________________
wwwwwwww
કરબલાના એક મહાન ધર્મવીર-હઝરત ઈમામહુસેન ૧૭૭ ૮૧-કરબલાના એક મહાન ધર્મવીરહઝરત ઈમામહુસેન
બાદશાહ યઝીદની સીતમગાર સલ્તનત કેમ ઉખડી ગઈ? (વિશ્વવિખ્યાત ઇસ્લામ ધર્મ અનેક નરરત્ન નીપજાવ્યાં છે. કુફા, શામ અને અરબસ્તાનની ભૂમિ કંઈ એક એલીઆઓના ઇતિહાસથી મધમધે છે. એ સેિ ધર્મવીરોમાં અજોડ એવા સત્યાગ્રહી મહારથી હજરત ઈમામ હલ્સને ઈ. સ. ની સાતમી સદીમાં યઝીદની જુમ્ભગાર સલ્તનતના પાયા, સત્યાગ્રહનો અવિરત જંગ ખેલીને હચમચાવી નાખ્યા, તેને ઈતિહાસ અનેક અરબ્બી ગ્રંથમાંથી સાંપડે છે. એ જ્વલંત ઈતિહાસની અને ધર્મજંગમાં હજરત ઈમામ હુસેનના સત્યને કાજે બલિદાનની સુવર્ણરેખા નીચલા લેખમાં ઝળહળે છે.)
આલમ ઉપર પાપનો બોજ દુસહ બને છે, ત્યારે ધરતી પરથી તેનું ભારણ વેગળું કરવા એક યુવાવતારી પુરુષ જન્મે છે. એવા પુરુષનું જીવન જ અન્યાયની પરંપરા સામે મંડાયેલા વિગ્રહનો ભવ્ય ઇતિહાસ બની રહે છે.
ઇસ્લામના પરમ ઉદ્ધારક હજરત મહંમદ પયગંબર બેહીસ્તનશીન થયા પછી ચાર ખિલાકતાના અમલને અંતે જ્યારે ઠેઠ શામ, મીસર અને અરબસ્તાનસુધી સીતાને સાકરડે બાલાવનાર જુલમગાર યઝીદ મીલ્કમાં તખ્તનશીન થયે, ત્યારે એની નૃશંસ પાપલીલા સામે સત્યના ઝુંડે લઈને અવિરત ઝઝનાર હજરત ઈમામ હુસેનના મરચા મંડાઈ રહ્યા. એ સમયનો ઈતિહાસ ઈસ્લામના રક્ષણાર્થે સીતમગાર સલ્તનતના ખપ્પરમાં હોમાયેલા એક અજોડ સત્યાગ્રહી નરવીરના બલિદાનને જાજ્વલ્યમાન ઇતિહાસ છે. હીજરી સન ૬૧ અથવા ઈ. સ. ૬૮૦ નું એ યુગ યુગ સુધી જનતાની સ્મૃતિમાં ચિરંજીવ અંકાયેલું વર્ષ ઇસ્લામના અભંગ ધર્મવીરના આત્મસર્ગમાંથી ઉથાન પામતી બુલંદ વિજયગાથાની ન ભુંસાય તેવી તવારીખ નોંધે છે. આજે કરબલાના પુણ્યધામમાં જેના સત્યાગ્રહી જંગ અને શહાદતની અમર સાક્ષી પૂરત વિશાળ રોજે ઉભે છે અને જેની પવિત્ર સ્મૃતિ સંધરીને ઇસ્લામી જનતા પિતાને કૃતકૃત્ય માને છે, એ મહાન ધર્મવીર હજરત ઈમામ હુસેન અની આ પીછાન છે.
સત્યના પૂજારીએ દેશ દેશના મનને સમજતા હશે કે, સત્યાગ્રહનાં મંડાણુ તે અમારા શિરોમણિએ કર્યા છે. હિંદનો કોઈ વિભાગ સમજતો હશે કે, ખરા સત્યાગ્રહના પિતા ગાંધી છે; રશીઆ સમજે છે કે, એ અકર શસ્ત્રનો ઉત્પાદક ટોલ્સ્ટોય છે. આ તમામ વિભ્રમ છે, ખોટા ખ્યાલો છે. યુગે યુગે, દેશે દેશે. સદીએ સદીઓ, પ્રસંગે પ્રસંગે સત્યના પૂજારીએ પ્રકટે છે. સત્યાગ્રહનો જન્મદાતા કેાઈ એકજ માનવ નથી. સત્યાગ્રહ તો કીરતારની બક્ષેલી દિવ્ય જ્યોત છે. કીરતારના સાચા ભક્ત ઉપર, સત્યના અથંગ પૂજારી ઉપર તેનાં કયાણદાયી અજવાળાં ઉતરે છે. હીજરી સનની પહેલી સદીમાં એવો સત્યને જીત નિર્વિશેષ પૂજારી ઇસ્લામી પ્રજાના ઉદ્ધાર અથે પ્રકટયો. હજરત ઇમામ હુસેનના સ્વરૂપમાં જગતને જાજરમાને સત્યની પીછાને પડી.
સીરિયાની જુલ્મી સલ્તનતનાં કરતક ઉપર આ ધર્મવીરનું કાળજું કકળી. પ્રજાના કલ્યાણને કાજે સલ્તનત સામે જંગ જમાવવાને તેના દિલમાં ખાસ સળગતી; પણ સમકાલીન પ્રજા પિતાના મહાન નરને કયાં મૂલવી શકી છે ? દુનિયાને આ અળખામણું શિરસ્તો હજરત ઈમામ હુસેનના સંબંધમાં જેટલો સાચો ઠરે છે, તેટલો બીજા કોઈ મહાન પુરુષને માટે ભાગ્યેજ કરે છે. જ્યારથી એણે પાપની સામે બેઠે બળવો આદર્યો, ત્યારથી જ તેના રાહ ઉપર શયતાનના હજારે શાગીર્દીએ શૂળ વેરી દીધા; પણ ધ્યેયસિદ્ધિના મંદિર ઉપર દૃષ્ટિ સ્થિર કરીને ઈમામ હસેને પોતાની કુચને અપ્રતિહત ધપાબેજ રાખી. પ્રજાનાં રક્ત ચૂસનાર યઝીદ તખ્તનશીન થતાંજ હજરતે તેની સત્તાનો ઈનકાર કર્યો અને પ્રજાને હાકલ દીધી કે, સત્યને પંથે તમારો સાથ અર્પે. જમના કેરડા નીચે નૂર ગુમાવી બેઠેલી પ્રજામાં એવી મર્દાનગી દાખવવાની તાકાત નહોતી. ઉલટી આ ધર્મવીરની જીંદગી ઉપર આફત તોળાઈ રહી; પણ એને તો હરકોઈ ભોગે ઈસલામી બાંધનાં વીતકે ફેડવાં હતાં. આવરણની, આપત્તિઓની, દુઃખપરંપરાની એને કંઇ વિસાત નહોતી. શુ. ૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com