________________
શુભસંગ્રહ ભાગ ત્રીજો
લોકેાના મગજ ઉપર હલકે બોજો હોવાથી તે હળવાં હોય છે; જ્યારે આ પંડિતોનાં મગજ ઉપર અદ્ગત જેવા તત્ત્વજ્ઞાનને ભારે બેજે હેવાથી તેમનાં મગજ દબાઈ જાય છે !
આજે શાળાઓમાં ધર્મશિક્ષણ દાખલ કરવાની જે પદ્ધતિ છે, તેમાંથી આવું જ પરિણામ આવવાનું છે. વેદ, ઉપનિષદ, બાઇબલ, કુરાન કે ગીતાનું અધ્યયન એટલે ધર્મશિક્ષણ નથી. અયયનથી લાભ નથી એમ નથી, પણ તેની સાથે સાથે બીજી વસ્તુ હોય તેજ અધ્યયન લાભદાયી છે; અન્યથા તે નુકસાનકારક છે એ ભય રહે છે. વૈદામાં કેટલીક દવાઓ એવી હોય છે. કે જે બીજી દવાઓ સાથે ભેળવીએ તે અમૃતસમી ગુણકારી થાય છે; પરંતુ એકલી તે ઝેર જેવી પ્રાણહારક હોય છે. ધર્મના અભ્યાસનું પણ એમજ છે. ધર્મને કેવળ અભ્યાસ લાભદાયી નથી. ઉલટ હાનિકારક હોવાનો સંભવ છે. ધર્મના અભ્યાસની સાથે શ્રદ્ધા ઉમેરાય તે બંનેને સમવાય મનુષ્યની ઉન્નતિ સાધે. શ્રદ્ધા એટલે ધર્મજીવનની અભિલાષા. ધર્મનું અધ્યયન અને ધર્મનું જીવન અને સાથે સાથે ચાલે, તાજ ધર્મનું અધ્યયન ઉપકારી થાય છે. પુસ્તકધારા ભૂગોળને અભ્યાસ કરનાર માણસ પોતાને લાભ પણ સાધે અને પોતાનું નુકસાન પણ સાધે. ભૂગોળના અભ્યાસની સાથે સાથે તેમાંથી જાણી લીધેલી વસ્તુઓ પ્રત્યક્ષ દૃષ્ટિગોચર કરવાની વૃત્તિ તેનામાં જાગ્રત હોય તો ભૂગળનો અભ્યાસ તેને ઉપકારક થાય; તેના દેશદર્શનના પર્યટનમાં તેને તે મદદરૂપ થાય; પણ કેવળ નકશા જોઈને અને પુસ્તકો વાંચીને પોતાને આખા વિશ્વનું જ્ઞાન થયું, એવા આત્મવંચક અહંકારમાં જે માણસ રહ્યો તેને કઈ દિવસ વિશ્વનું પ્રત્યક્ષ જ્ઞાન થવાનું નથી. નકશે અને પુસ્તકમાંથી મળેલું ભૂગોળજ્ઞાન કેવળ આભાસમાત્ર છે; સત્ય જ્ઞાન તો પ્રત્યક્ષ દર્શનથી, સાક્ષાત્કારથીજ થઈ શકવાનું છે. ધર્માશિક્ષણની બાબતમાં પણ બરાબર એવી જ પરિસ્થિતિ ઉભી છે. ધર્મગ્રંથનું કેવળ અધ્યયન આભાસમાત્ર છે. મેં એવા શાસ્ત્રીઓ જોયા છે. કે જેમને સાચેસાચજ લાગે છે કે, પોતાના અતજ્ઞાને (!) તેમને મુક્ત સ્થિતિમાં મૂકી દીધા છે; પણ આ ભયાનક આત્મવંચના છે અને એનું કારણ તેનું અધ્યયન કેવળ બુદ્ધિની ભૂમિકા સુધીજ પહેર્યું હોય છે એ છે. અમોધ્યયનની સાથે સાથેજ ધર્મજીવનની અભિલાષા તેનામાં નથી, એટલે ધર્મનું એક પણ તત્ત્વ-એક પણ સિદ્ધાંત પિતાના જીવનમાં તે ઉતારતો નથી. અંતરમાં ઉછળતા દરેક જીવનકલહનો તે બુદ્ધિથી નિવેડો લાવે છે, પણ તેનું હૃદય કારૂં જ રહે છે. તેનો આત્મા અણુવિકસેલ ફૂલની માફક રહે છે અને અંતે તેની અણવિકસેલ પ્રાણુનલિનીને મદોન્મત્ત હાથી હરી જાય છે.
શાળાઓમાં ધર્મશિક્ષણને સ્થાન આપવાની ઈચ્છા ધરાવનાર શિક્ષકોની જવાબદારી બહુ ભારે છે. ધર્મ આત્માનો ખોરાક છે. સાદા શરીરનો ખેરાક પૂરો પાડતાં પણ અનેકવિધ શક્તિનો વ્યય થાય છે. પછી આત્માના ખોરાકની તો વાત જ શી ? ધર્મ જ આત્માને-હૃદયને ખોરાક છે. આ વસ્તુ એક વાર સ્વીકાર્યા પછી આ બાબતમાં ઝાઝું કહેવાપણું નથી રહેતું. જેનાથી હદયનો વિકાસ થાય, તેજ સાચું ધર્મશિક્ષણ. આને જ હાર્દિક કેળવણીના નામથી ઘણું વિચારકે ઓળખે છે. મહાભારતમાં ધર્મરાજાવિષે એક પ્રસિદ્ધ વાર્તા છે, “સત્યં વર’ આ એકજ વાય શીખતાં એમણે અનેક દિવસો ગાળ્યા છતાં તે શીખ્યા ન હતા.શીખવા માટે એમના સહાધ્યાયીએએ “સત્યં વદા ધરૈ સ્વાધ્યાયામા પ્રમ: ” ઈત્યાદિ ઇત્યાદિ અનેક ત્રચાઓ મુખોત કરી હતી. ધર્મરાજા શીખવાને અર્થ બરાબર સમજતા હતા, બીજા બધાએ તે વ્યાખ્યાઓ કંઠગત કરી હતી અને કંઠગત વ્યાખ્યાઓ કંદને ભલે ભૂષણરૂપ હોય, પણ તે જીવનને જરૂર ભૂષણભૂત નથી. આપણે પણ શાળાઓમાં ગીતાજીને પાઠ કરાવીએ, વેદ ને ઋચાએ ગોખાવીએ, મીરાંનાં પદો ગવરાવીએ એટલું બસ નથી; તેનાથી વાણી સુસંસ્કૃત થાય, શૃંગારનાં ગીત ગાવા કરતાં ભજનીયાં સારાં એટલુંજ; પણ આથી વધારે એનું ફળ નથી. તે ફળને આથી આગળ લઈ જવું હોય તો બીજી કોઈ વસ્તુની જરૂર રહે છે.
ઉપલા વિવેચન ઉપરથી કાઈ એમ ન ધારે કે, ધર્મગ્રંથનું વાચન થાય છે. તે અત્યંત જરૂરી છે; પણ તેટલું જ બસ નથી, એમ કહેવાને ઉદ્દેશ છે. જેના પેટમાં ભૂખ નથી, તેને ઉત્તમમાં ઉત્તમ પકવાનનો પણ સ્વાદ નથી લાગતું. જેના હૃદયમાં ધર્મજિજ્ઞાસા નથી, તેની આગળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com