________________
શુભસંગ્રહ-ભાગ ત્રીજો
*
ળાઓમાં એક નાનકડી ઘટનામાંથીજ આ પ્રબળ આંદોલન પેદા થઈ ગયું. એ દેશના સૌભાગ્યની કેએક સુંદર ઘડીએ ડેનમાર્કના એક વિજ્ઞાનશાસ્ત્રીએ સ્વીડનના એક વર્તમાનપત્રકારને
એ મહેણું માર્યું કે, ખેડુતો તો બહુજ ‘નિરક્ષર” અને “નાદાન” છે ! એ બેજ શબ્દોએ પેલા દેશપ્રેમી પત્રકારના પ્રાણમાં ચીનગારી મેલી દીધી. ખેડુ–શાળાઓને માટે પ્રથમ ડે ઉઠાવનાર એ પત્રકાર ૧૮૭૪માં અવસાન પામ્યો; પણ તે પહેલાં તો એણે પેલા મહેણાનો જવાબ દેનારી ખેડુ શાળાઓ ખોલાવી દીધી હતી. તત્કાળ પ્રજાને ગમ પડી કે, સાર્વજિનક પ્રાથમિક શાળાઓમાં માત્ર ચાર જ વર્ષ શીખીને-અને તેમાં પણ અંકગણિત અને જોડણજ ગેખી ગોખીને ખેડુતોનાં બચાં ઉઠી જાય, તેનું પરિણામ શૂન્યજ કહેવાય. બસ, પ્રજાએ પિતાને ખર્ચે ખેડુશાળાઓ ખોલી દીધી. ૧૬ વર્ષની ઉંમરથી ઉપરની ચાહે તેટલી ઉંમરના ખેડુતોને દાખલ કરવા માંડવ્યા; યૂરોપની મુખ્ય ભાષાઓ, ભૂગોળ, ઈતિહાસ, રસાયણ, અર્થશાસ્ત્ર અને વનસ્પતિશાસ્ત્ર જેવા વિષય શીખવવા શરૂ થયા અને તે શાળાઓને રસીડેનિશયલ કુસ’ બનાવી દીધી. વર્ષમાં એક સત્ર કન્યાઓ ભણે, બીજું સત્ર છોકરા ભણે. હિંદનાં ઋષિકુળોની પેઠે અહીં પણ હેડમાસ્તરને ઘરજ વિદ્યાર્થીઓને રહેવાનું ધોરણ કર્યું. માસ્તરની પત્ની જ એ સૌ બાળકોની માતા બને, સૌ એકજ ભેળા બેસીને ખાય-પીએ અને માતા-પિતાઓથી વિછિન થયેલાં બાળકોને વિયોગનાં દુ:ખ વિસરાવવા માટે શિક્ષક સંગીત ઇત્યાદિના સાંજરે જલસા ગોઠવે. ૧૬ વર્ષથી માંડીને ૪૦-૫૦ વર્ષના ડિસાઓને પણ આ શાળાઓમાં ભણવા આવતા શ્રી હરદયાલે ભાળ્યા છે. સરકાર આવી શાળાઓને ગ્રાંટ આપે છે.
એ શાળાઓમાં પરીક્ષા નથી. ત્યાં પ્રમાણપત્રો, પદવીઓ કે ચંદ્રકે નથી અપાતાં. પિતાના પૂર્વજોને પવિત્ર ધંધે છોડીને કારકની કરવા લોભાવે તેવી કશી ગોઠવણ ત્યાં નથી. ફક્ત કેળવણી-જ્ઞાન એજ આ નિશાળનો ઉદેશ છે, દેશાભિમાન અને વ્યવહાર-નિપુણતા, સામાજિક જીવનવ્યવહારની રસ-જાતિ, સ્વતંત્ર વિચારણા અને જગત-પરિચય, એકાદ ટુકડો જ્ઞાન નહિ પણ જ્ઞાનની સતત પિપાસા; એ આ શાળાનું નિશાન છે.
સરકારને પણ પિતાનું લશ્કરી ખર્ચ ઘટાડીને શિક્ષણ ઉપર વધુ વાપરવાનો નિરધાર છે.
આ નમુનેદાર શિક્ષણ શાળાઓ પાછળ સ્વીડનની સરકાર, તેનો લશ્કરી ખર્ચ ઘટાડીને પણ, જોઈએ તેટલું દ્રવ્ય ન્યોછાવર કરવા સદા તૈયાર રહે છે; પણ ખેડુતો માટેનાં એ શારદામંદિરમાં પ્રજાજનોનેજ એટલે રસ પડે છે કે તેઓ પોતે જ પોતાનાં મંડળો સ્થાપી, તેનાં સભ્યપદનાં લવાજમ ઉઘરાવી, તે નાણાંમાંથી આવી રાષ્ટ્રવિધાયક નિશાળો ચલાવે છે. સ્વીડનની આવી સંસ્થાઓ છેલ્લાં થોડાં વર્ષમાં તો ઠેર ઠેર ઉભી ગઈ છે. આમ ખાનગી સંસ્થાઓમાંથી અનેક ખેડુત–શાળાઓ પિષણ પામે છે અને બારીની શાળાઓની સંભાળ સ્વીડનની શહેર સુધરાઈ અને ગ્રામ પંચાયતે લે છે. આપણાં લોકલ બોડૅ અને તાલુકા બોડૅ જેવી એ સ્થાનિક સ્વ રાજ્યની સંસ્થાઓ, તેમનું પ્રથમ કર્તવ્ય તે આવી શિક્ષણ-સંસ્થાઓને નિભાવવાનું જ સમજે છે અને તે ઉપરાંતની, એ વલમાં ન આવતી અન્ય સંસ્થાઓને સ્વીડન સરકારને આશ્રય મળે છે.
શિકારને માટે સદા માં પહોળું કરીને આસપાસ બેઠેલાં યુરોપનાં મહારાજયોની વચ્ચે મૂકાચેલું સ્વીડન તેનું જીવન અને તેની સમૃદ્ધિ, તેની આબાદી અને તેની જાહોજલાલી કાયમ એક અટલ સિદ્ધાંત બરાબર સમજી ગયું છે. સ્વીડન જાણે છે કે, તેની સરકાર ગમે તેટલી સબળ હોય, સ્વીડનની પાસે ગમે તેટલા શસ્ત્રભંડારોમાં ગમે તેટલી સમૃદ્ધિ ભરી હોય, પણ એ સાચું બળ નથી. સાચું બળ તો પ્રજાની કેળવણીમાં છે. જ્યારે સ્વીડનને એકએક પુત્ર સુશિક્ષિત બની જાય,
જ્યારે સ્વીડનના ગરીબમાં ગરીબ ગામડે જનતાનાં સંતાનમાં કેળવણીનાં નવાં નૂર પ્રગટાવતી કેળવણુ–સંસ્થાઓ સ્થપાઈ જાય, ત્યારે જ સ્વીડને સાચેસાચું સ્વાધીન બની શકે.
એટલે જ સ્વીડને બીજાં બધાં કાર્યો કરતાં આ શિક્ષણકાર્યને સર્વોપરિ પદ આપી, તેનાં બધાં સાધનો અને શક્તિ શિક્ષણપ્રચારની પાછળ ખર્ચવા માંડયાં છે; એટલેજ, જ્યારે યુરોપની મહાપ્રજાએ તેમનાં પોતાનાં મહાસામ્રાજ્યો સરજવાના અભિલાષ નોતરતી, એ ધનમાં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com