________________
શુભસંગ્રહું-ભાગ ત્રીજો
સીતમગાર સલ્તનત
સુલ્તાન યઝીદના કાસીદાએ અને હાર્કમેાએ કાળા કેર વર્તાવ્યા. ગામેગામ ફરીને એમણે યઝીદની સત્તા જોરજુલ્મથી મજુર રખાવી. જેણે જેણે ઇન્કાર કર્યો, તેના હાથપગ ને જીભ વાઢમાં અગર તેને શૂળીને સ્વાધીન કર્યો. પુરુષોને હણી તેમની ઓરતાને કબજે કરી, યઝીદના દૂત આવે કે પ્રજાને યમદૂતને સાક્ષાત્કાર થાય. થરથરતી રૈયત એની તમામ શરતેાના સ્વીકાર કરે અને હજરત ઇમામ હુસેન જેવા એલિયા પુરુષ સામે અમગળ પ્રવૃત્તિ આદરે. ઈમામ હુસેનના સાથીએ તૂટવા લાગ્યા. આખા ઈરાક પ્રદેશમાંથી હજરતના સાથીએ ચાર-પાંચજ નીકળ્યા. એ પણ એમના પિત્રાઇએ કે નિકટના સંબંધીજને. જે કુફા દેશની પ્રજા હજરતના નામપર ફીદા હૈાવાની જાહીરાતા પોકારતી, તે પણ યઝીદના કારડા નીચે ફરી બેઠી. પાપી સુલ્તાન સામે પાકાર ઉઠાવનાર મહાત્માને આખરે માના આશ્રય લેવાની વેળા આવી. એક સમયના એ મહાજાદા રૅક પ્રવાસી અન્યા. એને લાગ્યુ કે, જો મારી હાજરીના કારણેજ પ્રજા ઉપર યઝીદના સીતમ ચાલતા હૈાય તે બહેતર છે કે, મારેજ આત્મસમર્પણ કરી વેગળા ખસી જવું; પણ શયતાનના મુરીદેએ આ એલિયાને મક્કામાંચે જપ વળવા દીધા નહિ. ત્યાંયે એની સામે ભાષણ કાવતરાં ઊભાં કર્યાં. મક્કાની પ્રજાને તેના ખરા હિતેચ્છુ સામે-ઈમામ હુસેન સામે-તેમણે બહેકાવી મૂકી. ચઝીદના ધનલેાલુપ ગુલામેાએ જાહેર કર્યું કે, હજરત ઈમામ હુસેન તા યઝીદના દાસ બની રહ્યા છે. આથી પ્રજા હજરત સામે વીફરી, પેાતાના તારણહારનેજ રહેંસી નાખવા દોડી. ખીજી પાસ સુલ્તાન યઝીદે તમામ ન્યાય અને રહેમદિલીને તેવે ચઢાવી ઇમામ હુસૈનનાં સબંધીજનાને વીણીવીણીને રીબાવવાં શરૂ કર્યાં. એના પિત્રાઈ ભાઈના સુકુમાર બાળાની, તેમને આશ્રય આપનારની અને હજરતના સત્યપરાયણ દાસ્તાની ક્રર કત્લ ચલાવી. મક્કા બેઠે બેઠે મહાત્માએ આ વીતકા સાંભળ્યાં અને સત્યને ખાતર હસતે વદને સહી લીધાં. ગમે તેટલી વિટ‘બનાએ આવે પણ પાપી સુલ્તાન આગળ શિર નજ નમાવવું, એ એમની પાક મુરાદ હતી.
સત્યમાટે શહાદત
કીરતારના અચળ ભક્ત, સત્યના અણુનમ પૂજારી સંકટાથી હારે નિહ. એ જીવન કુરબાન કરે, પણ ડગલુંચે પાછેાન હઠે. હજરત ઇમામ હુસેનને કેવળ સત્યાગ્રહના બળેજ યઝીદની સીતમગાર સલ્તનત ઉથલાવવી હતી. એમના સ્નેહીજને ઇરાક અને કુફાના ગામેગામ ફરીને યઝીદના જીલ્મ સામે પ્રજાને જાતિની હાકલ આપવા લાગ્યા. એમ કરતાં જો એ સત્યાગ્રહીઓ પકડાતા તા યઝીદના શસ્ત્ર નીચે હભેર શહીદ બનતા, પણ સત્યના રાહપરથી ડગલુ એ ખસતા નહિ.
કુકાની પ્રજા યઝીદની વજ્ર એડી નીચે પીસાઇ પીસાઇને વેદનાની ચીસા નાખતી હતી. સત્યપરાયણ માણસોને કચરધાણુ વળતા હતા. પાપીએ અનિશ નવાજેશા પામતા અને નિર્દેષો રાજરાજ રહે સાતા. લેાહીનાં આંસુ સારતી પ્રજાએ આમંત્રણ મૂકયું કે, એ સરતાજ હજરત ! અમને હવે તે। આ સીતમેાની ચક્કીમાંથી ઉગારે. હજરત તે દયાના મહેરામણુ હતા. એક વાર એવફ્રા નિવડેલી કુદ્દાની પ્રજામાટે પણ એમના દિલમાં વાત્સલ્યનાં પૂર વહેવા માંડયાં. દુશ્મન ઉપર પણ પ્રેમ વર્ષાવનાર સ`ત શરણાગતની યાચના ક્રમ પાછી ઠેલે ! એમણે પેાતાના વ્હાલા પિત્રાઈ હજરત મુસ્લીમને એલચી બનાવી કુફા મેાકલ્યા. સત્યની મૂર્તિસમા એ હજરત મુસ્લીમ ન અકીલ ચુક્! પહાંચીને સત્ય અને આઝાદીના પયગામ સુણાવવા લાગ્યા. દિનપ્રતિદિન એમના ધ્વજનીચે રાષ્ટ્રીય સૈન્યની ભરતી ચઢી. અઢાર હજાર, વીસ હજાર, ચાળીસ હજાર અને અંતે એંશી હજાર કુફાવાસીઓની સેના એ નેજા નીચે ઉભરાવા લાગી. જાણે કે જુલ્મગાર સલ્તનતના પાયા હમણાં જડમૂળમાંથી ઉખડી જશે! પાક દીનના અને ખુદાના કસમ લઈ લઈને એ જનતાએ મુસ્લીમ બીન અકીલને ખાત્રી આપી કે, અમે સત્યનાજ સંગાથી છીએ, હજરત ઇમામ હુસેનના આજ્ઞાનુશીલ દાસ છીએ, માટે હજરતને સત્વર તેડાવા.
પ્રશ્નના આવા ઉજજ્વલ આશાવાદ નીચે મુસ્લીમ બીન અકીલે ઈમામ હુસેનને જલ્દી કુચ કરવા આમંત્રણ પેશ કર્યુ. સંદેશા કહાબ્યા કે, હવે વિનાવિલંબ ચાલ્યા આવે. પ્રજા ધર્મજંગ માવા તૈયાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com