________________
સ્વીડનનું રાષ્ટ્રવિધાન
૧૩૫ ભર વિદ્વાનોની જિજ્ઞાસાની વાત નહિ. એ તો સ્વીડનની સાચી ગ્રામ્ય-જનતાને પ્રાણુ વધુ ને વધુ માહીતી માટે વલખાં મારે છે. સ્વીડનના રાજપુરુષોની બસ એકજ ચિંતા છે અને સ્વીડનનાં વર્તમાનપત્રોની એ એકજ ધૂને છે, કે લોકોને જ્ઞાન શી શી રીતે પહોંચાડવું ? - જ્ઞાનની આ પિપાસાને છીપવવા માટે સ્વીડનની પ્રજાએ જે દેશવ્યાપી યોજના કરી છે, તે યોજનાને આખું ચૂરોપ આજે નમુનેદાર મેજના તરીકે નિહાળીને અનુસરી રહ્યું છે. એ યેાજના તે “જાદુઈ ફાનસ સાથેનાં વ્યાખ્યાનોની.” ગામડે ગામડાના થોડા સંસ્કારી લોકો એકઠા મળીને વાર્ષિક આશરે એક રૂપીઆનું લવાજમ ઠરાવી પોતાના ગામની વ્યાખ્યાન મંડળી સ્થાપે અને પછી સરકાર એને વાર્ષિક સહાય મંજૂર કરે. આ મંડળીઓએ આખા વર્ષમાં બાર વ્યાખ્યાનની વ્યાખ્યાનમાળા ગોઠવવાની ફરજ છે. એક પણ વ્યાખ્યાન અધુરું રહે તો સરકારી રકમ તે વર્ષમાટે રદ થઇ સમજવી. સ્વીડનનાં છ ગામડાંમાં આજે આવી મંડળીઓ હસ્તી ધરાવે છે. રેલગાડીના સ્ટેશનથી પચીસ ગાઉ દૂર પડેલાં ગામોમાં પણ આ ગૌરવવંતી સભાઓ જન્મી ચૂકી છે. બિનસભાસદો દરેક વ્યાખ્યાન દીઠ બાર આના ભરીને સાંભળવા જઈ શકે. સત્યને માટે ઝંખતાં એ ગામડીઅઓ જાદુઈ ફાનસની સમજાવટવાળાં વિધવિધ વિષયપરનાં વીણી વીણીને ગોઠવેલાં વ્યાખ્યાનો પર ફિદા થઈ પડે છે.
અને એ વ્યાખ્યાનકર્તાઓ ક્યાંથી આવે છે? આખા યુરોપખંડમાંથી ચુનંદા વિદ્વાનને ચૂંટી આણવા માટે એક મંડળ નીમાયું છે. વ્યાખ્યાન દેવા ઈચ્છનાર દરેક પુરુષ એ મંડળમાં સભ્ય નોંધાય છે. આખું મંડળ પ્રથમ પોતાના અધિકારીઓ સમક્ષ વ્યાખ્યાન કરાવી વ્યાખ્યાનકારની પરીક્ષા લે છે. એ કસોટીમાંથી પાર થયેલાઓનાંજ નામ, તેમના વિષય સાથે પત્રકમાં નોંધાય છે ને પછી પ્રત્યેક ગ્રામ્ય સભા-મંડળી એ પત્રક પૈકીના હરકોઈ બાર પુને નિમંત્રણ આપે છે. નિમંત્રિત વ્યાખ્યાનકારને મુસાફરીભાડું, દશેક રૂપીઆ ખાધાખોરાકીના અને રૂા. ૩૦ પ્રત્યેક વ્યાખ્યાનના મહેનતાણાના એટલું ચૂકવે છે. છ છ મહિના અગાઉથી નિયંત્રણ અપાઈ જાય છે અને મંડળીઓ કરકસર કરી શકે તેટલા માટે એના એ વ્યાખ્યાનકારને આખા જીલ્લામાં એક જ આંટે ફેરવાય છે.
અને વ્યાખ્યાનો શા શા વિષય૫ર ? આસ્માનથી તે પાતાળ સુધીના, તારામંડળથી તે સાબુ બનાવવાના, નગારથી તે તુતાનખાનેમ સુધીના, ગમે તે વિષયનું શાસ્ત્રીય ને સુવ્યવસ્થિત વિવેચન સ્વીડનની પ્રજાને મન અતિમધુર લાગે છે. નવયુગના જ્ઞાન–મંડપમાં દીક્ષા પામેલી એ સૌમ્ય અને ભદ્રિક પ્રજ, હરકોઈ વસ્તુનું પિછાન લેવામાં નિઃસ્વાર્થ ને નિષ્કપટ આનંદ અનુભવે છે. ચીન, હિંદ કે આફ્રિકાવિષે વ્યાખ્યાન હોય, ત્યારે તે વ્યાખ્યાન-મંદિરમાં ઉભા રહેવાનીએ જગ્યા ન રહે. મુકરર સમયપૂર્વ અકક કલાક સુધી એ સભા-ગૃહનો બે ધબારણાં ઉપર શ્રોતાઓની અતિશય ભીડ જામેલી હોય છે. કેટલેક સ્થળે તો એનું એ વ્યાખ્યાન, એની એજ સાંજરે ફરી વાર કરવું પડે છે. ત્યાંની લગભગ તમામ વિદ્યાપીઠના આચાર્યો આ વ્યવસાયમાંથી થોડું થોડું રળી શકે છે. દેશને સારાએ વિદ્વાન વર્ગ આ સેવાભાવનાથી જ્વલિત થયો છે. તેઓ પ્રજની સુસંસ્કૃતિના પ્રચારક સાધુઓ જેવા થઈ રહ્યા છે.
અહીં તે ભાગ્યેજ કોઈને ભાન હશે કે, “ભારતવર્ષ” શબ્દમાં સ્વીડનની પ્રજાને કેવો ચમત્કાર ભાસે છે. એ એક જ શબ્દ કેઈ નિગૂઢ મંત્રોચ્ચારની માફક એ લોકેની કલ્પનામાં કે ઈ. વિસ્મય-ભૂમિ કે અમર-ભૂમિના સૌંદર્ય અને રહસ્યથી ભરપૂર કોઈ સૃષ્ટિના ખ્યાલે ઉત્પન્ન કરે છે. આજ સુધી તો તેઓએ આ દેશવિષેનાં પિતાનાં અનુમાનો પેલા સ્વાર્થ સાધુ પાદરીઓ પાસેથી આપણી મૂતિઓ, વિધવાઓ અને કાળી બાજુએ સાંભળીને જ બાંધેલાં પણ હવે જ્યારે તેઓને કાને બુદ્ધની, પંચતની, ઇંદ્રિયનિગ્રહ અને સહિપ્તાની, આપણા શાયર કે કલા. ધરાની, આપણા તાજમહાલની ને અજન્ટાની કથાઓ સાંભળે છે, ત્યારે તેઓ ચકિત થાય છે. અને દુઃખનો ઉદ્ગાર કાઢે છે કે “ અરરર ! હિંદુઓ આટલા સંસ્કૃતિશીલ હશે એવી અમને ગમજ નહોતી !”
સ્વીડનવાસીઓએ રાવિધાનનું બીજું બીજારોપણ કયાં કર્યું? ખેડુતોની અલાયદી શા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com