________________
કરબલાના એક મહાન ધર્મવીર-હઝરત ઈમામહુસેન ૧૮
બેવફાઈ સત્યને વિજય જગતમાં એમ સહેલાઈથી નથી સાંપડતો. એને કરોડે કસેટીઓ સેંસરું નીકળવાનું હોય છે અને એ ચકાસણમાંથી નીકળીને જ તે પ્રખર તેજે પ્રકાશે છે, સહજ સહજ કીસમેએ ઝળકી ઉઠે છે.
હજરત ઇમામ હુસેનને કુફાની ધોધમાર તૈયારીઓની ખબર પહોંચે તે પહેલાં કુફાના ચોકમાં યઝીદને જમદૂત ઓબદુલ્લાહ ઝીયાદ સશસ્ત્ર સૈન્ય લઈને ખડો થયો. એણે બાજી વફરેલી દીઠી. બેવફાઈ એ તો જાણે કુફાની પ્રજાનું કુદરતી લક્ષણ હતું! જે એંશી હજાર જને ખુદાના કાસમ ઉપર સત્યને પક્ષે શસ્ત્રો વીંઝવા તૈયાર થયા હતા, તે સૌ એ દુલ્લાહના હાથ નીચે નિઃસહાય મેંઢા જેવા ગુલામ બની રહ્યા. એમાં ગણતર સત્યવાદીઓ હતા. તેમનાં ગળાં પર સમશેર કરી અને કોઈ કોઈ શહીદની લાશે તે યઝીદના આ જુમગાર ગવર્નરે ભરબજારમાં ઢસરડાવી પ્રજા ઉપર સીકે બેસાર્યો. આ દશા વચ્ચે હજરત ઈમામના એલચી મુસ્લીમ બીન અકીલને કેઈએ પણ સંધરવા હામ ભીડી નહિ. જે કઈ એને સંતાડે તેનાં શિર ધડથી જુદા થાય, એને આશ્રય આપનારા કેટકેટલાએ જાન ગુમાવ્યા ! હાની બીન ઉવાહ, મહમ્મદ કસીર, તેના પુત્ર-એવા કંઈક આશ્રયદાતાઓની ઘોર ખૂનરેજી ચાલી. આખરે મુસ્લીમ બીન અકીલ પણ એક જવાંમર્દની જેમ લડતા લડતા એજ સીતમમાં હોમાયા. એના બે સુકુમાર બાળકે અને એ બાળકના આશ્રયદાતાઓ પણ કુફાના આ જલ્લાદ ગવર્નરના માણસેની સમશેરે નીચે શહીદ થયા.
રણમેદાન ઉપર કુફાના દુર્ગને તાળાં દેવાયાં હતાં. કેની મગદૂર છે કે એક પણ કાસીદ મેકલી હજરત ઇમામ સેનને ખરી સ્થિતિની વાકેફગીરી આપે કે, પિતાના મિત્રોના વારવા છતાં નાનું એવું સૈન્ય લઇને આ સત્યાગ્રહી વીર તે પ્રજાને જુલ્મમાંથી તારવા નીકળી ચૂકયા હતા. એમને ક્યાંથી સ્વય યાલ હોય કે, કકાની પ્રજા આમ નામ અને બેવફા બની જશે ! ઠેઠ ઈરાકની સરહદ ઉપર આવ્યા પછી જ તેમને ખબર પડી કે, પ્રજા ફરી બેઠી છે અને સત્યના પૂજારીઓ શહીદ બન્યા છે. એમણે પોતાના સૈન્યને આ સંયોગવચ્ચે ખુશીથી પાછા જવા રજા આપી. ફક્ત સિત્તેર ચુનંદા સત્યપૂજારીઓ સાથે તે આગળ ચાલ્યા. ડગલે ડગલે, મઝલે મઝલે એમને યઝીદ અને તેના સાગીરદેશના જુલ્મનો સાક્ષાત્કાર થતે ગયે. એમનો આત્મા કકળી ઉઠશે. | પરવરદિગારનું સ્મરણ કરતા સન્માર્ગના આ યાત્રીકે કરબલાની રણભૂમિ ઉપર પડાવ નાખ્યો. સામે શત્રુઓનું દળ ખડું થયું. એ દળના તરસ્યા ઘોડા જળવિના તરફડતા હતા. માણસોનો જીવ આ પાસમાં શેષાતો હતો. એ દશ્ય નીરખી સત્યના પૂજારીનું દિલ કરુણાની ધારાવડે ટપકવા લાગ્યું. એણે વૈરને કેરે મૂકી શત્રુને મીઠાં જળ પાયાં. આ રહમદિલીને કે બદલો? પાણી પીને તાઝગી પામેલા શત્રુઓએ હજરતના પડાવની નદી ઉપર હજારે શસ્ત્રબદ્ધ માણસેને પહેરે બેસાડી દીધો, પાણીનું એક ટીપું પણ હજરતને ન સાંપડે એની કાળજીપૂર્વક વ્યવસ્થા કરી. આમ છતાં સત્યાગ્રહી વીર હુસેનને લોહી નહેતું વહાવવું; એને તો પ્રેમથી, સંયમથી, સત્યપૂજાથી વિજય મેળવો હતું. સભા પક્ષને બહુ બહુ વીનવ્યા, પણ એ તે હજરતને ઘેરીને ઉભો રહ્યો.
૭૨૦૦૦ સામે ૭૨ ! આમ કરબલાના મેદાન ઉપર બે ટુકડીઓ ખડી છે. એક સત્યને કાજે જાનની આહતિ આપવા તૈયાર થયેલી, બીજી પાપી સત્તાનો પરચો બતાવવા તલસતી. એક બાજુ ફક્ત ૭ર માણસો બીજી બાજા ૭૨ ૦૦૦! હર રસ્તા સામે ૭૨ હજાર અસુરો ખડા થયા. અસુરોની લોહીતરસ
ધર્મભાવના ! ઈષ્ટ ને અનિષ્ટ તો એને એ જગ હતા. ૭ર સત્યાગ્રહી વીર સામે વિકરાળ સ્વરૂ સમાં ૭૨ ૦૦૦ પાપીએ ખાંડા ખણખણાવવા લાગ્યા. પૈસાથી ખરીદેલા એ બેવફા કુફાવાસીઓ હતા. હજરત ઈમામ હુસેનની શાન્તિ આરોપવાની તમામ આજીજીએ નિષ્ફળ નીવડી.
પણ સત્યાગ્રહી મરે સંહારની પહેલ નજ કરે. એ તો પ્રેમ અને અહિંસાથી શત્રને પણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com