________________
wwwvwwvvwvvwvwANNINNAAAAAAAAA
A
AAAANA
૧૭૬
શુભસંગ્રહ-ભાગ ત્રીજો તેઓનાં મસ્તકમાં કઈ ભૂતર વિદ્યાનું પ્રકરણ ધુમી રહ્યું હતું. પોતાની ઇન્દ્રિયોને તેએ અથાગ સંયમ પળાવીને આખરે કુદરતના હૃદયની આ ખાનગીઓ વાંચવા જેટલી સતેજ બનાવી હશે. એ ગામડીઆઓ બાંધ્યા દરમાયા ઉપર સહીસલામત રહીને પોતાની નિષ્ફળતાઓને અટપટી બુદ્ધિના. ખુલાસાવડે ઢાંકી શકે તેવું નહોતું. કાં ફતેહ, નહિ તે આબરૂનો ને ધંધાનો નાશ. એ બેજ માર્ગો પર તેઓને જવાનું હતું અને તેઓની વિદ્યાની અજાયબ સફળતા જ્યાં જુઓ ત્યાં મોજુદ ઉભી છે,
કુદરતને આ આખો જાસુસવર્ગ અત્યારે ફના થઈ જવાની અણી પર છે. કાળનાં ધમસાણ એને ઘસડતાં જાય છે, પરંતુ પસન-ઘેલડી સરકારને કદી ન સૂઝયું કે, એ અણમોલ અને અપરિપ્રામ વારસાને અખંડિત વહેતે રાખવા માટે ગામડાના એ શતકે જૂના જળ–શોધકોની એક સંસ્થા-એક ખાતું ખાલીએ. નજ સુઝે ! પરાધીન પ્રજાની પરાધીનતા જે કાયમ કરવી હોય તો એના ભૂતકાળને ઘસી ભૂંસી નાખે, એ વીસમી સદીના વિજેતાઓને જીવન–મંત્ર છે. ભારતવર્ષપર તે કઈ એકાદ લેસ્લી વિસનનો નહિ પણ સમગ્ર અંગ્રેજ પ્રજાને એ સંકલ્પ છે. ઢાકાનું મલમલ વણનારનાં કાંડાં છેદી નાખનારી શ્રીમતી ઇસ્ટ ઇન્ડિયા કંપનીને એ તો અખંડ વારસે છે. નહિ તે અત્યારે મુંબઈ ઇલાકાને ગામડે ગામડે પથરાયેલા એ પાણી-કળા વર્ગમાંથી મુંબઈની સરકારને એક સે દેશી પિમ્સને મળી રહેત.
પરંતુ આટલો સાર વલોવીને આપણું કર્તવ્ય તે આપણાં રજવાડાંની સમક્ષ ધરવાનું રહ્યું. બ્રિટિશ હિંદની ભૂલને ઇતિહાસ રજવાડાંઓમાં પુનરાવર્તન ન પામે તેટલીજ આપણી ચેતવણી હોય. રજવાડો આજ ગાફલ બનીને અંગ્રેજોની નકલ કરવાને નાદે ચઢયો છે. પોતાનાં રસોડ પણ જેઓએ વિલાયતી પાકશારીઓન–બબરચીઓના હાથમાં સોંપી દીધાં છે, તેવા રાજા બહાદુરો આવા કેઈક પિગ્સનને પોતાના દ્વારમાં પધરાવતાં શી વાર લગાડવાના હતા ? પરંતુ જે વાતમાં એક પરદેશી વેપારી રાજસત્તાનું જીવન છે, તેજ વાતમાં આપણું રાજયોને આપઘાત છે. પશ્ચિમના સુધરેલાં સાધના મેહમાં કેટલાંયે રાજ્ય પતંગીઆં બની ઝુંપાપત કરી રહ્યાં છે. ઉપરચેટીઆ વિદેશી જ્ઞાનને હલે આપણા ઉપર–મુખ્યત્વે આપણી ખેતીવાડીના ઉપર ચાલ્યા આવે છે. એનાં થાણુ સ્થપાવા લાગ્યાં છે. કાં તે એનું અંધ અનુકરણ આપણને બેય રીતે માર દેશે–એટલે કે, આપણી જૂની વિદ્યાને હોલવી નાખીને એ વિલાયતી ઇલ્મ આપણને ના પ્રકાશ આપી નહિ શકે; અને કાં તે આપણે આપણુ જૂની વિદ્યાને નવાં અજવાળાં સાથે સંગ કરાવી દેવો જોઇએ. .
પરંતુ આપણાં રજવાડાં તે જૂના ખજાનાનું દફન ઠંડે કલેજે નિરખી રહ્યાં છે. કેઈ પણ રાજ્યના અહેવાલમાં પોતાની હદમાં વસતા પાણી-કળાઓની ટીપ છે ? ખેતીવાડીના કુશળ કણબીએનું પત્રક છે ? વંશપરંપરાથી વૈદક કરતાં આવનારાં કુટુંબની નેધ છે ? પોતાના દેશી વહાણવટીઓની–ખારવાઓની ઓળખાણ છે ? મહાસાગરને તળિયે જઈ મેતી કાઢનાર મેરજીવાઓની ઓલાદવિષે કઈ બંદરવાળા રાજેએ કશી હકીકતો સાચવી છે? ઢોરનું વૈદું કરનાર, ખડેલાં હાડકાં ચઢાવનાર, તૂટેલાં અવયવોને સાંધા મેળવનાર, એવા અજાયબ ઈ૯મીએ પિતાને ગામડે ક્યાં કેવી હાલતમાં વસે છે તેની તપાસ રાખી છે કેઇ રાજ્ય ? ગીર, બરડો અને શિહોરી ડુંગરાના માલીકને કદી સૂઝયું છે કે, આ અણમેલ વનસ્પતિઓને કેાઈ રસીલે જાણકાર પિતાને આંગણે ક્યાં અને કેવી રીતે જીવે છે ? એના અનુભવની નંધો તપાસી છે કદી? એમની પાસેથી જંગલ ખીલવવાની સલાહ મેળવી છે કદી ? એવા એવા કેટલા ખજાનાઓ આપણે ગુમાવી બેઠા છીએ, તેનું સવિસ્તર વિવેચન આવતા અંકમાં કરીશ. દરમિયાન એવા નિપુણ પુરુષોની ટીપ કરીને અમને મોકલવા અમે જાહેર પ્રજાને વિનવીએ છીએ.
(તા. ૨૯-૮-૨૫ ના “સૌરાષ્ટ્રને અગ્રલેખ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com