________________
wwwwwwww
શુભસંહ-ભાગ ત્રીજો આધાર રાખે છે. સાધ્ય ઉપર બતાવ્યું તે છે. તે કયે રસ્તે સાધવું તે તે દરેકે પોતાની મેળે જોઈ લેવાનું છે.
ધર્મશિક્ષણ ફરજીઆત હોય કે નહિ ? આ સવાલ પણ ઘણુ વાર પૂછવામાં આવે છે. અનેક સંસ્થાઓમાં ફરજીઆત સંધ્યા, ફરજીઆત પ્રાર્થના ઇત્યાદિ હોય છે; પણ ફરજીઆત ધર્મશિક્ષણ આ પ્રયોગજ વદવ્યાઘાત જેવો છે. ફરજીઆત ભેજન આપી શકાય, તેજ ફરજીઆત ધર્મશિક્ષણ કરી શકાય. અને શરીરનો ખોરાક છે, તેમ ધર્મ આત્માનો ખોરાક છે. આપણે છાત્રાલયમાં ખાવાની સુંદર સગવડ કરી મૂકીએ, એટલું બસ છે. બાળકની સહજ ભૂખજ એને ખાવાની ફરજ પાડે છે. આપણે એટલુંજ જોવાનું રહ્યું કે, કોઈ પણ કારણસર બાળક ની ભૂખ મંદ તો નથી થઈ ? તેને અજીણું તે નથી થયું ? તેના શરીરમાં કંઇ વિકાર તે • એવું કંઈ હોય તે તેને દેવાયાણી કરી તેની ક્ષધા જાગ્રત કરવી એ શિક્ષકની ફરજ છે. બાળકની સુધા જાગ્રત રાખવી અને તેની તૃપ્તિમાટે શુદ્ધ પૌષ્ટિક ખોરાક તૈયાર રાખવો-આ બનેમાંજ શિક્ષકનું કાર્ય ખતમ થાય છે. બાકીનું કાર્ય બાળક પિતાની મેળે કરી લે છે. તેવી જ સ્થિતિ ધર્મશિક્ષણની છે. કોઈ પણ કારણસર બાળકની ધર્મજિજ્ઞાસા પ્રસુપ્ત હોય તે તેને જાગ્રત
અને તેની પરિતૃપ્તિ માટે ધર્મવિચારને અખંડ પ્રવાહ ચાલુ રાખવો, એટલી જ શિક્ષકની કરજ છે. ધર્મના શિક્ષણમાં નદીની વૃત્તિ રાખવી જોઈએ. તે તો અખંડ વચ્ચે જ જાય છે. જેને ઇચ્છા હોય, જેનું ભાગ્ય હોય તે આવીને તેના પ્રવાહમાં નાહી-ધોઈ પુનિત થઈ પાછા જાય છે. તેવી જ રીતે ધર્મનો પ્રવાહ આપણે જીવતે રાખીએ. જે બાળકને આવીને તેમાં નાહી-ધોઈ પાવન થવું હોય તે ભલે થાય. જેને એમ કરવાની વૃત્તિ નથી, તેને કંઈ ફરજ પાડી તેમ કરાવી શકાય તેમ છે? પ્રસિં યાત્તિ મૂતન નિ : વિં જાતિ. ઓછામાં ઓછું ધર્મ શિક્ષણની બાબતમાં તે ફરજનો વિચારજ હાસ્યાસ્પદ લાગે છે.
અને બીજી રીતે આપણે ધર્મશિક્ષણ અનિવાર્ય જરૂર કરી શકીએ તેમ છે. વિદ્યાર્થી કુદરતને નિહાળતે થાય એવી ઈચ્છાવાળો કોઈ શિક્ષક કુદરતનું દર્શન શાળામાં ફરજીઆત કરે તો તે મૂર્ખ ગણાશે. તેની પાસે સહેલામાં સહેલો રસ્તો એ છે કે, આખી નિશાળજ કુદરતના ખોળામાં વસાવવી. ઈછા હોય કે ન હોય, બાળકને કુદરતનું દર્શન કર્યા વગર છૂટકે જ નહિ રહે. એક બાજુ ઉંચા ઉંચા પહાડે, બીજી બાજુએ મેદાને, ત્રીજી બાજુએ ખીણે, ચોથી બાજુએ ઘટાદાર જંગલો વચ્ચેથી વહેતી નદીઓ અને સરોવરો: આવી રીતે જ્યાં કુદરત પિતાના સંપૂર્ણ વૈભવમાં વિકસતી હોય, ત્યાંજ શાળાનું અધિષ્ઠાન હેય તો બાળક કુદરત જોયા વગર ક્યાં જાય? તેવીજ રીતે જેને બધા વિદ્યાર્થીએ ધર્મશિક્ષણ લેતા થાય એવી ઇરછા હોય તેણે તે બાળકની આસપાસનું આખું વાતાવરણ જ ધર્મમય કરી મૂકવું; એમ થશે તે આપઆપજ એને ખબર પડ્યાવગરજ બાળક ધર્માશિક્ષણ લેવાનું છે.
શરૂઆતમાં ખ્રિસ્તી, આર્યસમાજી કે ઇતર પંથની શિક્ષણ સંસ્થાઓમાં અપાતા ધર્મશિક્ષણ - નો ઉલ્લેખ મેં કર્યો છે. આવા ધર્મશિક્ષણથી કંઇ લાભ છે કે કેમ, તે તપાસવાની જરૂર છે. ધર્મશિક્ષણને ઉદ્દેશ માણસના આત્માને-હદયને વિકાસ સધાય એ છે. જેનાથી તે વિકાસ સધાય તેજ સાચું ધર્માશિક્ષણ. ઉપર કહેલી સંસ્થાઓમાં જે શિક્ષણ ધર્મને નામે અપાય છે, તે અધર્મનું શિક્ષણ છે. માણસ પોતાના ધર્મ ઉપર પ્રેમ કરતે થાય તે આવશ્યક છે, પણ માણસ પારકાના ધર્મને દેષ કરતો થાય તે ઘાતક છે. ખ્રિસ્તીશાળામાં જે ખ્રિસ્તી ધર્મજ સાચો અને બીજા બધા ધર્મો કનિષ્ઠ અને ત્યાજ્ય એમ શીખવવામાં આવતું હોય તો તે ધર્મશિક્ષણું નથી, પણ અધર્મશિક્ષણ છે; તેમજ આર્યસમાજની શાળાઓમાં જે વેદવિષેના પ્રેમની સાથે કુરાને શરીફ કે બાઈબલવિષે તિરસ્કાર ઉત્પન્ન થાય તે તે વેદનું અધ્યયન-અધ્યાપન અધર્મશિક્ષણ છે. એક જગ્યાએ પ્રેમ અને બીજી જગ્યાએ દેવ જેનારો માણસ પ્રેમનો અર્થોજ સમજ્યો નથી; અને આવી જાતનું શિક્ષણ ધમશિક્ષણ નથી. ધર્મશિક્ષણને નામે આ રીતે દુનિયામાં સંકુચિતતા અને કલહજ વધે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com