સેકંડમાં માત્ર નેવું હજાર (8) માઈલની છે !
આ બે સૃષ્ટિનું ભાન-એ બ્રહ્માંડનું દર્શન મનુષ્યમાત્રને કેટલું બોધક છે ? આટલા સાક્ષાત્કારથી કેટલું આત્મજ્ઞાન મળી શકે છે? આ બ્રહ્માંડોમાં આપણે ક્યાં છીએ તે સમજવાને જે પ્રયત્ન વિજ્ઞાન કરે છે, તેના એક ભાગની આ જરા ઝાંખીજ છે.
| (નવેમ્બર ૧૯૨૫ ના ‘ચિત્રમય જગત’માં લેખક–“ગુજરાતી”)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com