________________
આ જગતમાં આપણે કયાં છીએ? ૯૫–આ જગતમાં આપણે કયાં છીએ?
vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
મારવાડી વિદ્યાલયની સભાઓમાં નાનામોટા વક્તાઓ વારંવાર આપણને સમજાવવાને તથા સંભારાવવાને યત્ન કરે છે કે “આપણે કયાં છીએ ?” કદિક સાહિત્યવિષયક, તે કદિક સમાજવિષયક, તો મોટે ભાગે રાજકીયવિષયક અવસ્થામાં આપણી વર્તમાન દશા કેવી છે અને આપણી વિવિધ સંક્રાંતિઓમાં આપણે અમુક વખતે કયે સ્થળે છીએ, તેનું આપણને ભાન કરાવવાને યત્ન થાય છે.
અત્યારે એ જ પ્રશ્ન તથા એજ વિષયને વધારે ગંભીર રૂપમાં લઈએ “આપણે કયાં છીએ
દરેક માણસને સામાન્ય રીતે અમુક પ્રકારને ખ્યાલ ને અમુક પ્રકારનું ભાન પોતાના સંબંધમાં હોય છેજ, જાણ્યે-અજાણ્યે તે હંમેશા તેની સાથે જ રહે છે; પરંતુ તેમાં કેટલાક ફેરફારો પણ થાય છે. કેટલીક કેટલીક વાર તો જાણે મેટી વિજળીના ઝબકારો થયો હોય તેમ નવી સરખામણીએ
પ્રમાણે નજરે પડે છે. જેની કિંમતો, જૂના ખ્યાલો એક ક્ષણમાં બદલાઈ નવાંને જન્મ આપે છે. તાજમહેલની પડોશમાં, સેંટ પીટરના મંદિરમાં, ઉંચા ગિરિવરને શિખરે કે અગાધ નિ:સીમ જણાતા મહાસાગરની ઉપર એકાએક મૂકાઈ જાય ત્યારે બહુ જ થોડા એવા હશે કે જેને આ બધામાં પોતે કયાં છે તેનું નવીન ભાન થયું નહિ હોય. | તેજ પ્રમાણે અંધારી રાત્રે મેધરહિત સ્વચ્છ તારાંકિત આકાશ તરફ દૃષ્ટિ કરતા તમે અગાશીમાં સૂતા હે, ને જે જે જુઓ તેના અર્થને વિચાર કરો તે પણ તેજ સવાલ તમારું મન પૂછશે. આપણે આમાં કયાં છીએ ? - હૈ. જીન્સ નામના વિદ્વાન ખગોળશાસ્ત્રીએ કેટલીક મહત્ત્વની વાતો આપણી સમક્ષ રજુ કરી છે. કેવળ વિદ્વાન ને વૈજ્ઞાનિકના ખપને માટે નહિ, પણ સર્વસાધારણને માટે. તે કહે છે કે, નરી આંખ, આવી રાત્રિએ, લગભગ પાંચ હજાર તારાઓ દેખી શકે છે; એક-ઈચી દૂરબીન લઈએ તે
એક લાખ તારાઓ જોઈ શકાય છે; દસ-ઇચી દૂરબીન લઈએ તે પચાસ લાખ લગી દેખી શકીએ અને - જે સો-ઇચી દરબીન મેળવી શકીએ તો કદાચિત દસકરોડ તારાઓનાં દર્શન કરી શકીએ !
અર્વાચીન ખગોળશાસ્ત્રીની ગણના પ્રમાણે આખા વિશ્વમાં માત્ર દોઢ અબજ જેટલા તારાઓ હશે. આપણું પૃથ્વી એ તેઓમાં એક ને તે પણ મહટ નહિ એ તારે છે.” અને પૃથ્વી ઉપર આપણે - હવે બીજી રીતે વિચાર કરીએ. નાના નાના તારાઓને છોડી દઈએ તો પૃથ્વીની પાસે માં પાસે શ૪ ને મંગળ ગ્રહો છે. પાસમાં પાસે એટલે માત્ર અઢી ને સાડાત્રણ કરોડ માઈલને અંતરે ! પછી બુધ, જે લગભગ પોણા પાંચ કરોડ માઈલ દૂર છે. પછી આવ્યો સૂર્ય, જે સવાનવ કરોડ માઇલ દૂર છે. પછી જરા ગળે મૂકી પિણાત્રણ અબજ (૨૮૦ કરોડ) માઈલને છે. નેશ્ચનને ગ્રહ છે. પછી કરડે માઈલલગી કાંઇ નહિ. પછી પહેલો ઝાંખે તારો, “Èકિસમાં સેન્ટરી” નામનો નથી આઠ હજારગણું વધારે અંતરે, એટલે ૨,૪૦,૦૦,૦૦,૦૦,૦૦૦ માઈલ દૂર છે. આ પ્રમાણે ગ્રહોમાં આપણે જે પહેલે પાશી છે, તેના કરતાં લગભગ દશલાખ ગણે વધારે અંતરે પહેલો પાડોશી તારો આવે છે ! ને એનાથીય બમણું દૂર, પાંચ કરોડને દશ લાખ ગુણીએ ને જેટલા માઈલ થાય, ૫,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ જેટલે દૂર, “સિરીઅસ” નામને તારો છે, જે આકાશના તારાઓમાં સૌથી વધારે તેજસ્વી દેખાય છે.
પછીના તારક ને તારકવૃંદની તો વાત જ શી કરવી ? કહે છે કે, એક તારક-વૃદ અથવા તારક-મેઘ (કારણ કે તે મેઘ સમું દેખાય છે) સિરીઆસના કરતાં પણ પચીસહજારગણું વધારે આઘું છે, તે લગભગ પાંચ કરોડને દશલાખ ગુણી, તેને ફરીથી દશ લાખ ગુણીએ તેટલું દૂર તે હશે; એટલે ૬,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ માઇલ તેના પ્રકાશને પૃથ્વી લગી પહોંચતાં સહેજજ દશ લાખ વર્ષ થયાં હશે !
એથી આગળ હજી હમણુના વિજ્ઞાનશાસ્ત્રીઓ પહોંચી શક્તા નથી ને કદાચિત્ આપણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com