________________
૧૪૫
કવિતાશિક્ષણ ધર્મશિક્ષણ જેવા વિશાળ વિષય ઉપર જેટલો વિચાર કરીએ તેટલો ઓછો છે. ઉપરના લખાણમાં તો ધર્મશિક્ષણના સિદ્ધાંતનું માત્ર દિગ્દર્શન કર્યું છે. ધર્મશિક્ષણ એ તે વાઘણનું દૂધ છે. જેનામાં તે પચાવવાની તાકાત હોય તે જ તેમાં ઝંપલાવે. બીજાએ તેને અસ્પૃશ્ય ગણી તેનાથી દૂર રહેવું જ શ્રેયસ્કર છે; કારણ કે અધિકારવગર કરેલા કર્મનાં ફળ હમેશાં અનિષ્ટ આવે છે.
( કાર્તિક સં. ૧૯૮૪ ના “દક્ષિણામૂર્તિમાં લેખક-ગેપાળરાવ રામચંદ્ર કુળકણું)
વિદ્યાર્થીઓને સામાજિક તાલીમ આપવા માટે કે પુસ્તકોને અભ્યાસ કે શિક્ષકોનાં તે વિષય પરનાં વ્યાખ્યાનોના શ્રવણ કરતાં વિધેયાત્મક ક્રિયાઓ વધારે સુંદર, વધારે સબળ સાધન છે. આવી ક્રિયાઓમાં રમત એ બાળ મન તેમજ તરણ મનને વધારે અનુકૂળ હોય છે. શાળાએમાં આજે રમતોએ હવે પોતાનું સ્થાન તો ઠીક ઠીક મેળવ્યું છે, પરંતુ રમત રમાડવાની પાછળ જે દષ્ટિ ઉભી થવી જોઈએ, તે હજી નથી થઈ. આજે તો રમતો માટે ભાગે શરીરવ્યાયામ ખાતર, નિર્દોષ આનંદ ખાતર અને વિદ્યાર્થીઓને તંદુરસ્ત પ્રવૃત્તિમાં રોકી રાખવા ખાતર મોટેભાગે રમાડાય છે. આ દૃષ્ટિની સાથે સાથેજ સામાજિક તાલીમની દષ્ટિ ઉમેરાવાની અત્યંત જરૂર છે. મનુષ્યને સામાજિક શિષ્ટજન બનવા માટે શિસ્ત, નમ્રતા, વિવેક, બંધુભાવ અને સહકાર જેવા જે જે સગુણ સંપાદન કરવાની અપેક્ષા રહે છે, તે બધાય રમતો જેવી વિદ્યાર્થીના મનને આકર્ષનારી પ્રવૃત્તિમાંથી સહેજે મેળવી શકાય તેમ છે. આ દષ્ટિથી રમતની યોજના કરવામાટે શિક્ષકોએ તે દૃષ્ટિ કેળવવી પડશે અને વિદ્યાર્થીઓ પાસે તે ધરવી પડશે. તેમ થશે તે શિક્ષણની એક આવશ્યક પ્રવૃત્તિતરીકે રમતો યથાર્થ ગણાશે.
૬૬-કવિતાશિક્ષણ
ભાષાનું શિક્ષણ એટલે ગદ્ય અને પદ્યને બાળકોને પરિચય કરાવો. આ પરિચય જેટલો દઢ અને સ્પષ્ટ એટલું ભાષાનું શિક્ષણ બળવાન થવાનું. પરિચયનાં સાધનો મુખસાહિત્ય અને લિખિત સાહિત્ય છે. બાળક નાનપણથી મુખસાહિત્યના પરિચયમાં આવે છે. વાંચતુંવખત થયા પછી તેને લિખિત સાહિત્યનો પરિચય શકય છે. મુખસાહિત્ય કે લિખિત સાહિત્યના પરિચયમાં ગદ્યાત્મક સાહિત્ય બાળક પાસે એકંદરે આજે વધારે અને વહેલેથી આવે છે, જ્યારે પદ્ય સાહિત્યનો પરિચય મેડે મેડો અને થોડો થોડો થાય છે. ઘરમાં આપણે બોલીએ છીએ તે મુખસાહિત્ય છે. ઘરમાં કે બહાર ગાનનો પરિચય વાણીના પરિચય સાથે સરખાવતાં સાવ ઓછો જથાય છે. પાઠય પુસ્તકોમાં પાઠ કરતાં કાવ્યનું પ્રમાણ ઘણું જ ઓછું હોય છે.
આમ હોવાથી બાળક ગદ્યને આનંદ વહેલી ઉંમરે વધારે લેતું થાય છે. વળી આને પરિસામે એવી ખોટી સમજણ પણ ઉભી થઈ છે કે બાળકે કાવ્ય ને વહેલી ઉંમરે સમજી શકે નહિ તેમ તેનો આનંદ પણ લઈ શકે નહિ, તેથી તેમની આગળ કાવ્યો મેડાં અને ઓછાં આવવાં જોઈએ. પરિણામ એમજ આવ્યું છે. આપણે મોટાઓ સુદ્ધાં પદ્ય કરતાં ગદ્યમાં વધારે રસ લઈએ છીએ. ગદ્ય વધારે સહેલું લાગે છે, ગદ્યને પ્રચાર ઘણે થાય છે, ગદ્યનું સર્જન પણ અધિકતર છે.
બેશક. સરખામણીથી જોતાં કાવ્ય વધારે અઘરું છે. ગદ્ય કરતાં પદ્ય જરા મોટી ઉંમરે વધારે આનંદ આપી શકે. મતલબ કે, કાવ્ય સ્વતઃજ જે ઉચ્ચ ભૂમિકાનું સર્જન છે, એમ લઈએ તો તેનો ઉપભાગ પણ જરા ઉચ્ચપણેજ થઈ શકે.
પરંતુ એ જવા દઈએ ને સીધો વિચાર કરીએ તે ઉપલું કથન અત્યારે તે વિચારવા જેવું છે-અર્થાત આપણે બાળકને ગદ્યને પરિચય વધારે આપીએ છીએ ને પવન એ છે આપીએ છીએ, ને તેને લીધે આજે પદ્યમાં આપણે ઓછી મઝા લઈ શકીએ છીએ. શુ. ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com