________________
૨૦૮
શુભસંગ્રહ-ભાગ ત્રીજો ' બુદ્ધ-- છે, એવા વિશ્વસેવાને અર્થે વિહાર (આશ્રમ) અર્પણ કરવા એ યજ્ઞ આ બેયને ટપી જાય.'
કુટદંત-“આ ત્રણેથી ચઢે એવો કોઈ યજ્ઞ છે કે?”
બુદ્ધ-“હા, માણસ હિંસા, ચોરી કે અનાચાર ન કરે, ખોટું ન બેલે, માદક વસ્તુ ન સેવે, ધર્મ જાણે અને પાળે એ યજ્ઞ યજ્ઞમાત્રમાં શ્રેષ્ઠ છે.” (“દીધનિકાય ૫, ફૂટદંત સુત” માંથી. અનુવાદક-શ્રી. દેસાઈ વાલજી ગોવિંદજી)
૨–સહનશીલતા વિષે ઉપદેશ બુદ્દે કહ્યું “ભિક્ષુઓ! સામો માણસ તમને કાંઈક કહે તેમાં પાંચ કોટિ છેઃ ૧-કાળે કહે અથવા અકાળે, ૨-સાચું કહે અથવા ખેટું, ૩-કમળ વાણી કહે અથવા કઠોર, ૪-કામનું કહે અથવા. નકામું, ૫-મિત્રભાવે કહે અથવા ઠેષપૂર્વક. આમાંથી કોઈ પણ રીતે સામે માણસ બેલે, તેપણું તમારૂં ચિત્ત વકરે નહિ, તમારી જીભ કુવાક્ય ઉચ્ચારે નહિ અને તમે દ્વેષરહિત પ્રાણીમાત્રના અનુકંપાવાન હિતેચ્છુ મિત્ર થઈને વિચારો, સામા માણસને તમારા પ્રેમથી નવરાવી મૂકો અને, તેનાથી આરંભીને આખા જગતને વૈરમુક્ત તથા અભયદાતા એવા તમારા વિપુલ, અપ્રમાણ (અનંત) પ્રેમના પાશથી બાંધી લો–આ તમારે શીખવાનું છે.
“એ કેના જેવું છે કે, કોઈ પુરુષ કોદાળી અને ટોપલી લઈને આવે અને કહે કે “હું આ મહાપૃથ્વીને અમૃથ્વી કરીશ.' એમ કહીને જ્યાં ત્યાં ખાદે, માટી જ્યાં ત્યાં નાખે ને ધારે કે પૃથ્વીને નાશ થતું જાય છે; પણ એમ પૃથ્વીને નાશ થાય ખરો કે?”
ભિક્ષુએ-“ના ભગવન! કારણ કે આ પૃથ્વી ગંભીર અને અપ્રમેય છે. માણસ ખોદી ખોદીને થાકે, કાઈ જાય, પણ પૃથ્વી અપૃથ્વી ન થાય.” .
- બુદ્ધ–“એજ પ્રમાણે ભિક્ષુઓ ! સામો માણસ ગમે તેમ બેલે–ચાલે, તો પણ તમારે પૃથ્વી જેટલી ક્ષમા રાખવી. પૃથ્વી જેમ સવસહા છે, તેમ તમારે સર્વ આઘાત સહન કરવા. એટલે એનું તમારા ઉપર કાંઈ ચાલશે નહિ.
વળી એ કેના જેવું છે, કે કે પુરુષ લાખ કે હળદર, ગળી કે મજીઠ લઈને આવે અને કહે કે “હું આકાશ ઉપર ચિત્ર આળેખીશ.” પણ તે આકાશને ચીતરી શકે ખરો કે ?”
ભિક્ષુઓ–“ના ભગવન ! કારણ કે માણસ થાકે, પણ આકાશ ઉપર ચિત્ર ચીતરવું શક્ય નથી.”
બુદ્ધ–“એજ પ્રમાણે ભિક્ષુઓ ! સામે માણસ ગમે તે કરે, તો પણ તમારે આકાશ જેવુંશત્ર-મિત્ર બંધાય સમાઈ જાય એવું-વિશાળ હદય રાખવું, એટલે તમે જીત્યાજ છે.
વળી એ કેના જેવું છે કે કોઈ પુરુષ સળગતું તણખલું લઈને આવે અને કહે કે “હું આ સળગતા તણખલાવડે ગંગા નદીને આગ લગાડીશ ને બાળી મૂકીશ.” પણ તે ગંગાને દઝાડી શકે ખરે કે ?”
ભિક્ષુઓ–“ના ભગવદ્ ! કારણ કે માણસ કાઈ જાય પણ સાગરગંભીર ગંગાનદીને તે ઉની આંચેય ન આવે.” *
બુદ્ધ--“એજ પ્રમાણે ભિક્ષુઓ ! સામે માણસ ગમે તે કરે, પણ તમારે ગંગા જેવા ગંભીર બની મોટું પેટ રાખી ઘુંટડા પી જવા. પછી સામા માણસનું શું દેન છે કે તમારો વાળેય. વાંકો કરે?
| બેવડા હાથાવાળા કરવતવડે, ભિક્ષઓ ! ચોરો તમારા અંગે અંગ કાપે, છતાં પણ જો તમારા મનમાં રોષ આવે તે તમે મારા શિષ્ય નહિ. એ પ્રસંગે પણ તમને પીડનાર ઉપર પ્રેમ રાખતાં તમારે શીખવાનું છે. આ કરવતનું દૃષ્ટાંત તમે વારંવાર વિચારજે, એમાં તમારું સના-- તન હિત તથા સુખ છે.” (મઝિમનિકાય ૩-૧ કકચૂપમસુત્ત” માંથી. અનુવાદક –શ્રી. દેસાઈ વાલજી ગોવિંદજી ),
[ તા. ૧-૧-૧૯૨૮ના ‘નવજીવન’માંથી ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com