________________
* ૧
૧
-'૧૧ - - - -
શાળામાં ધર્મશિક્ષણ
૧૪૩ ઉત્તમમાં ઉત્તમ ધર્મતો નકામાં છે. શરીરને કસરત આપીને સુધા જાગ્રત કર્યા પછી જ પકવાનનો સ્વાદ લઈ શકાય, તેમજ ધર્માજિજ્ઞાસા પછીજ ધર્મનો આસ્વાદ લઈ શકાય અને કમેરૂપી કસરત કર્યા વગર કોઈ દિવસ જ્ઞાનની ભૂખ–ધર્મજિજ્ઞાસા આવવાનીજ નથી; માટેજ શાસ્ત્રકારોએ લખી રાખ્યું છે કે આવાસ: પ્રથમે ધર્મ: મનુ ય જે જાતનાં કાર્યો કરે, તે જાતની તેની ભૂખ જાગ્રત થાય છે; ધર્મવિહિત કાર્યોથી ધર્મજિજ્ઞાસા ઉત્પન્ન થાય છે.
એટલે હવે ધર્મશિક્ષણના પ્રશ્નનો ઉકેલ એવો આવ્યો , જે વિદ્યાર્થીઓને ધર્મશિક્ષણ આપવું હોય, તેમની આગળ ધર્મવિહિત કર્મોનું વાતાવરણ ઉભું કરવું જોઈએ. આવું વાતાવરણ ઉભું કરવાની જવાબદારી શિક્ષકની છે. શિક્ષકે જેટલે અંશે પ્રાણવાન, જેટલે અંશે ત્યાગી. જેટલે અંશે સંયમી, તેટલેજ અંશે શાળાનું વાતાવરણ ધર્મમય થવાનું છે. ધર્મમય વાતાવરણને અર્થ વિશદ કરવાની જરૂર છે. જે શાળામાં શિક્ષકોની સેવા ત્યાગ ઉપર રચાયેલી હોય, તે શાળામાં ત્યાગનું વાતાવરણ પોતાની મેળે ઉભું થવાનું છે. તે શાળામાં રહેતા વિદ્યાર્થીઓને ત્યાગથી વિરુદ્ધ વર્તન કરવાની પ્રેરણા પોતાની જાતની બહારથી–શાળાના વાતાવરણમાંથી નથી મળવાની. “હું સત્યાગ્રહાશ્રમનો વિદ્યાર્થી; મારાથી કેમ બોલાય ?” “હું રાષ્ટ્રીય શિક્ષણ લઉં છું; મારાથી રાષ્ટ્રદ્રોહ કેમ થાય ?” “હું દક્ષિણામૂર્તિનો વિદ્યાર્થી; વગરટીકીટ કેમ પ્રવાસ કફ ઈત્યાદિ ભાવનાઓ તે તે સંસ્થાના વાતાવરણને લીધે વિદ્યાર્થીઓમાં જાગ્રત થવાની છે. આ ભાવના એ વિદ્યાર્થીઓનું કવચ; આ કવચથી તેમનું અધર્મ થી રક્ષણ થાય છે. આગળ
| અભ્યાસથી આ કવચજ એમનો પોતાનો સ્વભાવ થઈ જાય છે. સત્યાગ્રહાશ્રમની ખાતર રાષ્ટ્રીય શિક્ષણની ખાતર, દેશની ખાતર, ગાંધીજીની ખાતર કે દક્ષિણામૂર્તિની ખાતર જે વસ્તુ તે અત્યારસુધી કર હતો, તે બધી વસ્તુઓને તેને હવે સ્વાભાવિક રસ લાગી જાય છે અને તે વસ્તુ તેની પોતાની થઈ જાય છે. બાળક બહારથી સારા કે ખરાબ સંસ્કાર ગ્રહણ કરે છે, તેમાં હમેશાં આ પ્રમાણે જ ક્રિયા થાય છે. એટલા માટે જે સંસ્થાને ધર્મશિક્ષણ આપવાની ધગશ છે, તેણે શાળાનું વાતાવરણ ધમચરણને પિષક એવું બનાવવું જોઈએ—એવું બનાવવું એ એની પહેલી ફરજ છે.
આવું વાતાવરણ બની જાય તો વિદ્યાર્થીઓમાં ધર્મજિજ્ઞાસા ઉત્પન્ન થતાં વાર નથી લાગતી. તેમની આ ધર્મજિજ્ઞાસાને તૃપ્ત કરવા માટે શાળામાં ધર્મવિચારની ગંગા અખંડ વહેતી રાખવાની જરૂર છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર કે દક્ષિણ ગમે તે દિશા તરફ એ જાય તો બધેય ધર્મગંગાનો મધર પવિત્ર ખળખળાટજ એને કાને પડ જોઈએ. એક જગ્યાએ મહાભારતનું વાચન ચાલતું હોય, તો બીજી જગ્યાએ ગીતા ઉપર પ્રવચનો થતાં હોય; ત્રીજી જગ્યાએ મીરાંનાં ગીત ગવાતાં હોય અને રામનામની ધૂન ચાલતી હોય તો ચોથી જગ્યાએ વિદ્યાર્થીજીવનના સવાલો લઈ તેના ઉપર ધમધર્મની ચર્ચા ચાલતી હોય. આવી રીતે આખી સંસ્થાનું વાતાવરણ ધર્મસાગરની ગંભીર સતત ગર્જનાથી ભરપૂર રાખવાની જરૂર છે.
એક બાજુએ ધર્મના આચરણનું વાતાવરણ અને બીજી બાજુ ધર્મના વિવરણનો અખંડ પ્રવાહ, એ ધર્મશિક્ષણનાં બે અંગે છે. બન્ને અંગે સાચા ધર્માશિક્ષણને માટે જરૂરી છે. કેવળ આચરણ જ્ઞાનવગર સ્થાયી થતું નથી, કેવળ જ્ઞાન આચરણવગર સ્વનિત નિષ્ફળ રહે છે. આચારની કસરતથી જ્ઞાનની ભૂખ જાગ્રત કરી, જ્ઞાનના ભજનથી નવા આચરણની શક્તિ બાળકે મેળવવાની છે. કર્મમાંથી જ્ઞાન અને જ્ઞાનમાંથી પાછું કર્મ, એ વિકાસને ક્રમ છે. એક કર્મના આચરણથી મનુષ્યધર્મના અમુક ભાગને સાક્ષાત્કાર કરે અને તે સાક્ષાત્કારના પ્રકાશમાં એને નવા આચાર રે; તેમાંથી પાછું નવું જ્ઞાન અને તેમાંથી ન આચાર, એજ સ્વાભાવિક વિકાસનો ક્રમ છે. આચાર અને વિચાર મનુષ્યના જીવનરથનાં બે પૈડાં છે. એકજ પૈડું તૂટે તે પણ રથ અટકે. ધર્મશિક્ષણનું પણ એમજ છે.
અહીં કોઈ એવી શંકા ઉભી કરશે કે, આ તે બધું તત્વજ્ઞાન થયું. આમાંથી કંઈ પ્રત્યક્ષ માર્ગ જડતું નથી; પણ આ નિબંધ માત્ર સિદ્ધાંતનિદર્શનની ખાતરજ લખાયેલો છે. આ સિદ્ધાંતોનો અમલ કયી રીતે કરે તે દરેક શિક્ષકની કે શિક્ષણ સંસ્થાની શક્તિ અને વૃત્તિ ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com