________________
૧૮૦
શુભસ’ગ્રહ-ભાગ ત્રીજો
સંસ્કારવા મથૈ. હજરત ઇમામ હુસેન સત્યાગ્રહી નરવીર હતા. એમણે પેાતાના ૭૨ આંધવાને ઉપદેશ આપ્યા-પહેલું હથિયાર મા ઉગામો. આપણા ધર્મ સંયમ છે, આપણે સત્યાગ્રહ આપણી નાનકડી જીતમાટે નહિ પણ ઇસ્લામની અમરતા માટેજ છે.
પણ આ સયમને કાઈ નામદી રખે સમજી લે. સલ્તનતના પૂજારીઓએ એવાજ અ લીધા, ત્યારે હજરતે પોતાની વીરહાક સાંભળાવી કે “ બાંધવા ! શત્રુએની સામે તમારૂં વીરત્વ દાખવવા હવે જોઇએ તેટલું ખળ વાપરજો. આપણે બળવાન છીએ, છતાં સંયમી છીએ એવી તેમને જરૂરી ખાત્રી આપવી જોઇએ. ’
ધજગમાં આહુતિ
સત્યવીર હુસેનને હજીયે શસ્ત્રો નહેાતાં ઉઠાવવાં. એમણે કરી કરીને સામા પક્ષ પાસે ન્યાય અને સત્યની યાચના ઉચ્ચારી. ગાઝારી સલ્તનતને સાથ ન આપવા તમામ મુસ્લીમેાને સાદ દીધેા; પરંતુ પશુતુલ્ય માણસાનાં કઈ વામમાર્ગેથી વળામણાં થાય ? નમાઝ-બંદગી કરતા હજરત ઉપર અને તેમના સંગાથી ઉપર નાપાક દુશ્મનાએ તીર વર્ષાવ્યાં. યઝીદના સૈન્યે શસ્ત્રો ચલાવવાની પહેલ કરી. પછી તેા હજરતના ૭ર સત્યાગ્રહી વીરા ૭૨ હજાર ઉપર ત્રાટકયા.
અસત્ય અને અન્યાય સામે સત્યને એ સંગ્રામ હતા. કરબલાની વેરાન ભૂમિ ઉપર ઈસ્લામનાં મહામેલાં રત્નાનાં અલિદાન દેવાયાં. ઈસ્લામની ફીતિ દિગતમાં પ્રસરાવે એવા એક એક નર લડયેા, પડયા અને અણુનમ રહ્યો. હજરતના ભાઇ, પિત્રાઇ, ભત્રીજાએ, સૌની આહુતિ આ યજ્ઞમાં અપાઇ.
અને છેલ્લી ઘડીએ જ્યારે હજરત એકલા રહ્યા, ત્યારે એ પણ રણમેદાને સમશેર લને ખડા થયા. અ ંતિમ ઘડીએ પણ શાંતિ, સત્ય અને ન્યાયની યાચના કરી. એમના ઉપર અરિદળનાં શસ્ત્ર છૂટયાં. એમના છ માસને પુષ્પ જેવા બાળક પણ વિધાયેા. હજરતની સમશેર ચમકી, કઇંકનાં માથાં કાયા ઉપરથી ઉડવાં. આખરે તેમણે તલવાર મ્યાન કરી અને કાઇના ઉપર શસ્ત્ર ન ઉગામતાં ખુદાની બંદગી પેાકારતા, સત્યાગ્રહની શીખ આપતા અને શત્રુઓને યેાધમાર હલ્લા એકલકાયા ઉપર સહુન કરતા એ પડયા. જાણે કે સીતમગાર સલ્તનતના ના હાથમાં લઈનેજ પડયા. એમનું સર વટાયુ' અને ભાલાપર ચઢાયું. ઇસ્લામના એક પરમ સત્યાગ્રહી ભડવીરની જીંદગી સત્યને કાજે નિઃશસ્ત્ર લડત ચલાવતાં આમ બૂઝાઇ ગઇ.
મહામાલુ' અલિદાન પણ નહિ ! એ જીવન ઝૂઝાયુંજ નથી. આજ દિનસુધી ઇસ્લામના એ એલિયા પ્રત્યેક સાચા ઈસ્લામીના દિલમાં હરદમ જીવી રહ્યો છે અને ક ંઈ કંઈ ઉન્નત ભાવના જાગ્રત
કરી રહ્યો છે.
સત્યના એ પૂજારીનુ મહામેાલુ બલિદાન વૃથા નહેતુ અપાયું. હજરતનુ મસ્તક કુફા અને શામમાં ભાલા ઉપર લટકતું દેખતાંની સાથે તે પ્રજાના આત્મા વર્ષોની જડતામાંથી ઢંઢાળાઈને જાગ્યા અને જાલીમ યઝીદ્રની પીડક સત્તા સામે એવે તે! જગી વિપ્લવ મચ્યા કે પ્રજાબળના એ બુધવતા મહાસાગરમાં સીતમગાર સલ્તનતને સીક્ ત્રણ વર્ષમાંજ મૃત્યુસમાધિ મળી. જ
શાહસ્ત હુસેન, બાદશાહસ્ત હુસેન હક્કા કે ખીનાએ લા એલા હસ્ત હુસેન ‘સત્યમેવ જયતે” એ સૂત્રના સાક્ષાત્કારનું આ કેવું ભવ્ય, કેવું ઉન્નત, કેવું ચિરંજીવ દૃષ્ટાંત છે!
(‘હિંદુસ્થાન’ તા. ૯-૧૨-૧૯૨૭ ના આંકમાં લખનાર-શ્રી ‘આફતાબ.’)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com