________________
૨૭
ભગવાન બુદ્ધના થોડાક સદુપદેશ ૯–ભગવાન બુદ્ધના થોડાક સદુપદેશ
૧–ધર્મનું જ્ઞાન અને પાલન, એજ શ્રેષ્ઠ યજ્ઞ છે. મગધ દેશમાં ખાનુમત નામે એક બ્રાહ્મણગામ હતું. ત્યાં ફૂટદંત નામે એક ધનાઢય બ્રાહ્મણ હતા. એણે મેટો યજ્ઞ માંડ્યો હતો ને તેમાં હોમવા સારૂ કંઇક પશુ એકત્ર કર્યા હતાં. એ સમયે ભગવાન બુદ્ધ ત્યાં મેટા ભિક્ષુસંધ સાથે આવી પહોંચ્યા અને અંબદ્રિકા આરામમાં ઉતર્યા.
બીજા બ્રાહ્મણની સાથે કુટદંત પણ બુદ્ધ પાસે ગયો અને ત્યાં એણે યજ્ઞની વાત કાઢી. એટલે બુદ્ધે કહ્યું –
હે બ્રાહ્મણ પૂર્વે એક મહાવિજિત નામે પ્રતાપી રાજા હતો. એને મહાયજ્ઞ કરવાનું મન થયું. રાજાએ તે વાત પુરોહિતને કાને નાખી તો પુરોહિતે કહ્યું.
“વાત તો ઉત્તમ છે, પણ આપણી પ્રજા નિષ્કટક નથી, ચાર–બહારવટિયાથી પીડાયેલી છે. તેમાં વળી આપ પ્રજા ઉપર નો કરભાર નાખો એ ઠીક નહિ. કદાચ આપના મનમાં હોય કે ચોર-લૂંટારાને પકડીને દંડું, કારાગૃહમાં નાખું, શળીએ ચઢાવું એટલે દેશ થાળે પડે; પણ એ ભ્રમ છે. દેશને થાળે પાડવાનો ખરો માર્ગ એ છે કે, જે લોકે ખેતી તથા ગારક્ષાનું કામ કરે એવા છે, એને આપ બીજ તથા ખાવાનું આપે. જે વેપારને એગ્ય હોય એને મુડી આપે. જે રાજકાજમાં કુશળ હોય એને વેતન (પગાર) તથા પેટિયું આપે. આમ બધા માણસે પોતપોતાને કામે લાગી જશે, એટલે પછી કે કોઈને પીડશે નહિ, રાજ્યની ઉપજ વધશે, પ્રજા નિષ્કટક તથા પીડામુક્ત બનીને મોજ કરશે ને ઘરબાર ઉઘાડાં મૂકીને છોકરાંને નચાવતી કલ્લોલ કરશે.'
પરહિતનો ઉપદેશ રાજાને ગળે ઉતર્યો અને એણે તરતજ તે પ્રમાણે વ્યવહાર કરવા માં. આથી દેશમાં સુખશાન્તિ ફેલાયાં; એટલે એણે વળી પાછી યજ્ઞની વાત પુરોહિત આગળ કરી. પુરોહિતે કહ્યું કે “ભલે હવે નગરમાં તથા જનપદમાં જે મોટા મોટા ક્ષત્રિય, અમાત્યો, સભાસદો, બ્રાહ્મણે તથા વણિકપુત્ર હોય તે બધાને કહેવરાવે કે, મારે મહાયજ્ઞ કરે છે તેની મને અનુજ્ઞા (રજા) આપે.”
રાજાએ આમ પ્રજાની સંમતિ માગી અને પ્રજાએ તે આપી, એટલે યજ્ઞન સમારંભ થય; પણ એમાં એક પણ પ્રાણની હિંસા ન થઈ. યજ્ઞસ્તંભ કરવા એક ઝાડ છેદવું ન પડયું અને આસન કરવા દર્ભ લણવાપણુંય નહતું. કામ કરવાવાળા નોકર-ચાકર ઉપર ન દંડા ઉગામવા પડયા, ન એને ડારા દેવા પડયા, ન એને આંસુ સારવાં પડયાં. જેણે ઇચ્છયું એણે કામ કર્યું, જેણે ન ઈછયું એણે ન કર્યું, જેને જે ગમ્યું તે તેણે કર્યું ન ગમ્યું તે ન કર્યું. ઘી, તેલ, માખણ, દહીં, મધ, સાકર આદિથી યજ્ઞની પૂર્ણાહુતિ થઈ
રાજા ઉપર પ્રજાને પ્રેમ હતો, એટલે રાજાને ઉત્સાહ જોઈને પ્રજાને શુરાતન ચઢયું. પ્રજાના મુખીઓએ પુષ્કળ ધન ભેળું કરીને રાજાને ચરણે ધર્યું. રાજા કહે–
સામાન્ય કરથી ઉપજેલું મારી પાસે ખચ્યું ન ખૂટે એટલું ધન છે, આ ધન તમે પાછું લઈ જાઓ અને અહીંથી બીજું વધારે ધન પણ લઈ જાઓ.”
મુખીઓએ વિચાર્યું કે “આ નેખું કાઢેલું ધન પાછું આપણું ઘરમાં તો ન ઘાલવું. રાજા યજ્ઞ કરે છે તો આપણે અનુયજ્ઞ કરીએ.”
એમ કરીને તેઓએ દાનશાળા સ્થાપીને એ ધન વાવવું.”
કુંટતે પૂછયું “હે ગૌતમ! આ યજ્ઞ કરતાં ઓછો અઘરો હોય, એાછા આરંભવાળો હોય, પરંતુ એના કરતાં વિશેષ ફળદાયક હોય એવો યજ્ઞ છે કે?”
બુદ્ધ કહે કે “હા, છે. સુશીલ તથા જ્ઞાની વિશ્વસેવક ત્યાગીને નિત્યદાન અપાય એ આ -યજ્ઞ કરતાંયે ચઢી જાય.”
કૂટદંત–“રાજાના યજ્ઞ કરતાં અને નિત્યદાન કરતાંય ઓછા ત્રાસદાયક તથા વિશેષ -ગુણકારી યજ્ઞ છે કે?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com